Courtesy: https://www.chittorgarh.com/
Review By Dilip Davda on May, 2026
• કંપની ક્લાઉડ કિચન અને ટેકઅવે સર્વિસ બિઝનેસમાં કાર્યરત છે.
• તે સેન્ટ્રલ અને નોર્થ રીજન એટલે કે મધ્ય અને ઉત્તર પ્રદેશ કેન્દ્રિત પ્લેયર છે.
• કંપનીએ અહેવાલ કરેલા સમયગાળા માટે તેની ટોપ અને બોટમ લાઇનમાં વૃદ્ધિ નોંધાવી છે.
• નાણાકીય વર્ષ ૨૪ થી વધેલી બોટમ લાઇન આશ્ચર્ય પેદા કરે છે અને તેની ટકાઉપણું અંગે ચિંતા ઊભી કરે છે કારણ કે તે અત્યંત સ્પર્ધાત્મક સેગમેન્ટમાં કામ કરી રહી છે.
• તેની તાજેતરની કમાણીના આધારે, જોકે ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો દેખાય છે, તેમ છતાં એકંદર પરિમાણો પર તે આક્રમક કિંમતનો છે.
• મર્ચન્ટ બેન્કરનો ટ્રેક રેકોર્ડ નબળો છે.
• માત્ર માહિતગાર/સરપ્લસ રોકડ ધરાવતા/જોખમ લેનારા રોકાણકારો મધ્યમ ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.
કંપની વિશેઃ
વેગોરામા પંજાબી અંગીઠી લિમિટેડ શરૂઆતમાં ક્લાઉડ કિચન અને ટેકઅવે સર્વિસ પ્રોવાઇડર તરીકે કાર્યરત હતી, જે ગ્રાહકોના ઘરે સીધા જ ઉચ્ચ ગુણવત્તાવાળા શાકાહારી ઉત્તર ભારતીય અને અન્ય પ્રચલિત વાનગીઓ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. વર્ષ ૨૦૨૦ સુધીમાં, કંપનીએ ક્લાઉડ કિચન સેગમેન્ટમાં અગ્રણી પ્લેયર્સમાંના એક તરીકે પોતાને સ્થાપિત કરી લીધી હતી અને બહુવિધ આઉટલેટ્સમાં હજારો ઓર્ડર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. વર્ષ ૨૦૨૧ માં, તેણે કોર્પોરેટ્સ તરફથી બલ્ક ઓર્ડર્સને લક્ષ્ય બનાવીને “કોર્પોરેટ થાળી સેવાઓ” નો સમાવેશ કરીને કામગીરીનો વિસ્તાર કર્યો. આ તેની સંસ્થાકીય કેટરિંગમાં પ્રવેશની નિશાની હતી, જેનાથી પરંપરાગત ક્લાઉડ કિચન અને ટેકઅવે મોડલથી આગળ વધીને આવકના પ્રવાહોમાં વૈવિધ્ય આવ્યું.
વધુમાં વર્ષ ૨૦૨૨ માં, તેના બિઝનેસ મોડલને હિન્દુ અવિભાજિત પરિવાર એટલે કે એચયૂએફ પેઢીમાંથી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સ્થાનાંતરિત કર્યા પછી, કંપનીએ “ઓફિસ પાર્ટીઓ, ટીમ લંચ અને હોમ ગેધરીંગ્સ” જેવી નાની ઇવેન્ટ્સ માટે કોમ્પેક્ટ કેટરિંગ સોલ્યુશન્સ પણ રજૂ કર્યા હતા, જે કેટરિંગ માર્કેટમાં તેની પહોંચનો વધુ વિસ્તાર કરવાની સાથે સુગમતા અને પરવડે તેવી કિંમત ઓફર કરે છે. અંતે, વર્ષ ૨૦૨૪ માં, કંપનીએ તેની પ્રથમ ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ ખોલી, જે વિવિધ વાનગીઓ, ભવ્ય પ્રસ્તુતિ અને પ્રભાવશાળી વાતાવરણ સાથે પ્રીમિયમ ડાઇનિંગ અનુભવ પ્રદાન કરે છે.
