Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

બ્રિજભૂષણ સિંહે કહ્યું સાચું બોલીશ તો ફસાઈ જઈશ

અયોધ્યા રામ મંદિરમાં દાનના પૈસામાં થયો ગોટાળો?

આમાં ઘણા મોટા-મોટા લોકો જોડાયેલા છે : બ્રિજભૂષણ સિંહ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા, તા.૧૧ જૂન ૨૦૨૬ — ઉત્તર પ્રદેશના ઘણા નેતાઓએ અયોધ્યાના રામ મંદિરમાં આવેલી દાનની રકમમાં કથિત ગડબડ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે હવે ઉત્તર પ્રદેશના ગોંડાના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ સિંહનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. બ્રિજભૂષણ સિંહે કહ્યું કે, જો તેઓ આ મુદ્દે સાચું બોલશે, તો તેઓ મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે. આમાં ઘણા મોટા-મોટા લોકો જોડાયેલા છે. નોંધનીય છે કે, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓએ અયોધ્યાના રામ મંદિરના દાનના કરોડો રૂપિયામાં કથિત ગોટાળાનો આરોપ લગાવ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

બ્રિજભૂષણ સિંહે કહ્યું કે, “હું બહુ નાનો માણસ છું. આ મુદ્દે હું સાચું બોલી દઈશ તો મોટી મુશ્કેલીમાં ફસાઈ જઈશ. એ લોકો બહુ મોટા છે… હાલ તો આ મુદ્દે સાચું બોલવાની હિંમત મારામાં નથી. પણ જ્યારે સમય આવશે, ત્યારે જરૂર બોલીશ.” આપને જણાવી દઈએ કે, બૃજભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશના ગોંડાથી ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ છે. તેઓ છ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમનું આ નિવેદન ઘણું ચોંકાવનારું માનવામાં આવી રહ્યું છે.

અયોધ્યાના રામ મંદિરના દાનપાત્રમાં કથિત ગડબડ થઈ હોવાનો આરોપ લાગ્યા બાદ હવે કેટલાક ભાજપના નેતાઓ પણ તપાસની માંગ કરી રહ્યા છે. ભાજપના નેતા અને પાર્ટીના પ્રવક્તા ડૉ. રજનીશ સિંહે મંગળવારે રામ જન્મભૂમિ મંદિરને મળેલા દાનમાં થયેલી કથિત ગડબડની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરની કેન્દ્રીય તપાસની માંગ કરી છે. ડૉ. રજનીશ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે કે આ મામલે CBI, Enforcement Directorate અથવા અન્ય કોઈ સક્ષમ કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવે.

તેમણે એ પણ વિનંતી કરી છે કે તપાસના પરિણામો જાહેર કરવામાં આવે, જેથી મંદિર ટ્રસ્ટમાં શ્રદ્ધાળુઓનો વિશ્વાસ જળવાઈ રહે.

રજનીશ સિંહે કહ્યું, “રામ મંદિર કરોડો હિન્દુઓની આસ્થા, ભક્તિ અને વિશ્વાસનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા પ્રમાણે દાન આપે છે. જો દાનના પૈસાનો ખોટો ઉપયોગ, હેરાફેરી અથવા નાણાકીય ગડબડીના આરોપ સાચા સાબિત થાય છે, તો એ માત્ર આર્થિક ગુનો નહીં, પણ લાખો રામભક્તોની ધાર્મિક લાગણીઓને પણ મોટો આઘાત પહોંચાડશે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.”

Related posts

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૯૩નો વધારો

Master Admin

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આજે શપથવિધિ

Master Admin

રાહુલ ગાંધીનો ગંભીર આરોપ : અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી

Master Admin

Leave a Comment

Translate »