Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

શેર બજારમાં કડાકો : રોકાણકારોના ૧૦ લાખ કરોડ સ્વાહા થઈ ગયા

સેન્સેક્સ ૧૪૭૦ પોઈન્ટ તો નિફ્ટીમાં ૪૮૮ પોઈન્ટનો ઘટાડો

વૈશ્વિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીને કારણે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે મુખ્ય સૂચકાંકો પર ભારે દબાણ રહ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૩ માર્ચ ૨૦૨૬ — ઈરાન યુદ્ધના કારણે વધતા ભૂ-રાજનૈતિક તણાવની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે તેમજ સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને સવારથી જ દલાલ સ્ટ્રીટ પર વેચવાલીનું દબાણ થતાં રેડ ઝોનમાં જોવા મળ્યું હતું. આ તીવ્ર ઘટાડાને કારણે માત્ર ગણતરીના કલાકોમાં જ રોકાણકારોના અંદાજે ૧૦ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા.

સપ્તાહના અંતિમ દિવસે મ્જીઈ સેન્સેક્સ ૧૪૭૦.૫૦ પોઈન્ટ ગગડીને ૭૪,૫૬૩ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ પણ ૪૮૮.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩,૧૫૧.૧૦ ના સ્તર પર આવીને સ્થિર થયો હતો. વૈશ્વિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીને કારણે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે મુખ્ય સૂચકાંકો પર ભારે દબાણ રહ્યું હતું. મ્જીઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયા ઘટી ગયું હતું. બજારમાં ઘટાડાના મુખ્ય ચાર કારણો છે, જે નીચે મુજબ છે.

ઈરાન દ્વારા બે ઓઇલ ટેન્કરો પર હુમલા બાદ ક્રૂડ ઓઇલના સપ્લાય અંગે ચિંતા વધી ગઈ છે, ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાય ખોરવાઈ જવાનો ડર છે. આ જ કારણે ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી અને આજે શુક્રવારે પણ તે ૧૦૦.૫ ડોલરની આસપાસ રહી હતી. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી તેલના ભાવ વધવાથી આયાત બિલ, મોંઘવારી અને કંપનીઓના ખર્ચમાં વધારો થાય છે. જેની સીધી અસર શેર બજાર પર પડી રહી છે.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વિશ્વભરના શેરબજારો દબાણમાં છે. એશિયામાં KOSPI, Nikkei ૨૨૫, SSE Composite Index અને Hang Seng Index ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકામાં પણ બજાર નબળું રહ્યું હતું. Dow Jones ૭૦૦થી વધુ પોઈન્ટ ગબડીને આ વર્ષે પ્રથમ વખત ૪૭,૦૦૦ની નીચે બંધ થયો હતો. આ સિવાય S&P ૫૦૦ અને Nasdaq Compositeમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.

સ્થાનિક બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈૈંં)ની વેચવાલી ચાલુ છે. એક્સચેન્જના આંકડા મુજબ, ગુરુવારે હ્લૈૈંંએ અંદાજે ૭,૦૪૯.૮૭ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો ૩૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના શેર વેચવાલી કરી ચૂક્યા છે.

શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે વધુ નબળો પડ્યો હતો. રૂપિયો ૧૨ પૈસા ઘટીને ૯૨.૩૭ ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ૯૨.૩૩ પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન ૯૨.૩૭ સુધી ઘટી ગયો હતો.

૧. કાચા તેલના વધતા ભાવથી બજારમાં ઘટાડો : વૈશ્વિક સ્તરે કાચા તેલ (ઝ્રિેઙ્ઘીર્ ૈંઙ્મ) ની કિંમતોમાં આવેલી તેજીએ શેરબજાર પર દબાણ વધાર્યું છે. વાસ્તવમાં, ઈરાન દ્વારા બે ઓઈલ ટેન્કરો પર હુમલાના સમાચાર બાદ હોર્મુઝ સ્ટ્રેટ (જીંટ્ઠિૈંર્ ક ર્ૐદ્બિેડ) ના માર્ગે તેલનો પુરવઠો ખોરવાવાની આશંકા વધી ગઈ છે. આ જ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત અંદાજે ૧૦૦ ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર હોવાથી, મિડલ ઈસ્ટની આ સ્થિતિએ બજારમાં અનિશ્ચિતતા પેદા કરી છે.

૨. વૈશ્વિક સ્તરે નબળા સંકેતો : ઈરાન-ઈઝરાયેલ વિવાદની અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી રહી છે. એશિયાના અન્ય બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કેઈ ૨૨૫, ચીનનો જીજીઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. આ સાથે જ અમેરિકન બજારમાં પણ દબાણ જોવા મળ્યું હતું. એકંદરે વૈશ્વિક સ્તરે મળેલા નેગેટિવ સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં કડાકો બોલાયો છે.

૩. વિદેશી રોકાણકારોની વેચવાલી : ભારતીય બજારમાં ઘટાડાનું એક મોટું કારણ વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી સતત વેચવાલી પણ છે. એક્સચેન્જના આંકડા મુજબ, ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (હ્લૈૈંં) અંદાજે ૭,૦૪૯.૮૭ કરોડ રૂપિયાના શેર વેચી દીધા હતા. એટલું જ નહીં, માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો કુલ મળીને ૩૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની વેચવાલી કરી ચૂક્યા છે. આ મોટા પાયે થયેલી નિકાસની અસર બજારની ચાલ પર સ્પષ્ટ દેખાઈ રહી છે.

૪. ડોલર સામે રૂપિયો નબળો પડ્યો : કરન્સી માર્કેટમાં રૂપિયા પર દબાણ સાફ જોવા મળી રહ્યું છે.
શુક્રવારે ભારતીય ચલણ ૧૨ પૈસા ગગડીને ડોલર સામે ૯૨.૩૭ ના સ્તરે પહોંચી ગયું હતું, જે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરો પૈકીનું એક છે. નિષ્ણાતોના મતે કાચા તેલના ઉંચા ભાવ અને વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયો દબાણમાં છે. જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે આયાત મોંઘી થાય છે, જેનાથી મોંઘવારી વધવાની આશંકા પણ તેજ બને છે.

Related posts

HERO MOTOCORP DIVERSIFIES INTO ELECTRIC THREE-WHEELER CATEGORY   ACQUIRES SIGNIFICANT STAKE IN EULER MOTORS  

Reporter1

Hydration, Refreshment, and Connection—Coca-Cola India’s Signature at Maha Kumbh 2025

Reporter1

લિનોવો CIO પ્લેબુક 2026 : ભારતમાં 99% એન્ટરપ્રાઇઝ AIમાં રોકાણ વધારશે, બજેટમાં 19% વૃદ્ધિની શક્યતા

Master Admin

Leave a Comment

Translate »