Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ચેન્નઈનો સ્ટાર ખેલાડી ધોની શરૂઆતની મેચોમાં જોવા મળશે નહીં

ઈજાના કારણે ધોનીને બે સપ્તાહનો આરામ

ધોની અત્યારે કાફ સ્ટ્રેઈનની સમસ્યાથી પીડાઈ રહ્યો છે, ડૉક્ટર્સે ધોનીને બે સપ્તાહ સુધી આરામની સલાહ આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૮ માર્ચ ૨૦૨૬ — ટી૨૦ વર્લ્ડકપ બાદ હવે ભારતના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી આઈપીએલ ૨૦૨૬ની રાહ જોઈ રહ્યા છે. આજે આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ રમાવવાની છે. જોકે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોની ચિંતા વધી છે. ચેન્નઈનો સ્ટાર ખેલાડી ધોની શરૂઆતની મેચોમાં જોવા મળશે નહીં. ૨૮ માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે ધોની અત્યારે ’કાફ સ્ટ્રેઈન’ની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ડૉક્ટર્સે ધોનીને બે સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી છે. જેના કારણે તે પ્રથમ બે સપ્તાહમાં મેચમાં જોવા મળશે નહીં.

૧૪ દિવસમાં ધોની કેટલી મેચ ગુમાવશે?

૩૦ માર્ચઃ ચેન્નઈ સુપર કિંગ્સ ફજી રાજસ્થાન રોયલ્સ (ગુવાહાટી) – આ ટીમની પહેલી મેચ છે. ૩ એપ્રિલઃ ચેન્નઈ સુપર કિંગ્સ ફજી પંજાબ કિંગ્સ (ચેન્નાઈ) – હોમ ગ્રાઉન્ડ પરની મેચ.

૫ એપ્રિલઃ ચેન્નઈ સુપર કિંગ્સ ફજી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (બેંગલુરુ) – ફેન્સ માટે આ સૌથી હાઈ-વોલ્ટેજ ડ્રામા મેચ છે.
અત્યારની સ્થિતિ મુજબ, એમએસ ધોની ૧૧ એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મેદાનમાં પરત ફરી શકે તેવી શક્યતા છે. ધોનીની ગેરહાજરીમાં હવે વિકેટ પાછળ ગ્લવ્સ કોણ પહેરશે અને મિડલ ઓર્ડરમાં ફિનિશરની ભૂમિકા કોણ ભજવશે, તે સીએસકે માટે મોટો સવાલ છે.

Related posts

અમેરિકામાં વર્લ્ડ કપ ફૂટબોલમાં ભાગ લેવા ઇરાનને ટ્રમ્પની મંજૂરીઃ ફિફાનો દાવો

Master Admin

સિસિલિયન પ્રીમિયર લીગ 2026 નો ભવ્ય રીતે સમાપન

Master Admin

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કશ્યપ પ્રજાપતિ વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા

Master Admin

1 comment

Leave a Comment

Translate »