Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

માતાજી આવ્યાઃ નવરાત્રીમાં ધૂણવું! શ્રદ્ધા કે, મનનું વિજ્ઞાન!?

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

રાતના ૧૨ વાગ્યા છે. ગામના ચોકમાં ઢોલ ગાજે છે. અચાનક એક બહેનના શરીરમાં ધ્રુજારી આવે — આખું ગામ પગે લાગે — માતાજી આવ્યા! જે બહેનો અડચણમાં હોય એ દૂર થઈ જાય!
૧. શ્રદ્ધાનો પક્ષઃ
લોકસાહિત્યમાં નવરાત્રી એટલે શરીરને તપાવવું. અનાજ છોડો, ઉપવાસ કરો, રાત આખી જાગો. આમાં વ્યક્તિનો ’હું’ ઓગળી જાય. ભક્તિમાં એને જ તલ્લીનતા કહે છે. મીરાંને પણ કૃષ્ણમાં આવો જ ભાવ આવતો.
ઘણી વાર જે વ્યક્તિને ઘરમાં સાંભળવામાં નથી આવતી, તે જ્યારે આ અવસ્થામાં બોલે ત્યારે સમાજ સાંભળે છે. એટલે આને ભાવનાત્મક મુક્તિ તરીકે પણ જોવાય છે.
૨. વૈજ્ઞાનિક અભિગમઃ
મનોચિકિત્સકો આને ડ્ઢૈજર્જષ્ઠૈટ્ઠૈંદૃી ્‌ટ્ઠિહષ્ઠી ટ્ઠહઙ્ઘ ર્ઁજજીજર્જૈહ ડ્ઢૈર્જઙ્ઘિીિ કહે છે. ઉર્ૐં ના ૈંઝ્રડ્ઢ-૧૧ માં એની નોંધ છે.
કારણોઃ
– શારીરિકઃ ઉપવાસ, ઊંઘનો અભાવ, પાણી ઓછું પીવું.
– માનસિકઃ ઢોલનો એકધારો અવાજ ૧૨૦ ડેસિબલથી વધુ, એક જ વર્તુળમાં ફરવું — એનાથી મગજમાં જીીર્િર્ંહૈહ અને ર્ડ્ઢટ્ઠદ્બૈહી વધ-ઘટ થાય.
– સામાજિકઃ ભીડનો પ્રભાવ.
નિષ્ણાતો સ્પષ્ટ કહે છે — આ કોઈ ભૂત, વળગાડ કે નાટક નથી. આ એક સાચી માનસિક અવસ્થા છે. વ્યક્તિ જૂઠું નથી બોલતી, એને ખરેખર લાગે છે કે એનામાં બીજી શક્તિ આવી છે.
૩. શું કરવું?
બે છેડા છે — એક કહે બધા ઢોંગી છે, બીજો કહે બધામાં માતાજી છે. બંને ઉતાવળા નિર્ણયો છે.
જો તમારી સામે કોઈ આવી અવસ્થામાં આવે તો ટોળું ન કરો, હસો પણ નહીં. શાંતિથી બાજુમાં બેસાડો, પાણી આપો, હવા નાખો. ભાનમાં આવે ત્યારે તબિયત પૂછો.
જો આવું વારંવાર થાય, વ્યક્તિ પોતાને ઈજા પહોંચાડે, કલાકો સુધી ભાનમાં ન આવે તો મનોચિકિત્સકનો સંપર્ક કરવો હિતાવહ છે.
નવરાત્રી ભક્તિનો તહેવાર છે — ભાવને સમજીને ઉજવવો એ જ સાચો માર્ગ છે!જયમાતાજી

Related posts

પિતૃસત્તા પર વિપક્ષના નેતાના પ્રશ્ને એક મોટી રાષ્ટ્રીય ચર્ચા જગાવી છે! – કાયદાઓ મહિલા સશક્તિકરણ માટે ઢાલ છે, તો પિતૃસત્તાના મૂળિયા કેમ મજબૂત છે? – શું સંસદ, સરકાર, ન્યાયતંત્ર અને સમાજની ભૂમિકા મહત્વપૂર્ણ છે? 

Master Admin

વિપક્ષની બેવડી નીતિ દેશ માટે ઘાતક છે

Master Admin

From Deals to Dominance: Hem Batra redefines luxury real estate in South Delhi

Reporter1

Leave a Comment

Translate »