Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGov. of GujaratGujarat

વડાપ્રધાન મોદીએ સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટર ATMP સુવિધાનું ઉદ્‌ઘાટન કર્યું

સાણંદ એ ધરતી જે માટીને પણ સોનું બનાવી દે : વડાપ્રધાન મોદી

આ સેમિકન્ડક્ટર હબ હજારો લોકોને રોજગારી આપશે : AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત-અમેરિકા ભાગીદારી મહત્વપૂર્ણ રહેશે : વડાપ્રધાન

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ સાણંદમાં ભવ્ય રોડ શોમાં હજારો લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ ૨૨ હજાર ૫૧૬ કરોડના ખર્ચે નિર્મિત માઈક્રોન સેમિકન્ડક્ટર ATMP સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીનો આ ગુજરાત પ્રવાસ સેમિકન્ડક્ટર ઉદ્યોગ ક્ષેત્રે હજારો લોકોને રોજગારી આપશે તથા વિશ્વ સ્તરે પણ આ પહેલ ગેમ ચેન્જર સાબિત થશે તેવું નિષ્ણાતોનું માનવું છે.

સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચેની અતૂટ ભાગીદારીનું જીવંત પ્રમાણ છે. વિશ્વના બે સૌથી મોટા લોકતંત્ર દેશો જ્યારે સાથે મળીને કામ કરે છે, ત્યારે તે વૈશ્વિક પરિવર્તનનું કારણ બને છે. ખાસ કરીને છૈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને સેમિકન્ડક્ટર ચિપ નિર્માણના ક્ષેત્રમાં ભારત અને અમેરિકાની ભાગીદારી આગામી સમયમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. છૈં સમિટમાં પણ આ બંને દેશોના સહિયારા પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત સૂચવે છે.

સાણંદ પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક થઈને કહ્યું કે, “સાણંદ એ એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે.” તેમણે ઉમેર્યું કે, સાણંદ તેમનું કાર્યક્ષેત્ર રહ્યું છે અને તેમણે આ વિસ્તારને પોતાની નજર સામે બદલાતા જોયો છે. એક જમાનામાં જે નાનો ગણાતો એરિયા હતો, તે આજે વિકાસની હરણફાળ ભરીને એક મોટા આધુનિક શહેર બનવા તરફ વળ્યો છે. આ વિસ્તારનો વિકાસ એ ગુજરાતની પ્રગતિનું પ્રતીક છે.

સાણંદના ઓટોમોબાઈલ હબ બનવા પાછળની રોચક વાત વહેંચતા વડાપ્રધાને જણાવ્યું કે, આ પ્રગતિની શરૂઆત માત્ર એક રૂપિયાના મેસેજથી થઈ હતી. તેમણે રતન તાતાને સ્વાગતમ્‌નો મેસેજ મોકલીને ગુજરાતમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. એક ગુજ્જૂ શું કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ એક રૂપિયાના રોકાણે સાણંદનું ચિત્ર બદલી નાખ્યું અને ટૂંક સમયમાં જ મોટી ઓટોમોબાઈલ કંપનીઓ અહીં આવતા સાણંદ દેશનું મોટું ઓટોમોબાઈલ હબ બની ગયું.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, સાણંદમાં મોટી કંપનીઓ આવવાને કારણે માત્ર સ્થાનિક ઉદ્યોગો મજબૂત નથી બન્યા, પરંતુ લાખો યુવાનોને રોજગારી પણ મળી છે. આજે સાણંદે વિશ્વના નકશા પર પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, જે રીતે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સાણંદે કાઠું કાઢ્યું છે, તેવી જ રીતે આગામી સમયમાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં પણ સાણંદ સફળતાનો નવો અધ્યાય લખશે અને દેશના આધુનિકીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

ગુજરાત સરકારની દીઘર્દ્રષ્ટિની પ્રશંસા કરતા PM મોદીએ કહ્યું કે, રાજ્ય સરકારે પણ ગુજરાતમાં જે સેમિકન્ડક્ટર નીતિ બનાવી છે, તેના પરિણામો હવે જમીન પર દેખાઈ રહ્યા છે. લેન્ડ એલોટમેન્ટ (જમીન ફાળવણી)થી લઈને તમામ વહીવટી પ્રક્રિયાઓ એટલી સરળ અને પારદર્શક બની છે કે વૈશ્વિક રોકાણકારોનો ભારત પરનો ભરોસો અનેકગણો વધ્યો છે. સાણંદ અને ધોલેરા હવે પશ્ચિમ ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ઝડપથી વિકસિત થઈ રહ્યા છે, જે દેશની આર્થિક પ્રગતિમાં એન્જિન સમાન સાબિત થશે.

