Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

હા, હું ગુજરાતી છું.

ભરત પંડ્યા
ભૂતપૂર્વ પ્રવક્તા, બીજેપી ગુજરાત
ભૂતપૂર્વ ધારાસભ્ય-ધંધુકા, ગુજરાત
મો. +૯૧-૯૯૦૯૯ ૯૪૪૪૫

માનવતા મારી નસેનસમાં છે.
સ્નેહમાં શક્તિ છું,
સેવામાં ભક્તિ છું,
દાનમાં અંકિત છું.
હું “એકતા”નું પ્રતિક છું,
હા, હું ગુજરાતી છું.

વીરતા મારા રોમે રોમમાં છે.
સત્યનો ઉપાસક છું,
અહિંસાનો આરાધક છું,
પ્રેમનું અમૃત છું.
હું વિશ્વ “શાંતિ”નું પ્રતિક છું,
હા, હું ગુજરાતી છું.

વ્યાપાર મારી રગેરગમાં છે.
પ્રકૃતિમાં સાહસિક છું,
પ્રતિષ્ઠામાં યુગાનુયુગ છું,
પ્રદક્ષિણામાં વિશ્વપ્રવાસી છું.
હું “પ્રગતિ”નું પ્રતિક છું,
હા, હું ગુજરાતી છું.

વસુધૈવકુટુંબકમ્‌ મારાં શ્વાસોશ્વાસમાં છે.
દ્વારકાધીશની વાંસળીમાં “ગીતા”નો સહવાસ છું,
ગાંધી, સરદાર અને નરેન્દ્ર મોદીની “નીડરતા”નો અહેસાસ છું.
મહાકાળીની હારમાળામાં આતંકીનો વિનાશ છું.
હું “મહાશક્તિ”નું પ્રતિક છું,
હા, હું ગુજરાતી છું.

યાત્રિક દુનિયાના જગે-જગમાં છું.
શ્રદ્ધા-આસ્થાનો ધોધ છું.
દયા-કરૂણાનો બોધ છું.
પરંતુ, પ્રતિરોધમાં તાંડવનો ક્રોધ છું.
હું “શિવ સોમનાથ”નું પ્રતિક છું,
હા, હું ગુજરાતી છું.

Related posts

બુદ્ધપુરુષનો શબ્દસ્પર્શ,રૂપ રસ અને ગંધ ઔષધિ છે. રામચરિત માનસ-સદગ્રંથ ઔષધિ છે. ગંગાજળ,ગાયનું દૂધ ઔષધિ છે. વૃક્ષો અને વૃધ્ધો ઔષધિ છે

Reporter1

સ્લોવાકિયાથી ફ્રાન્સ સુધી, ભારતની રાજદ્વારી શક્તિ વિસ્તરે છે અને વૈશ્વિક મંચ પર પ્રભાવ વધે છે

Master Admin

મારા માટે પ્રત્યેક દિવસ કૃષ્ણ વિયોગનો દિવસ છે. એ વિયોગમાં જ યોગ છૂપાયેલો છે

Reporter1

Leave a Comment

Translate »