Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

IPL 2026ની શરૂઆત પહેલા CSK વિરુદ્ધ કેસ નોંધાયો

CSK વિરુદ્ધ કોપીરાઈટનો આરોપ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૪ માર્ચ ૨૦૨૬ — IPL 2026ની શરૂઆત પહેલા પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) કાનૂની વિવાદોમાં ફસાઈ ગઈ છે. સન ટીવી નેટવર્ક લિમિટેડે મદ્રાસ હાઈકોર્ટમાં CSK વિરુદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. ફ્રેન્ચાઇઝ પર આરોપ છે કે તેણે જેલર, જેલર ૨ અને કૂલી જેવી ફિલ્મોના ગીતો, સંવાદો અને બેકગ્રાઉન્ડ મ્યુઝીકનો ગેરકાયદેસર રીતે સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવા માટે ઉપયોગ કર્યો છે.

૧ માર્ચ, ૨૦૨૬ના રોજ CSKએ તેની નવી જર્સી લોન્ચ કરવા માટે એક વિડિઓ પોસ્ટ કર્યો હતો, જેમાં રજનીકાંતની ફિલ્મોના ઓડિયો ટ્રેક હતા – ખાસ કરીને ટીમ કેમ્પમાં એમએસ ધોનીની એન્ટ્રીના દ્રશ્યો. તેની ફરિયાદમાં સન ટીવી નેટવર્કે જણાવ્યું હતું કે CSKએ દક્ષિણ ભારતમાં રજનીકાંત અને અનિરુદ્ધ રવિચંદરના સંગીતની અપાર લોકપ્રિયતાનો ઉપયોગ કરીને તેમની ૨,૩૯૯ની જર્સી અને અન્ય માલનું વેચાણ વધારવા માટે તેમના કોપીરાઈટનો ઉપયોગ કર્યો હતો.

જો કે, ૧ માર્ચે ઇમેઇલ મળતાં CSKએ વિવાદાસ્પદ વીડિયો હટાવ્યો અને ત્યારબાદ તેનું સુધારેલી પોસ્ટ ફરીથી કરી. તેમ છતાં વાદીએ હાઇકોર્ટમાં અરજી કરી છે કે ભવિષ્યમાં CSKને આવા કન્ટેન્ટનો ઉપયોગ કરવાથી રોકવા માટે મનાઈ હુકમ જારી કરવામાં આવે અને આ પ્રમોશનલ પ્રવૃત્તિથી થતી કોઈપણ વ્યાપારી આવકની વિગતો જાહેર કરવા માટે ફરજ પાડવામાં આવે. જેના પગલે અન્ય IPL ફ્રેન્ચાઇઝીઓને પણ તેમની કન્ટેન્ટ ટીમોને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ માટે ઓડિયો ટ્રેક પસંદ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે.

IPL 2026નો ઉત્સાહ ૨૮ માર્ચે શરૂ થવાનો છે, જેમાં ક્રિકેટ ચાહકોની નજર ફરી એકવાર પાંચ વખતના ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પર ટકેલી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ૩૦ માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે.
આ મેચ સિઝનની સૌથી રસપ્રદ ટક્કરોમાંની એક હોવાની અપેક્ષા છે.

જર્સી લોન્ચને લગતા તાજેતરના કાનૂની વિવાદ વચ્ચે ટીમ હવે તેનું સંપૂર્ણ ધ્યાન મેદાન પર પ્રદર્શન અને તેની જીતની લય પાછી મેળવવા પર કેન્દ્રિત કરશે.

Related posts

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

Master Admin

WPL ની ફાઈનલ જીતતા જ માલામાલ થઈ ગઈ RCB

Master Admin

ફરી ક્રિકેટના મેદાન પર જોવા મળશે ભારત-પાકિસ્તાનની વચ્ચે ટક્કર

Master Admin

Leave a Comment

Translate »