Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો

રેપો રેટ ૫.૨૫% પર યથાવત્‌ રાખવાનો નિર્ણય

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રથમ બેઠકમાં રેપો રેટ ૫.૨૫% પર યથાવત્‌ રાખવાનો અને પોલિસીનું વલણ Neutral રાખવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૮ એપ્રિલ ૨૦૨૬ — ભારતીય રિઝર્વ બૅંક(RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી(MPC)એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રથમ બેઠકમાં રેપો રેટ ૫.૨૫% પર યથાવત્‌ રાખવાનો અને પોલિસીનું વલણ Neutral રાખવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે તમારી હોમ લોન અથવા કાર લોન EMI યથાવત રહેશે, ન તો વધશે કે ન તો ઘટશે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને હવે બે અઠવાડિયા માટે અટકાવી દેવાયાનો અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન દ્વારા નિર્ણય લેવાયો છે. ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ કડાકો બોલાઈ ગયો છે. શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે. આ દરમિયાન હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે કાયમી શાંતિ માટે શરતો પર મંત્રણા શરૂ થવાની છે તેને અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ વેઇટ ઍન્ડ વોચ(થોભો અને રાહ જુઓ)ની નીતિ અપનાવી છે. આ નિર્ણયની સીધી અસર હેઠળ, તમારા હોમ લોન કે કાર લોનના EMI હાલમાં વધશે નહીં અને બજારમાં વ્યાજ દરો સ્થિર રહેશે.

રિઝર્વ બૅંકના ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટને ૫.૨૫ ટકા પર યથાવત્‌ રાખવામાં આવ્યો છે. ઈરાન સંકટને કારણે ઊભી થયેલી મોંઘવારી ફરી એકવાર આર્થિક જોખમ ઊભું કરી રહી છે, જેના કારણે વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે આર્થિક સ્થિરતા અને વિકાસ દર જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રેપો રેટ એ મુખ્ય બેન્ચમાર્ક છે જેના આધારે તમામ બૅંકો લોન પરના વ્યાજદર નક્કી કરે છે.

ગવર્નર સંજય મલ્હોત્રાએ MPC બેઠકના પરિણામો જાહેર કરતી વખતે વધુમાં જણાવ્યું હતું કે સમિતિએ ન્યૂટ્રલ વલણ જાળવી રાખ્યું છે. રેપો રેટ યથાવત રહ્યો છે, જેમાં SDF ૫% અને MSF ૫.૫૦% છે. વધુમાં નાણાકીય વર્ષ ૨૭ માટે વાસ્તવિક GDP વૃદ્ધિ ૬.૯% રહેવાનો અંદાજ છે. RBI એ ફેબ્રુઆરી ૨૦૨૫થી દરોમાં કુલ ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ૨૦૧૯ પછી આ પહેલી વાર છે જ્યારે રિઝર્વ બેંકે આટલી ઝડપથી દરોમાં ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬ માં યોજાયેલી અગાઉની બેઠકમાં રિઝર્વ બેંકે અગાઉના ઘટાડાના મૂલ્યાંકનને મંજૂરી આપવા માટે દર સ્થિર રાખ્યા હતા. અગાઉ ડિસેમ્બર ૨૦૨૫ માં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. RBIને આશા છે કે નાણાકીય વર્ષ ૨૭માં આર્થિક ગતિવિધિઓ મજબૂત રહેવાની અપેક્ષા છે. કેન્દ્રીય બેન્કે Q1FY27 માટે GDP વૃદ્ધિનો અંદાજ ૬.૭% થી વધારીને ૬.૯% અને Q2FY27 માટે ૬.૮% થી ૭% કર્યો. ફેબ્રુઆરીની નીતિમાં MPC એ Q1FY27 માટે ફુગાવાનો અંદાજ પણ ૪.૦% અને Q2FY27 માટે ૪.૨% કર્યો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ એમ પણ જણાવ્યું હતું કે ભારત ગ્રીનફિલ્ડ FDI પ્રોજેક્ટ્‌સ માટે એક આકર્ષક સ્થળ છે.

બેન્કો રેપો રેટના આધારે તેમના લેન્ડિંગ રેટ નક્કી કર્યા છે. જો બેન્કોને RBI તરફથી સસ્તું ભંડોળ મળે છે, તો તેઓ તેમની ફ્લોટિંગ-રેટ લોન પર વ્યાજ દર પણ ઘટાડે છે. જો તમારી લોન ફ્લોટિંગ-રેટ અથવા રેપો-લિંક્ડ હોય તો બેન્કો વ્યાજ દર ઘટાડે છે, જેનાથી તમારી ઈએમઆઈ ઘટી જાય છે અથવા લોનની મુદત ઘટી શકે છે. જો કે, જ્યારે રેપો રેટ વધે છે ત્યારે બેન્કો માટે ઉધાર વધુ ખર્ચાળ બને છે અને આ બોજ ગ્રાહકો પર નાખવામાં આવે છે. આ લોન પર ઈસ્ૈં પણ વધારે છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ રેપો રેટમાં ઘટાડો થવાના સંકેત આપ્યા હતા, પરંતુ ગવર્નરના આ નિર્ણયથી દેશના કરોડો લોનધારકો અને ઘર ખરીદનારાઓને નિરાશા સાંપડી છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હોમ લોન અને ઓટો લોનની ઈસ્ૈંમાં પણ કોઈ ઘટાડો થશે નહીં અને તે પહેલાની જેમ જ યથાવત્‌ રહેશે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના ખિસ્સા પરનો બોજ હળવો થવાની આશા હાલ પૂરતી ઠગારી નીવડી છે.

Related posts

ઓઇલ-ગેસનો ૭૦% પુરવઠો બીજા રૂટથી ભારત પહોંચી રહ્યો છે

Master Admin

ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો રાહુલ ગાંધીએ ઉઠાવતા સંસદમાં હોબાળો

Master Admin

પાકિસ્તાનમાં આતંકીઓનો ખાતમો, એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

Master Admin

Leave a Comment

Translate »