Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

રાજ દરબારી કવિવર્ય ગંગનો અસલી ભંડાર!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

કવિ ગંગ (૧૫૩૮-૧૬૨૫) અકબરના દરબારના સૌથી સાચાબોલા કવિ. તેમની ટેક હતી – કવિ ગંગ કહે સુન શાહ અકબર.
તેમનો સૌથી પ્રસિદ્ધ સવૈયો જે લોકજીભે છે એ આખો આમ છેઃ
તારોં કે તેજ મેં ચંદ્ર છિપે નહીં, સૂરજ છિપે નહીં બાદલ છાયો।
ચંચલ નાર કે નૈન છિપે નહીં, પ્રીત છિપે નહીં પીઠ દિખાયો॥
રણ પડે રાજપૂત છિપે નહીં, દાતા છિપે નહીં મંગન આયો।
કવિ ગંગ કહે સુન શાહ અકબર, કર્મ છિપે નહીં ભભૂત લગાયો॥

આમાં છ વસ્તુ ગંગે કહી જે કદી છુપાતી નથી – ચંદ્ર, સૂરજ, નારીના નૈન, પ્રીત, રાજપૂત અને દાતા, અને છેલ્લે કર્મ. ભભૂત લગાવવાથી કર્મ નથી છુપાતું.
આ સવૈયા પછી બીજી ૩૧ પંક્તિઓમાં તેમનું નીતિશાસ્ત્ર છે.
ગદહે કો દિયો રાજ, ગંગા જલ છોડી પીએ છાછ – ગધેડાને રાજ આપો તો પણ સ્વભાવ ના બદલે. કનક કનક તે સૌગુની – સોનું અને ધતુરો બંને નશો કરાવે. સત્ય છુપે નહીં દબાયો, પાપ છુપે નહીં તીરથ નહાયો – સત્ય દબાતું નથી, પાપ તીરથથી નથી ધોવાતું. ચંદન કી ચુટકી ભલી – એક ગુણી હજાર મૂર્ખથી સારો. જાત ન પૂછો સાધુ કી – જ્ઞાન જુઓ, જાત નહીં. બોલી અનમોલ હૈ – તોળીને બોલો. સબસે મિલીએ ધાય – ખબર નહીં કયા વેશમાં નારાયણ મળી જાય. દીન કો આદર દેય – ગરીબનો આદર એ જ દેવની પૂજા. કુટિલ મિત્ર ન કીજીયે – સાપને ગળે લગાવાય નહીં. ક્ષમા બડન કો ચાહિયે – ક્ષમા મોટાનું ભૂષણ. જ્ઞાન હીન નર પશુ સમાન – જ્ઞાન વગર માણસ પશુ. સમય બડો બલવાન – એ જ અર્જુન એ જ બાણ, પણ સમય બદલાતા ભીલો ગોપીઓને લૂંટી ગયા. ઉદ્યમ સે સબ હોત – મહેનતથી બધું. થોડો ખાઓ થોડો સોવો – સંયમમાં સુખ. જૈસી સંગતિ – જેવી સંગત એવું ફળ. દાન દિયે ધન ના ઘટે – નદીનું પાણી કાઢવાથી નદી ના ઘટે. ક્રોધ અગ્નિ સમ – પોતે બળે બીજાને બાળે. મીઠા બોલન સે – મીઠા બોલથી બધા વશ. કર્મ પ્રધાન વિશ્વ – જેવું કરો એવું ભરો. માન ગયે તો જાન ગયો – ઈજ્જત જાય તો બધું જાય. પાણી ગયે ન ઊબરે – મોતી, માણસ, ચૂનાનું પાણી ગયું તો પાછું ના આવે. કર્મ બિના સબ બહતા પાની – કર્મ વગર બધું વહેતું પાણી.

પછીની ૯ પંક્તિ સીધી શાહ અકબરને સંબોધીને – અતિ ન ભલો ના બોલના અતિ ન ભલી ન ચૂપ – મધ્યમ માર્ગ સારો. લોભી કા ધન બાવલી કા નીર – લોભીનું ધન કોઈના કામનું નહીં. નિંદક નિયરે રાખીએ – નિંદા કરનાર સુધારે. ગુણ ના હિરાનો ગુણ ગ્રાહક હીરા પરખે – ગુણીને ગુણી ઓળખે. વિદ્યા ધન અતિ ઉત્તમ – ખર્ચે વધે. બૈર ભલો ના કોઈ સે – વેર ના કરો. સાચો મિત્ર વહી જો સમય પર કામ આય. પર ઉપદેશ કુશલ બહુતે – બીજાને શિખામણ બધા આપે. કાલ કરે સો આજ કર આજ કરે સો અબ – કાલનું કામ આજે કરો!ખેર, અંતિમ પંક્તિમાં – ગંગ કહે સુન શાહ અકબર, હોની હો કે રહે, અનહોની ના હોય – જે થવાનું છે એ થઈને રહેશે! આમ, આ પંકિતઓમાં અચ્છે રાજમાન રાજેશ્વરી કવિવર્ય ગંગે બહૂત ખૂબ અને સુંદર આખું જીવન કહી દીધું!

Related posts

NIF Global Gandhinagar students make history by winning and securing 1st rank for Lakmé Fashion Week 2025. Proud for Gujarat

Reporter1

SUD Life Launches Viksit Bharat and New India Leaders Funds to Play the India Growth Story and Create Wealth for Policyholders

Reporter1

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનની માર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન

Reporter1

Leave a Comment

Translate »