ફાઇન ડાઇનિંગ મોડલે તેની બ્રાન્ડને ઉચ્ચ વર્ગના ગ્રાહકોના ડેમોગ્રાફિક સુધી પહોંચવાની મંજૂરી આપી જે વેગોરામા પંજાબી અંગીઠીના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરતો ઇમર્સિવ ડાઇનિંગ અનુભવ પૂરો પાડે છે. કંપની ભારતીય ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એક વિકસતી બ્રાન્ડ છે, જે તેના સમૃદ્ધ શાકાહારી ઉત્તર ભારતીય અને અન્ય ભોજન માટે જાણીતી છે. વર્ષ ૨૦૧૪ માં તેની સ્થાપના થઈ ત્યારથી, તે ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે ક્લાઉડ કિચન અને ટેકઅવે સર્વિસ પ્રોવાઇડરમાંથી મલ્ટી-વર્ટિકલ સેગમેન્ટમાં વિકસી છે. આ બ્રાન્ડે બજારના બદલાતા પ્રવાહોને સફળતાપૂર્વક અપનાવ્યા છે, જે કોર્પોરેટ કેટરિંગથી લઈને ફાઇન ડાઇનિંગ અનુભવો સુધીની સેવાઓની શ્રેણી ઓફર કરે છે.
કંપની ઓપરેશનલ કાર્યક્ષમતા અને ગ્રાહક સંતોષ જાળવી રાખીને અધિકૃત અને ઇમર્સિવ ડાઇનિંગ અનુભવ સુનિશ્ચિત કરીને ઉચ્ચ ગુણવત્તાવાળું, સ્વાદિષ્ટ અને પરવડે તેવું મલ્ટી-ક્યુઝિન ફૂડ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેના મુખ્ય મૂલ્યો અધિકૃત સ્વાદ, ગુણવત્તા અને પરવડે તેવી કિંમતની આસપાસ ફરે છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક ગ્રાહક યાદગાર ભોજનનો આનંદ માણે. તેની અનોખી રેસીપી બ્લેન્ડ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને ગ્રાહક-કેન્દ્રી અભિગમ સાથે, વેગોરામા પંજાબી અંગીઠી લિમિટેડ સ્પર્ધાત્મક ભારતીય ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સતત વૃદ્ધિ અને સફળતા માટે સારી સ્થિતિમાં છે. બ્રાન્ડની ભવિષ્યની વ્યૂહરચનાઓ તેના ફાઇન ડાઇનિંગ અને કોર્પોરેટ કેટરિંગ સેવાઓનો વિસ્તાર કરવા, ગ્રાહક આધાર વધારવા અને હોમ ડિલિવરી સેવાઓ પૂરી પાડવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો લાભ લેવા અને ઉદ્યોગમાં મુખ્ય પ્લેયર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે નવા બજારોમાં પ્રવેશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ આરએચપી ની તારીખ મુજબ, તેની પાસે દિલ્હી એનસીઆર માં ૨૭ ક્લાઉડ કિચન (જેમાંથી નોઇડા, ઉત્તર પ્રદેશમાં આવેલા ૨ ક્લાઉડ કિચનની કામગીરી હજુ શરૂ થવાની બાકી છે, દ્વારકા ખાતે આવેલું ૧ ક્લાઉડ કિચન બંધ છે) અને ૨ ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ હતા. તેના ક્લાઉડ કિચન લઘુત્તમ આશરે ૪૦૦ ચોરસ ફૂટથી મહત્તમ ૮૭૦ ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલા છે અને ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ આશરે ૨,૩૯૭ ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલ છે. ફેબ્રુઆરી ૨૮, ૨૦૨૬ ના રોજ, તેના પેરોલ પર ૩૦૬ કર્મચારીઓ હતા. ઓફર દસ્તાવેજમાં આપવામાં આવેલા ચિત્રો અલગ નામ શૈલી અને વાતાવરણ દર્શાવે છે, જે ચિંતા ઊભી કરે છે કારણ કે કંપની પાસે ઘણા સ્થળોએ વાતાવરણમાં સમાનતા નથી. અલગ દેખાવ અને વાતાવરણ બ્રાન્ડ ઇમેજ પર ચિંતા ઊભી કરે છે કારણ કે ઘણા આઉટલેટ્સ પર તેનો ટ્રેડમાર્ક લોગો ગાયબ છે.
