સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩
સમાજમાં “પુરુષ પ્રધાન દેશ” ની વાત થાય છે, પણ ઘરના ચાર દીવાલ વચ્ચે ચિત્ર ઘણીવાર અલગ હોય છે. લગ્ન જીવનનો રથ બે પૈડાંથી ચાલે – પતિ અને પત્ની. જો એક પૈડું જવાબદારી ચૂકે તો રથ ડગમગે. આજે એવા ઘણા કિસ્સા સામે આવે છે જ્યાં પતિ માનસિક, આર્થિક કે સામાજિક રીતે પીડાય છે. કાયદો, સમાજ અને પરિવાર હંમેશા માની લે છે કે “પુરુષ તો મજબૂત છે”, પણ દર્દને જાતિ ન હોય.
પતિ પીડિત કેમ?તેના નિમ્ન લિખિત ૬ સામાન્ય કારણો
કારણ ૧ઃ આર્થિક ત્રાસ અને ખોટા કેસનો ડર
ઘણા કિસ્સામાં પત્ની કે સાસરિયાં ૈંઁઝ્ર ૪૯૮છ, ઘરેલુ હિંસા એક્ટ, ભરણપોષણનો કાયદો હથિયાર તરીકે વાપરે. “જો મારું નહીં માને તો કેસ કરી દઈશ” એ ધમકી પતિને સતત ડરમાં રાખે. સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે ૪૯૮છ નો દુરુપયોગ થાય છે. નોકરી, ઇજ્જત, પરિવાર બધું દાવ પર લાગી જાય.
કારણ ૨ઃ ભાવનાત્મક બ્લેકમેઇલ
“હું મરી જઈશ”, “પિયરમાં ફરિયાદ કરીશ”, “બાળકોને મળવા નહીં દઉં” – આવા વાક્યો રોજના થઈ જાય. પતિ ઘરમાં ગુનેગારની જેમ જીવે. પ્રેમથી વાત કરે તો “નબળો છે” કહેવાય, કડક થાય તો “જુલમી છે” કહેવાય.
કારણ ૩ઃ પેરેન્ટ્સથી દૂર કરવાની જીદ
લગ્ન પછી “તારા મા-બાપથી અલગ રહીએ” વાળી શરત. પતિ જો મા-બાપને સાચવે તો “માંડા નો છૈયો” કહેવાય. વૃદ્ધ માતા-પિતા અને પત્ની વચ્ચે પીસાઈને પતિ ડિપ્રેશનમાં જાય. “પવિત્ર ફરજ” ફક્ત પતિની જ નથી, પત્નીની પણ વડીલો પ્રત્યે હોય છે.
કારણ ૪ઃ ઘરની જવાબદારીથી મોઢું ફેરવવું
લગ્ન જીવનમાં હક્કની સાથે ફરજ પણ હોય. ઘણા કિસ્સામાં પત્ની નોકરી પણ ન કરે, ઘરનું કામ પણ ન કરે, બાળકો પ્રત્યે બેદરકાર રહે. આખો આર્થિક અને માનસિક ભાર પતિ પર આવે. પતિ સવારથી રાત સુધી કમાય, ઉપરથી ઘરે આવીને મહેણાં સાંભળે.
કારણ ૫ઃ ચારિત્ર્ય પર શંકા અને જાહેરમાં અપમાન
ઓફિસમાં મોડું થાય તો “કોની સાથે હતો?”, ફોન આવે તો છીનવીને જુએ. સગાં-સંબંધી સામે “આ તો કંઈ કમાતા નથી”, “બાયલો છે” કહી ઉતારી પાડે. પુરુષનું સ્વાભિમાન પણ હોય, રોજનું અપમાન એને અંદરથી તોડી નાખે.
કારણ ૬ઃ શારીરિક સંબંધનો ઇનકાર હથિયાર તરીકે
લગ્ન જીવનમાં શરીર સંબંધ બંનેની સંમતિ અને જરૂરિયાત છે. પણ ઘણા કિસ્સામાં પત્ની મહિનાઓ સુધી ઇનકાર કરે, એને સજા તરીકે વાપરે. કોર્ટે પણ માન્યું છે કે “લાંબા સમય સુધી કારણ વગર શારીરિક સંબંધનો ઇનકાર એ માનસિક ક્રૂરતા છે”.