વડાપ્રધાને જણાવ્યું કે, માઈક્રોન કંપનીના ડી-રેમ (ડ્ઢઇછસ્) અને નેટ સોલ્યુશન્સ આજે દુનિયાભરના ડેટા સેન્ટર, છૈં એપ્લિકેશન્સ, મોબાઈલ ડિવાઇસ અને એડવાન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમને ઊર્જા પૂરી પાડે છે. અત્યાર સુધી જે ટેકનોલોજી માટે આપણે વિદેશ પર નિર્ભર હતા, તે હવે સાણંદની ધરતી પર બનશે. આ સફળતાની દુનિયાને પીએમ મોદીએ સમગ્ર વિશ્વમાં એક સ્પષ્ટ સંદેશ પહોંચાડી દીધો છે કે, ઈન્ડિયા ઈઝ કેપેબલ, ઈન્ડિયા ઈઝ કોમ્પિટિટિવ અને ઈન્ડિયા ઈઝ કમિટેડ. ભારત હવે માત્ર ગ્રાહક નથી, પણ વૈશ્વિક સપ્લાય ચેઈનનો એક મજબૂત હિસ્સો બની રહ્યું છે.

વધુમાં મોદીએ જણાવ્યું કે, સેમિકન્ડક્ટર સેક્ટરમાં જરૂરી એવા ઇનપુટ્‌સ, જેવા કે કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો પહેલેથી જ ગુજરાતમાં મજબૂત રીતે સ્થપાયેલા છે, જે આ નવા ઉદ્યોગને મોટું પીઠબળ પૂરું પાડે છે. આ ઉપરાંત, રાજ્યમાં કાર્યરત સ્કિલ સેન્ટર્સ અને ટ્રેનિંગ સેન્ટર્સ સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે પ્રગતિશીલ લોકોને તૈયાર કરી રહ્યા છે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, આ પરિવર્તન ભારતના યુવાનો માટે અવસરોનો એક નવો ગેટ ખોલી રહ્યું છે, જે તેમને વૈશ્વિક કક્ષાની રોજગારી અને નવીનતા તરફ દોરી જશે.

અંતમાં, દેશ-વિદેશના ભાગીદારો અને રોકાણકારોને ખાતરી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારો તમારી સાથે ખભેખભા મિલાવીને ઊભી છે.” તેમણે આ સમયગાળાને ભારતની પ્રગતિનો ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો હતો. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી પેઢીઓ ગૌરવ સાથે કહેશે કે આ એ દાયકો હતો જેમાં ભારતે વિકાસની ઐતિહાસિક છલાંગ લગાવીને વિકસિત રાષ્ટ્ર બનવા તરફ મજબૂત ડગલું માંડ્યું હતું.

માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા સાણંદમાં રૂ.૨૨,૫૧૬ કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું છે, જે ભારતીય ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે તેવું માનવામાં આવે છે. આ પ્લાન્ટમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ (જીજીડ્ઢ) જેવા સ્ટોરેજ ઉપકરણો તેમજ ડ્ઢઇછસ્ અને દ્ગછદ્ગડ્ઢ પ્રકારના મેમરી ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. હાલમાં આ પ્લાન્ટમાં ૨૦૦૦ લોકોની ટીમ કાર્યરત છે, જે આગામી સમયમાં વધીને ૫૦૦૦ થશે. નોંધનીય છે કે, આ ટીમમાં દિવ્યાંગ નાગરિકોને પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે રોજગારી આપીને સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્લાન્ટમાં થતી કામગીરી ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત જટિલ અને મહત્વપૂર્ણ છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની પ્રક્રિયા રેતીમાંથી શુદ્ધ સિલિકોન અલગ કરવાથી શરૂ થાય છે, જેને ઓગાળીને સિલિન્ડર (ઇનગોટ) બનાવાય છે અને ત્યારબાદ તેના બારીક ટુકડા કરીને ’વેફર્સ’ તૈયાર કરવામાં આવે છે. ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ફોટોલિથોગ્રાફી દ્વારા ઇલેક્ટ્રિક પેટર્ન અને ટ્રાન્ઝિસ્ટર્સ કંડારીને મેમરી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ વેફર્સ સાણંદના છ્‌સ્ઁ પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં તેની એસેમ્બલી, સ્પીડ અને મેમરીનું સચોટ ટેસ્ટિંગ, માર્કિંગ અને અંતે પેકેજિંગ કરવામાં આવે છે. માઇક્રોનના ઝ્રર્ઈં સંજય મેહરોત્રાના જણાવ્યા અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) ના યુગમાં ડેટા પ્રોસેસિંગ માટે અદ્યતન મેમરી અને સ્ટોરેજ અનિવાર્ય છે. સાણંદમાં બનતી આ ચિપ્સ વૈશ્વિક સ્તરે છૈં ટેક્નોલોજીની માગ પૂરી કરવામાં મદદરૂપ થશે.

Related posts

Thums Up’s Olympics Campaign Demonstrates the Power of a ‘thumbs up’ Gesture

Reporter1

Rajhans Group Celebrates Milestone at Rajhans Evana as Sachin Tendulkar Honours First 10 Owners and Channel Partners

Reporter1

Real Estate and Offshore Betting Ads Dominate ASCI’s Half-Yearly Complaints Report 2024-25

Reporter1

Leave a Comment

Translate »