ઇશ્યૂની વિગતો / મૂડીનો ઇતિહાસઃ
કંપની તેની ઉપલી મર્યાદા પર રૂ ૩૮.૩૮ કરોડ એકત્ર કરવા માટે રૂ ૧૦ ના દરેક એવા ૪૯૮૪૦૦૦ ઇક્વિટી શેરનો તેનો પ્રથમ બુક બિલ્ડિંગ રૂટ કોમ્બો આઈપીઓ લાવી રહી છે. આઈપીઓ માં ઉપલી મર્યાદા પર રૂ ૩૦.૭૦ કરોડની કિંમતના ૩૯૮૭૨૦૦ નવા ઇક્વિટી શેર અને ઉપલી મર્યાદા પર રૂ ૭.૬૮ કરોડની કિંમતના ૯૯૬૮૦૦ ઇક્વિટી શેર માટે ઓફર ફોર સેલ એટલે કે ઓએફએસ નો સમાવેશ થાય છે. કંપનીએ રૂ ૧૦ ના દરેક એવા શેર માટે રૂ ૭૩ – રૂ ૭૭ ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. લઘુત્તમ અરજી ૩૨૦૦ શેર માટે અને ત્યાર પછી તેના ૧૬૦૦ શેરના ગુણાંકમાં કરવાની રહેશે. આ ઇશ્યૂ સબ્સ્ક્રિપ્શન માટે મે ૨૦, ૨૦૨૬ ના રોજ ખુલશે અને મે ૨૨, ૨૦૨૬ ના રોજ બંધ થશે. શેરોનું લિસ્ટિંગ બીએસઈ એસએમઈ પર થશે. આઈપીઓ કંપનીની આઈપીઓ પછીની પેઇડ-અપ મૂડીના ૩૦% હિસ્સો ધરાવે છે. નવા ઇક્વિટી ઇશ્યૂની ચોખ્ખી આવકમાંથી, તે બેન્ક્વેટ અને ફાઇન ડાઇન રેસ્ટોરન્ટના નિર્માણ પર મૂડી ખર્ચ માટે રૂ ૧૧.૮૨ કરોડ, સેન્ટ્રલાઇઝ્ડ કિચનના નિર્માણ પર મૂડી ખર્ચ માટે રૂ ૪.૨૭ કરોડ, નવા ક્લાઉડ કિચન શરૂ કરવાના મૂડી ખર્ચ માટે રૂ ૪.૯૩ કરોડ, હાલની ક્લાઉડ કિચન ફેસિલિટીના અપગ્રેડેશન પર મૂડી ખર્ચ માટે રૂ ૨.૩૦ કરોડ, અમુક ઉધારની ચુકવણી અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરશે. અહીં કેટલીક અસંગતતાઓ છે કારણ કે પાના નંબર ૯૦ પર તે હાલની ક્લાઉડ કિચન ફેસિલિટીઝના અપગ્રેડેશન પર મૂડી ખર્ચ માટે રૂ ૨.૩૦ કરોડ દર્શાવે છે અને પાના નંબર ૯૨ પર ઉક્ત હેતુ માટે રૂ ૧.૯૩ કરોડ દર્શાવ્યા છે. આના પર મર્ચન્ટ બેન્કર/પ્રમોટર્સ પાસેથી સ્પષ્ટતા જરૂરી છે.
આ આઈપીઓનું એકમાત્ર લીડ મેનેજમેન્ટ કોર્પોરેટ્સ મેકર્સ કેપિટલ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. પેસ સ્ટોક બ્રોકિંગ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ માર્કેટ મેકર તેમજ સિન્ડિકેટ મેમ્બર છે.
