Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City Newsentertainment

સિટીના વાઇડ એંગલ સિનેમા ખાતે “સ્ટેટ ઑફ રામાધણી” (ધાર્યું ધણીનું થાય) ફિલ્મનું પ્રીમિયર અને સ્ક્રીનિંગ યોજાયું

અમદાવાદ, ગુજરાત | ૨૬ જૂન ૨૦૨૬ | સિટીના વાઇડ એંગલ સિનેમા ખાતે તાજેતરમાં “સ્ટેટ ઑફ રામાધણી” (ધાર્યું ધણીનું થાય) ફિલ્મના પ્રીમિયર અને સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ફિલ્મ રસિકોથી લઈને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. સાથે ગુજરાતી મીડિયાના લેખકો અને પત્રકારોએ પણ આ ફિલ્મના સ્ક્રીનિંગ અને પ્રિમિયરમાં હાજરી આપી હતી. સ્ટેટ ઓફ રામાધણી ધાર્યું ધણીનું થાય 19 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી એક લોકપ્રિય ગુજરાતી ફેમિલી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ ભગવાન રામાપીર (બાબા રામદેવપીર)ની શ્રદ્ધા, આસ્થા અને ચમત્કારો પર આધારિત છે. સાથે ફિલ્મની વાર્તા તર્ક અને શ્રદ્ધા વચ્ચેના સુંદર સંતુલન પર આધારિત છે.

આ ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં વાર્તાના કેન્દ્રમાં યશ અને ભક્તિ નામના પતિ-પત્ની છે. જેમાં બંને પાત્રો વચ્ચે વિચારોનો ટકરાવ થાય છે. યશ એક ખૂબ જ વ્યવહારુ માણસ છે જે માત્ર સખત મહેનત અને તર્ક પર જ વિશ્વાસ રાખે છે. જ્યારે તેની પત્ની ભક્તિ ભાવમાં, ભગવાન રામાપીર (બાબા રામદેવપીર)ની પરમ ભક્ત છે અને તેનું આખું જીવન ભક્તિમય છે. આ ફિલ્મમાં મુખ્ય વળાંક ત્યારે આવે છે જ્યારે તેમનો પરિવાર જીવનના મુશ્કેલ પડકારો અને તકલીફોમાંથી પસાર થાય છે, ત્યારે તેમના વિરોધાભાસી વિચારોની કસોટી થાય છે. મૂવીમાં દર્શાવાયું છે કે ગમે તેવી મુશ્કેલીમાં પણ જો રામાધણી પર અતૂટ ભરોસો રાખવામાં આવે, તો તે કેવી રીતે ચમત્કારિક રીતે કષ્ટો દૂર કરે છે.

તમને જણાવી દઈએ કે, આ મૂવીને બાબારી ફિલ્મ્સ (Babari Films)ના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. જેમાં મુખ્ય કલાકારોમાં આ ફિલ્મમાં ધર્મેશ વ્યાસ, પ્રીનલ ઓબેરોય, રુરુક દવે અને ભરત ઠક્કર જેવા દિગ્ગજ અને જાણીતા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ મૂવીનું ડાયરેક્શન ભાવેશ ગોરાસીયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના લેખક પ્રોડ્યુસર, ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે અને સંવાદો સંદીપ રબારી દ્વારા લખવામાં આવ્યા છે, અને તેઓ જ આ ફિલ્મના મુખ્ય નિર્માતા પણ છે. “સ્ટેટ ઑફ રામાધણી” (ધાર્યું ધણીનું થાય) ફિલ્મનું સંગીત અન્વર શેખે આપ્યું છે.

ફિલ્મના ગાયક કલાકારોમાં ગુજરાતી સંગીત જગતના જાણીતા કલાકારો જેવા કે ગમન સાંથલ, ઐશ્વર્યા મજમુદાર, હેમાલી વ્યાસ અને ઉમેશ બારોટે આ ફિલ્મના ગીતોમાં પોતાના સુંદર અવાજ આપ્યો છે. સિટીના વાઇડ એંગલ ખાતે યોજાયેલા આ ફિલ્મના સ્ક્રીનિંગ અને પ્રીમિયરમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મને જોયા બાદ દર્શકો તરફથી હાલ ખૂબજ ઉમદા પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના રિવ્યૂમાં દર્શકો આ ફિલ્મને આખા પરિવાર સાથે જોવાની વાતો કરી રહ્યા છે ત્યારે દર્શકો આ ફિલ્મને ધાર્મિક મનોરંજન આપતી ફિલ્મ પણ ગણાવી રહ્યાં છે. ફિલ્મના ડાયલોગ્સ અને પ્લોટ લોકોને અંત સુધી જકડી રાખે તેવા છે, જેના કારણે સિનેમાઘરોમાં તાળીઓ પણ પડી રહી છે.

== સમાપ્ત ==

Related posts

પુરાવા આધારિત આયુર્વેદ જીવનશૈલીના રોગોને અટકાવી શકે છે: આચાર્ય મનીષ

Master Admin

કારમાંથી દારૂની ૧૮૦૦થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો

Master Admin

અમદાવાદ જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત

Master Admin

Leave a Comment

Translate »