Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

બાદશાહ સલામતે અત્તરનું એક ટીપું લૂછ્યું અને રાણીનું આખું હમામખાનું ભરી દીધું!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

“બુંદ સે ગઈ વો હૌજ સે નહીં આતી”
શરૂઆતમાં નાની ભૂલ પર ધ્યાન ન આપીએ તો પાછળથી મોટું નુકસાન થઈ જાય છે, જેને પછીથી સુધારી શકાતું નથી.
અકબરના મહેલના શાહી હોજની વાત છે. રાણી હોજમાં નહાતી હતી, દાસી ગુલાબનું અત્તર ઢોળતી હતી. એક ટીપું આરસ પર ઢોળાયું. બાજુમાંથી નીકળતા અકબરે ઝડપથી લૂછીને આંગળી પર લગાવી દીધું.
આ દ્રશ્ય બીરબલ જોઈ ગયો. બાદશાહ સલામત છોભીલા પડી ગયા – આખા હિન્દુસ્તાનના બાદશાહ થઈ એક ટીપા માટે હાથ લંબાવતા પકડાઈ ગયા.

છોભીલાપણું છુપાવવા બીજે દિવસે અકબરે હુકમ કર્યો – આખો હોજ અત્તરથી ભરી દો. સેંકડો માટલા અત્તર હોજમાં ઢોળાયા. દરબાર ગંધથી મહેકી ઉઠ્યો. દરબારીઓએ વાહવાહી કરી – “વાહ જહાંપનાહની દિલદારી!”
બીરબલ શાંત હતો. અકબરે પૂછ્યું – તું કેમ વાહ નથી કરતો?

બીરબલે કહ્યું – “હુઝૂર, કાલે તમે એક ટીપું લૂછતા હતા ત્યારે કંજૂસ લાગતા હતા, આજે આખો હોજ ભરીને મૂર્ખ લાગો છો. એક ટીપાથી કંજૂસાઈનો ડાઘ લાગ્યો, આખો હોજ ભરીને તમે હોજ બગાડી નાખ્યો. હવે આ પાણીમાં કોઈ નહાઈ નહીં શકે, આટલું અત્તર નાકમાં બળશે. કાલે તમે ટીપું બચાવ્યું, આજે હજારો ટીપા વેડફી નાખ્યા.”
અકબર સમજી ગયો. વાત અત્તરની નહોતી, વાત દેખાડાની હતી.

બોધ –
૧. નાની ભૂલ છુપાવવા મોટો દેખાડો કરો તો ભૂલ બમણી થાય.
૨. જીવનમાં એક ટીપાની કંજૂસાઈ પણ ન કરો અને આખા હોજની ઉડાઉગીરી પણ ન કરો. વચ્ચેનો રસ્તો જ ડહાપણ છે.
૩. “હૌજ સે ગઈ સો હૌજ સે ગઈ” – જે વસ્તુ કે સમય હાથમાંથી ગયો તે પાછો નથી આવતો. જેમ હોજમાંથી વહી ગયેલું પાણી પાછું નથી આવતું, તેમ ગુમાવેલી તક પાછી નથી મળતી. અફસોસ કરવાને બદલે આગળ વધો.
જો કોઈ વેપારમાં મોટું નુકસાન કરી બેસે ત્યારે લોકો કહે છે – “હવે ચિંતા ન કર, જે હૌજ સે ગઈ સો હૌજ સે ગઈ, હવે નવા કામ પર ધ્યાન આપ

Related posts

ભ્રષ્ટાચાર એ કોવિડ રોગચાળો અથવા કેન્સર કરતાં વધુ ખતરનાક રોગ છે, કારણ કે તે ધીમે ધીમે સમગ્ર વ્યવસ્થાને અંદરથી ક્ષતિગ્રસ્ત કરે છે.

Master Admin

રક્તની વિકૃતિથી ઘૂંટણનો દુઃખાવાની મુખ્ય ફરિયાદ

Master Admin

Prepare for a smoother albeit slower ride

Reporter1

Leave a Comment

Translate »