ફેસ વેલ્યુ પર પ્રારંભિક ઇક્વિટી મૂડી ઇશ્યૂ કર્યા પછી, તેણે માર્ચ ૨૦૨૩ માં શેર દીઠ રૂ ૨૦૦૦૦.૦૦ ની નિશ્ચિત કિંમતે વધુ ઇક્વિટી શેર ઇશ્યૂ કર્યા હતા. તેણે મે ૨૦૨૫ માં ૧ માટે ૨૫૦ ના ગુણોત્તરમાં બોનસ શેર પણ ઇશ્યૂ કર્યા છે. પ્રમોટર્સ/વેચાણ કરનારા હિસ્સેદારો દ્વારા શેર હસ્તગત કરવાની સરેરાશ કિંમત લાગુ પડતી નથી એટલે કે એનએ, અને શેર દીઠ રૂ ૦.૦૪ છે.
આઈપીઓ પછી, કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ ૧૨.૬૨ કરોડથી વધીને રૂ ૧૬.૬૧ કરોડ થશે. આઈપીઓ પ્રાઇસિંગની ઉપલી બેન્ડના આધારે, કંપની રૂ ૧૨૭.૯૦ કરોડનું માર્કેટ કેપ શોધી રહી છે.
નાણાકીય કામગીરીઃ
નાણાકીય કામગીરીના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, કંપનીએ કુલ આવક/ચોખ્ખો નફો, રૂ ૧૬.૯૧ કરોડ / રૂ ૦.૮૪ કરોડ (નાણાકીય વર્ષ ૨૩), રૂ ૬૬.૩૭ કરોડ / રૂ ૪.૬૪ કરોડ (નાણાકીય વર્ષ ૨૪), રૂ ૧૦૨.૦૬ કરોડ / રૂ ૮.૨૨ કરોડ (નાણાકીય વર્ષ ૨૫) નોંધાવ્યો છે. ડિસેમ્બર ૩૧, ૨૦૨૫ ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ ૨૬ ના ૯ મહિના માટે, તેણે રૂ ૧૦૫.૩૫ કરોડની કુલ આવક પર રૂ ૯.૦૪ કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષ ૨૪ થી તેની બોટમ લાઇનમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે, અને ત્યારથી તેની બોટમ લાઇનમાં બમ્પર માર્જિન પણ દર્શાવ્યું છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે, કંપનીએ રૂ ૪.૫૯ ની સરેરાશ ઈપીએસ અને ૯૦.૪૨% ની સરેરાશ આરઓએનડબલ્યુ અહેવાલ કરી છે. ડિસેમ્બર ૩૧, ૨૦૨૫ ના રોજ શેર દીઠ રૂ ૧૮.૫૨ ની તેની એનએવી ના આધારે ઇશ્યૂની કિંમત ૪.૧૬ ના પી/બીવી પર છે, અને ઉપલી કેપ પર આઈપીઓ પછીની તેની શેર દીઠ રૂ ૩૫.૦૭ ની એનએવી ના આધારે ૨.૨૦ ના પી/બીવી પર છે. અહીં ફરીથી, એનએવી પર ગરબડ છે કારણ કે તેણે કેપ પ્રાઇસ પર રૂ ૩૩.૯૪ અને ફ્લોર પ્રાઇસ પર રૂ ૩૫.૦૭ પ્રતિ શેર દર્શાવ્યા છે.
જો આપણે નાણાકીય વર્ષ ૨૬ ની વાર્ષિક સુપર કમાણીને તેના આઈપીઓ પછીની સંપૂર્ણ ડાઇલ્યુટેડ પેઇડ-અપ ઇક્વિટી મૂડીને આધારે ગણતરી કરીએે, તો માંગવામાં આવેલી કિંમત ૧૦.૬૨ ના પી/ઈ પર છે, અને નાણાકીય વર્ષ ૨૫ ની કમાણીના આધારે, પી/ઈ ૧૫.૫૬ પર છે. ઇશ્યૂ તેની તાજેતરની ફૂલાવેલી કમાણીના આધારે સંપૂર્ણ કિંમતનો દેખાય છે, પરંતુ અન્ય પરિમાણો પર, તે આક્રમક કિંમતનો દેખાય છે.