કાયદો અને સમાજનું વલણ
આપણા કાયદા મહિલા કેન્દ્રિત છે – એ જરૂરી પણ છે કારણ કે સદીઓથી મહિલા પર અત્યાચાર થયો છે. પણ આજે જ્યારે પતિ પીડિત હોય ત્યારે એની પાસે ફરિયાદનું કોઈ મજબૂત પ્લેટફોર્મ નથી. “મર્દ કો દર્દ નહીં હોતા” એ વાક્યએ ઘણા પુરુષોને ચૂપ કરી દીધા છે. દ્ગઝ્રઇમ્ ૨૦૨૧ મુજબ ભારતમાં દર વર્ષે પરિણીત પુરુષોના આત્મહત્યાના કેસ મહિલા કરતાં ૨.૫ ગણા વધુ છે. આ આંકડો દિશા બતાવે છે.
છૂટાછેડાનું મોટું કારણઃ ફરજ ચૂકવી
લગ્ન એટલે ફક્ત હક્ક નહીં, ફરજ પણ. જ્યારે પત્ની પતિને, સાસુ-સસરાને, બાળકોને, ઘરને પોતાનું ન સમજે, ત્યારે સંબંધમાં તિરાડ પડે. મોબાઈલ, સિરિયલ, પિયરની દખલગીરી – આ બધામાં રચ્યાપચ્યા રહીને જો પત્ની પતિની લાગણી, એની મહેનત, એના પરિવારને અવગણે તો પતિ એકલો પડી જાય. એક દિવસ એ કંટાળીને છૂટાછેડા તરફ વળે.
ઉકેલ શું?
૧. કાયદામાં બેલેન્સઃ પુરુષ આયોગની માંગ જૂની છે. ખોટા કેસ કરનાર સામે દંડની જોગવાઈ સખત થવી જોઈએ.
૨. કાઉન્સેલિંગઃ કોર્ટમાં છૂટાછેડા પહેલાં મેરેજ કાઉન્સેલિંગ ફરજિયાત બને. બંને પક્ષને સાંભળવા જોઈએ.
૩. સમાજની વિચારસરણી બદલાયઃ “રડે એ જ પીડિત” એ માન્યતા તૂટે. પુરુષ પણ રડી શકે, ફરિયાદ કરી શકે.
૪. ફરજનું ભાનઃ પતિ-પત્ની બંનેએ સમજવું જોઈએ કે હક્ક માગતા પહેલા ફરજ નિભાવવી પડે. પ્રેમ, સમ્માન, વિશ્વાસ, વફાદારી – આ બંને તરફથી હોય તો જ રથ ચાલે.
૫. વાતચીતઃ ઇગો બાજુ પર મૂકીને અઠવાડિયામાં એક વાર “મન કી બાત” કરો. તકલીફ વધે એ પહેલા ચર્ચા કરો.
અલબત, પત્ની પીડિત હોય એ વાત સાચી, કિન્તુ પરમ પતિદેવ પીડિત હોય એ વાત પણ એટલી જ સાચી. લગ્ન એ સ્પર્ધા નથી, સહયોગ છે. તાળી એક હાથથી ન વાગે. જ્યારે પત્ની પોતાની “પવિત્ર ફરજ” – પ્રેમ, સાથ, સમ્માન, પરિવાર પ્રત્યે વફાદારી – ચૂકે છે ત્યારે પતિનું હૃદય તૂટે છે. યાદ રાખો, કાયદો પત્નીને બચાવે છે, પણ સંસ્કાર બંનેને બચાવે છે. રથનું એક પૈડું પણ ખડી પડે તો સફર અટકે. માટે બંને પૈડાં મજબૂત રાખો!અંતે,ઘરેલુ ત્રાસ માટે પુરુષ હેલ્પલાઈન ૮૮૮૨-૪૯૮-૪૯૮ અને/અથવા મહિલા હેલ્પલાઈન ૧૮૧ ઉપલબ્ધ છે!પતિ દેવો પરમેશ્વર!

