“અનંતનો નિર્મલાનંદ-૭૭”
ભાગ : બીજો
અનંત દવે ‘ઢ ’ (અમદાવાદ)
email : msoph@rediffmail.com
=====================
હવે… આગળ આપને માંડી ને વાત કરું…
સાહેબ… જુન ની ત્રીસમી તારીખ થી થોડું વધારે ચાલે તેવું.. ચાર મહિનાનું કરિયાણું જેના ઘરમાં ભર્યું હોય…!!!
એ બે મહિનામાં… આણે.. સફાચટ કરી નાખ્યું..!!??
તમે જ કહો… કોઇ ને આ વાત ગળે ઉતરે …???
પણ… હું તો…ત્યારે જ… સુતા સુતા ઇસી ઘડીએ.. માર્ચ-એપ્રિલ બે મહિના યાદ કરીને… સમજી જ ગયો હતો… કે આટલું બધું કરિયાણું સફાચટ કેમ થઈ ગયું…!!???
આ બાબત પર જ મારે… વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી..અને એમના કેબિનેટ મંત્રીમંડળ સાથે વાંધો પડ્યો છે…!!!
ઘરવાળી એ… તો… માથે હાથ ફેરવતા ફેરવતા ઘડ દઇને કહી દીધું…!!!
પણ… ભઇલા…. બીજા કરિયાણા માટે પૈસા તો મારે જ ભેગા કરવાના…ને…???
હજુ આગલા ની વ્યવસ્થા કરવામાંથી કળ વળી નથી… અને આ બીજો ઘા…!!!
એક બાજુ…
એને… અમેરિકા અને ઇરાન યુદ્ધ પછી બધાની ચડવણી થી… અનાજ કરિયાણું તેલ ની અછત ઉભી થશે…એ એન મનમાં ઘર કરી ગયું… અને જથ્થામાં કરિયાણું મારી પાસે ખરીદાવડાવ્યું….!!!
અને…બીજી બાજુ…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી..અને એમના કેબિનેટ મંત્રીમંડળે… અનાજ કરિયાણું કે તેલ પાણી ની દેશમાં અછત ઉભી થવાની જ નથી…!!
એવું જાહેરસભા માં…કે… પત્રકાર પરિષદ ભરીને…કે… ટીવી પર વિરોધપક્ષ સાથે થતી ચર્ચાઓ માં વારંવાર કહેતા રહ્યા…
રોજ સાંભળી સાંભળી ને.. એ વાત… માત્ર એક અઠવાડિઆ માં જ મારી ધર્મપત્ની ને ગળે ઉતરી ગઇ… પાછી બોલતી ફરે… કે… ના ભઈ… દુનિયા ના બીજા દેશમાં ભલે તંગી પડે… પણ… આપણો દેશ તો…. સદ્ધર છે….!! ભલે યુદ્ધ ચાલે… પણ… કોઇ વસ્તુ ની તંગી પડવાની નથી…!!!
ટુંકમાં… એનુ ’હૃદય પરિવર્તન’ થઈ ગયું…!!!
પણ…
હવે…એને આટલું બધું કરિયાણું ઘરમાં ભરાયેલું આડુ આવવા મંડ્યું…!!!
હાથમાં ચળ ઉપડી…!!!
બસ… એ છઠ્ઠી માર્ચ થી જ… આ લીધેલ કરિયાણું ખાલી કરવા…
એણે…તો.. વિવિધ રસોઇ સવાર સાંજ બનાવવાનું ચાલુ કર્યું…બોલો…!!!
રોજ રસોઈ શો માં નવું જોતી જાય…ગુગલ પર રોજ નવી નવી વેરાયટી શોધી કાઢે… અને.. નવા પ્રયોગો કરી… અમારા પર થોપતી જાય…!!!
આપણે કાંઇ બોલીએ…તો… તરત જ જવાબ આપી દે…કે..
“થોડા દિવસ થશે તો આ બધું કરિયાણું બગડી જશે..!!!”
પાછું…કોઇ આઇટમ બનાવવા માં કાંઇ ખુટતું કરતું હોય… તો.. પૌત્રને હડી કાઢતો દોડાવી ને.. ઇ વસ્તુ તરત જ મંગાવી તો લે…જ..!!!
