Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી ત્યારે આજથી શૈક્ષણિક સત્ર શરૂ

નાના બાળકો માટે આજનો દિવસ યાદગાર રહ્યો

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૮ જૂન ૨૦૨૬ — વડોદરા સહિત રાજ્યભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળા સંકુલોમાં ફરી એકવાર બાળકોના કલરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉનાળાના લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓ નવા પુસ્તકો, નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે શાળાએ પહોંચ્યા હતા. ખાસ કરીને ધોરણ ૧માં પ્રથમ વખત પ્રવેશ મેળવનારા નાના બાળકો માટે આજનો દિવસ યાદગાર રહ્યો હતો.

શાળાઓએ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે વિવિધ આયોજન કર્યા હતા. કેટલીક શાળાઓમાં તિલક, ફૂલ અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. શિક્ષકો અને સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે શિસ્ત અને નિયમિતતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.નવા સત્રની શરૂઆત સાથે સ્કૂલ વાન અને રિક્ષા સંચાલકો પણ સક્રિય બન્યા છે. નવા એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સંપર્ક કરી પરિવહનની સુવિધા અંગે માહિતી આપવામાં આવી રહી છે.

અનેક વાલીઓ પોતાના બાળકો માટે સુરક્ષિત અને સમયસર પરિવહનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વાન તથા રિક્ષા સંચાલકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.આ ઉપરાંત સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય શૈક્ષણિક સામગ્રીના વેપારીઓમાં પણ ચહલપહલ વધી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારોમાં વાલીઓની ભીડ જોવા મળી રહી હતી.
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ગતિ પકડશે અને શાળાઓ ફરી એકવાર જ્ઞાન, સર્જનાત્મકતા અને સંસ્કારના કેન્દ્ર તરીકે ધમધમતી થશે. શહેરમાં સ્ટેશનરીની દુકાનોમાં ગ્રાહકો-વાલીઓની ભીડ જણાય છે. હજી માર્કેટમાં પૂરતા પ્રમાણમાં પાઠ્ય પુસ્તકો પણ મળતા નથી વાલીઓમાં ચિંતા પ્રસરી હતી.

શહેરની વિવિધ સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે સ્ટેશનરીની દુકાનોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નોટબુક, સ્કૂલ બેગ, યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. જોકે અનેક વિસ્તારોમાં પાઠ્ય પુસ્તકો હજુ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. કેટલાક પુસ્તકો માટે ઓર્ડર આપવો પડી રહ્યો છે, જ્યારે શાળાઓ પણ ટૂંક સમયમાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી રહી છે.

Related posts

ફેનેસ્ટાએ વડોદરામાં પ્રથમ અને ગુજરાતમાં 17મો શૉરૂમ શરૂ કરીને રાજ્યમાં પોતાનો દબદબો વધુ મજબૂત બનાવ્યો

Master Admin

વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો

Master Admin

ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે રૂપિયા ૧૫ લાખની ઠગાઈ

Master Admin

Leave a Comment

Translate »