Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારતીય રેલવેએ અચાનક ટ્રેનની ટિકિટના નિયમો બદલ્યા

લાખો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા

રેલવેના આ નવા નિયમોનો હેતુ છેલ્લી ઘડીના કેન્સલેશનને ઘટાડવાનો અને વધુ યાત્રીઓને કન્ફર્મ ટિકિટ મળે તે માટે સીટોનો વધુ સારો ઉપયોગ કરવાનો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૪ માર્ચ ૨૦૨૬ — ટ્રેનમાં મુસાફરી કરનારા લાખો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેએ કન્ફર્મ ટ્રેન ટિકિટ (Confirm Train Tickª) કેન્સલ કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેમાં હવે રિફંડની રકમ એ વાત પર નિર્ભર કરશે કે તમે ટિકિટ કેટલા સમય પહેલાં કેન્સલ કરો છો. રેલવેના આ નવા નિયમોનો હેતુ છેલ્લી ઘડીના કેન્સલેશનને ઘટાડવાનો અને વધુ યાત્રીઓને કન્ફર્મ ટિકિટ મળે તે માટે સીટોનો વધુ સારો ઉપયોગ કરવાનો છે.
નિયમો અનુસાર, જો તમે ટ્રેનના પ્રસ્થાનના ૭૨ કલાક (૩ દિવસ) પહેલાં ટિકિટ કેન્સલ કરો છો, તો તમને સૌથી વધુ રિફંડ મળશે. માત્ર ન્યૂનતમ કેન્સલેશન ચાર્જ જ કપાશે અને બાકીની મોટા ભાગની રકમ પરત મળી જશે. આનાથી મુસાફરોને પ્લાનિંગ બદલવું સરળ બનશે.

જો તમે ૭૨ કલાકથી ૨૪ કલાક વચ્ચે ટિકિટ કેન્સલ કરો છો, તો ભાડાની આશરે ૨૫ ટકા જેટલી રકમ કપાઈ જશે. આ સમયમાં કેન્સલ કરવું હજુ પણ સારું છે, પરંતુ નુકસાન વધી જાય છે. ૨૪ કલાકથી ૮ કલાક વચ્ચે કેન્સલ કરવા પર કપાત વધીને ૫૦ ટકા સુધી પહોંચી જશે. અને જો ટ્રેનના પ્રસ્થાનમાં ૮ કલાકથી પણ ઓછો સમય બચ્યો હોય અથવા ટ્રેન નીકળી ગઈ હોય, તો કોઈ રિફંડ નહીં મળે. તેમ છતાં, TDR (ટિકિટ ડિપોઝિટ રિસીપ્ટ)ની અલગ પ્રક્રિયા હજુ પણ અમલમાં છે, જેમાં કેટલાક કિસ્સાઓમાં રાહત મળી શકે છે.

રેલવેના આ નવા નિયમોનો હેતુ છેલ્લી ઘડીના કેન્સલેશનને ઘટાડવાનો અને વધુ યાત્રીઓને કન્ફર્મ ટિકિટ મળે તે માટે સીટોનો વધુ સારો ઉપયોગ કરવાનો છે. બીજી તરફ, રેલવેએ ટિકિટોની હોર્ડિંગ અને બ્લેક માર્કેટિંગ સામે પણ મોટી કાર્યવાહી શરૂ કરી છે. ટિકિટોને મોટા પાયે હોલ્ડ કરીને પછી મોંઘા ભાવે વેચવાની સમસ્યાને રોકવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આમાં બોટ્‌સને ડિટેક્ટ કરવાનું કામ કરવામાં આવ્યું છે અને તેમાં આશરે ૭૦ ટકા સફળતા મળી છે.

ત્યારબાદ નવી ટેક્નોલોજી અમલમાં મૂકવામાં આવી છે. આ ટેક્નોલોજીના આધારે એજન્ટો અને ટાઉટ્‌સ પર કડક કાર્યવાહી કરીને આશરે ૩ કરોડ ફેક અકાઉન્ટ્‌સ બંધ કરવામાં આવ્યા છે. આમ છતાં કેટલાક ટાઉટ્‌સ હજુ પણ ટિકિટ બુક કરી લે છે, જેમાંથી કેટલીકને બ્લેક કરે છે તો કેટલીકને પછી કેન્સલ કરી દે છે. રેલવે આ સમસ્યા પર પણ સતત નજર રાખીને નવા-નવા પગલાં લઈ રહી છે, જેથી દરેક યાત્રીને ન્યાયપૂર્વક અને સસ્તી ટિકિટ મળી શકે.

Related posts

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી

Master Admin

પીએમ મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ?

Master Admin

૧ એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી

Master Admin

Leave a Comment

Translate »