કંપનીએ સંબંધિત સમયગાળા માટે અનુક્રમે ૪.૯૫% (નાણાકીય વર્ષ ૨૩), ૭.૦૪% (નાણાકીય વર્ષ ૨૪), ૮.૧૧% (નાણાકીય વર્ષ ૨૫), ૮.૬૦% (૯ મહિના-નાણાકીય વર્ષ ૨૬) ના પીએટી માર્જિન અને ૬૮.૧૫%, ૧૦૧.૨૯%, ૭૬.૦૩%, ૫૩.૭૩% ના આરઓસીઈ માર્જિન નોંધાવ્યા છે. સાથીદારો સામે માર્જિનમાં તેનું આઉટપરફોર્મન્સ આશ્ચર્ય પેદા કરે છે અને ભવિષ્યમાં તેની ટકાઉપણું અંગે ચિંતા ઊભી કરે છે, કારણ કે તે અત્યંત સ્પર્ધાત્મક સેગમેન્ટમાં કામ કરી રહી છે.
ડિવિડન્ડ નીતિઃ
કંપનીએ ઓફર દસ્તાવેજના અહેવાલ કરેલા સમયગાળા માટે કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું નથી. તે તેની નાણાકીય કામગીરી અને ભવિષ્યની સંભાવનાઓના આધારે વિવેકપૂર્ણ ડિવિડન્ડ નીતિ અપનાવશે.
લિસ્ટેડ સાથીદારો સાથે સરખામણીઃ
ઓફર દસ્તાવેજ મુજબ, કંપનીએ સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ્સ અને વિક્રમ કામતને તેના લિસ્ટેડ સાથીદારો તરીકે દર્શાવ્યા છે. તેઓ હાલમાં ૨૦.૩ અને ૧૮૧૮ ના પી/ઈ પર ટ્રેડિંગ કરી રહ્યા છે (મે ૧૫, ૨૦૨૬ ના રોજ સુધી). જો કે, તેઓ ખરેખર એપલ-ટુ-એપલ ધોરણે તુલનાત્મક નથી. આ સરખામણી માત્ર આંખમાં ધૂળ નાખવા જેવી લાગે છે.
મર્ચન્ટ બેન્કરનો ટ્રેક રેકોર્ડઃ
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં (ચાલુ નાણાકીય વર્ષ સહિત) કોર્પોરેટ મેકર્સ કેપિટલ તરફથી આ ૮મું મેન્ડેટ છે. છેલ્લા ૭ લિસ્ટિંગમાંથી, પાંચ ડિસ્કાઉન્ટ પર અને ૨ ફેસ વેલ્યુ પર ખુલ્યા હતા. આમ, મર્ચન્ટ બેન્કરનો ટ્રેક રેકોર્ડ નબળો છે.
નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચનાઃ
વેગોરામા પંજાબી અંગીઠી લિમિટેડ ક્લાઉડ કિચન અને ટેકઅવે સર્વિસ બિઝનેસમાં કાર્યરત છે. તે સેન્ટ્રલ અને નોર્થ રીજન એટલે કે મધ્ય અને ઉત્તર પ્રદેશ કેન્દ્રિત પ્લેયર છે. કંપનીએ અહેવાલ કરેલા સમયગાળા માટે તેની ટોપ અને બોટમ લાઇનમાં વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ ૨૪ થી વધેલી બોટમ લાઇન આશ્ચર્ય પેદા કરે છે અને તેની ટકાઉપણું અંગે ચિંતા ઊભી કરે છે કારણ કે તે અત્યંત સ્પર્ધાત્મક સેગમેન્ટમાં કામ કરી રહી છે. તેની તાજેતરની કમાણીના આધારે, જોકે ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો દેખાય છે, તેમ છતાં એકંદર પરિમાણો પર તે આક્રમક કિંમતનો છે. મર્ચન્ટ બેન્કરનો ટ્રેક રેકોર્ડ નબળો છે. માત્ર માહિતગાર/સરપ્લસ રોકડ ધરાવતા/જોખમ લેનારા રોકાણકારો મધ્યમ ગાળા માટે મધ્યમ ભંડોળ રોકી શકે છે.
Review By Dilip Davda on May, 2026
Review Author
DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.
About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.
Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.
(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,
Registration no. INH000003127 (Perpetual)
Email id: dilip_davda@rediffmail.com ).
Courtesy: https://www.chittorgarh.com/


1 comment
https://shorturl.fm/vWQf5