Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

દેશમાં ફેલાવા લાગ્યો કોરોના વાયરસ, અત્યાર સુધીમાં ૩૩૯ કેસ નોંધાયા

આંધ્રપ્રદેશમાં વધુ ૪ સંક્રમિતોના મોત

કેરળમાં સૌથી વધુ ૧૧૫ કેસ છે : કર્ણાટકમાં ૬૪, મહારાષ્ટ્રમાં ૪૩, દિલ્હીમાં ૧૮, તમિલનાડુમાં ૩૯ કેસ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ જુલાઈ ૨૦૨૬ — દેશમાં કોરોનાનો ખતરો ફરી વધવા લાગ્યો છે અને તેના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના ૩૦૦થી વધુ દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે દર્દીઓના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસ ફરી એકવાર પગપેસારો કરવા લાગ્યો છે. જુલાઈ મહિનાના માત્ર ૧૭ દિવસમાં જ દેશમાં કોરોનાના ૩૩૯ કેસ મળી આવ્યા છે, જ્યારે ૪ દર્દીઓના મોત પણ થયા છે.

કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા?
કેરળઃ સૌથી વધુ ૧૧૫ કેસ
કર્ણાટકઃ ૬૪ કેસ
મહારાષ્ટ્રઃ ૪૩ કેસ
તામિલનાડુઃ ૩૯ કેસ
દિલ્હીઃ ૧૮ કેસ
અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહઃ ૧૮ કેસ
રાજસ્થાનઃ ૧૨ કેસ
આંધ્રપ્રદેશઃ ૧૨ કેસ

આંધ્રપ્રદેશમાં કોરોનાના કારણે ૪ દર્દીઓના મોત થયા છે અને રાજ્યનો કડપ્પા જિલ્લો કોરોના વાયરસથી સંક્રમિત છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાનો સૌથી પહેલો કેસ આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો હતો. અહીંનો કડપ્પા જિલ્લો સૌથી પહેલા કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યો હતો. દેશમાં કોરોનાનો સૌથી પહેલો કેસ ૨૬ જૂનના રોજ રિપોર્ટ થયો હતો. ત્યારબાદ ૧ જુલાઈથી ૧૭ જુલાઈ વચ્ચે વધુ ૧૨ કેસ સામે આવ્યા છે. ૨૬ જૂનથી ૧૭ જુલાઈ વચ્ચે રાજ્યભરમાં ૬૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૨ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૧૨મો કેસ તામિલનાડુના વેલ્લોર સ્થિત ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, ૧૨ સંક્રમિત દર્દીઓમાંથી ૩ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે. ૨ દર્દીઓની હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર ચાલી રહી છે. ૩ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ૪ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. કોરોનાથી દમ તોડતા પહેલા આ ચારેય દર્દીઓ પહેલેથી જ બીમાર હતા. તેઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ (શુગર) અને કિડની જેવી ગંભીર બીમારીઓથી પીડાતા હતા. મૃતકોમાં ૩ દર્દી કડપ્પાના અને ૧ દર્દી કાકીનાડાનો રહેવાસી હતો. કડપ્પાની ઇૈંસ્જી હોસ્પિટલમાં સ્પેશિયલ કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો છે. દેશમાં માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારી ફેલાઈ હતી. વર્ષ ૨૦૨૧ સુધી કોરોના પ્રોટોકોલ સાથે લોકડાઉન પણ લાગુ રહ્યું હતું. તે સમયે દેશના લાખો લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હતા અને લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાના ખતરા સામે લડવા માટે કેન્દ્ર સરકારે દેશવાસીઓનું રસીકરણ (વેક્સિનેશન) કરાવ્યું હતું અને વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા. વેક્સિન લેનારા લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર દેશમાં કોરોના ધીમે-ધીમે પગપેસારો કરી રહ્યો છે.

Related posts

‘શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?’

Master Admin

શ્રીનગરમાંથી ૨ પાકિસ્તાની સહિત ૫ આતંકીઓ ઝડપાયા

Master Admin

ઓઇલ-ગેસનો ૭૦% પુરવઠો બીજા રૂટથી ભારત પહોંચી રહ્યો છે

Master Admin

Leave a Comment

Translate »