સાહેબ… અમારે ત્યાં તો.. બે બે દિવસે.. પનીર ચીઝ ની આઈટમો બનતી થઈ ગઈ…લો..!!!
તમે…મને જ કહો… તમે ક્યાંય આવું સાંભળ્યું છે..!!!
આપણે કાંઇક જરાય એને અવરોધ કરીએ… તો.. કહી દેશે…!!!
“છોકરાઓને અને વહુઓ ને થોડો ચેન્જ રેહશે…!!!”
એણે…તો.. આ બે મહિનામાં ચાર મહિના માટે લીધેલ કરિયાણું ખાલી કરવાનો પ્રણ લીધો હોય તેમ..
“સાહેબ… તમે નહીં માનો… એ વચમાં વચમાં દિવસ માં તો ત્રણ ત્રણ વાર રાંધે.. બોલો..!!!”
આપણે ગુસ્સો કરીએ… તો ઠાવકી થઈ આપણને સમજાવે..
’કે… આ.. તો… ઉનાળા નો દિવસ લાંબો હોય… એટલે.. છોકરાઓ ને ભૂખ થોડી વધારે લાગે…!!! તમે ચિંતા ના કરો…!!!”
તમને કહ્યું ને કે… મોદી સાહેબે.. છાતી ઠોકી ને કહ્યું છે.. કે… ચિંતા ના કરશો… તમ તમારે જલસા કરો…
પાછું… રસોઈ માં કોઇ વેરાયટી બનાવે કે વધે કરે.. તો.. સોસાયટીમાં વાડકી વહેવાર કરી… રાત પડતા પહેલા… સગે વગે કરી.. ખાલી વાસણો ખારે ધોવામાં જતા જ રહે…!!!
આ ધમાલ માં… એક બીજી વાત તો તમને બધા ને કહેવાની રહી જ ગઈ..!!!
યુદ્ધ ની શરુઆતમાં પેટ્રોલ ડિઝલ બજારમાંથી અદ્રશ્ય થઈ જશે ની અફવા વખતે…
મેં એને બહુ ના પાડી..કે.. સરકાર ટીવી પર સતત કહેતી રહી કે..આ અફવા છે… દેશમાં પેટ્રોલ ડિઝલ નો પુરતો સ્ટોક છે..
પણ…
આપણું માને કોણ…???
દિકરા ને..તાત્કાલિક દોડાવી.. બિચારા ને ૫ કલાક લાઇનમાં ઉભો રખાવી… પેટ્રોલ ભરાવ્યું…!!! એ..તો..ઠીક …
પણ…
મળતું હોય એટલે… દર વખતે.. ૩૦૦ થી ૫૦૦ ઉપર છેલ્લા વર્ષો થી પેટ્રોલ ભરાવ્યું નથી… એ ગાડીમાં આજે ૩૦ લીટર પેટ્રોલ ભરાવી ફુલ ટાંકી… ધરાહાર કરાવી….બોલો…!!!
બે દિવસ માં એ વાત અફવા સહિત થઈ…એટલે ઇ પાછી ઠરી ગઈ…!!!
હવે ફુલ ટાંકી કરેલું પેટ્રોલ વાપરવું તો પડે..જ ને…!!!???
મંડી ગામમાં બધા સગા વહાલા અને એની બહેનપણીઓ ને ત્યા આંટા મારવા…!!!
શાક માર્કેટ બાજુમાં જ છે…રોજ ચાલી ને જાય છે… પણ આ પેટ્રોલ ખાલી કરવાની લાયમાં ગાડી લઈ ને શાક લેવા જતી થઈ ગઈ.. બોલો..!!
આટલો બધો બજેટ બહારનો ખર્ચો થયો છતાં.. હું બધું ભૂલી… પૈસાની વ્યવસ્થા કરી.. ગઇકાલે એને લઈ મોલમાં કરિયાણું ખરીદવા ગયા…
છતાં માથામાં ઘા થાય એવું વાક્ય બોલી…!!!
મને કે.. “સાંભળો છો… થોડું કરિયાણું વધારે લઇશું….હોં..!!!”
મેં કીધું… “હવે… શા માટે.. ???”
એ બોલી.. “હજુ યુદ્ધ ક્યાં બંધ થયું છે…??”


3 comments
https://shorturl.fm/cH6dl
https://shorturl.fm/XK0iX
https://shorturl.fm/sQMjV