Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

૪૧ લાખના MD ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશના દંપતીની ધરપકડ

ડ્રગ્સનું મોટા નેટવર્કનો પર્દાફાશ

આ ઘટનાને કારણે પોલીસ બેડામાં અને ડ્રગ્સ માફિયાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૫ ઓગસ્ટ ૨૦૨૬– વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. વડોદરાની હરણી પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરીને મધ્યપ્રદેશથી અમદાવાદ ડ્રગ્સ સપ્લાય કરવા જઈ રહેલા એક દંપતીને લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યું છે. આ ઘટનાને કારણે પોલીસ બેડામાં અને ડ્રગ્સ માફિયાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના રહેવાસી ઐયુબખાન જમાનખાન અને તેની પત્ની નાઝમીન સ્કોર્પિયો કારમાં સવાર થઈને મોટા પ્રમાણમાં મેફેડ્રોન ડ્રગ્સ લઈને નિકળ્યા હતા. આ દંપતી મધ્યપ્રદેશથી ડ્રગ્સ લઈને અમદાવાદના રવિ નામના શખ્સને ડિલિવરી આપવા માટે જઈ રહ્યું હતું, અને રવિ વડોદરામાં આવીને આ ડ્રગ્સની ડિલિવરી લેવાનો હતો. જોકે, પોલીસની સતર્કતાના કારણે આ મોટું નેટવર્ક પકડાઈ ગયું છે.

પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પોલીસ ચેકિંગ દરમિયાન પકડાઈ ન જવાય તે માટે આરોપી મહિલા નાઝમીને ૧ કિલો ઉપરાંતના ડ્રગ્સના પેકેટ પોતાની છાતી ઉપર બાંધીને છુપાવ્યા હતા. પોલીસ પણ આ ચાલાકી જોઈને ચોંકી ગઈ હતી.

હરણી પોલીસે દંપતી પાસેથી ૪૧ લાખ રૂપિયાની કિંમતનો સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો અને સ્કોર્પિયો કાર સહિત કુલ ૫૭.૧૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે દંપતી સામે દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી લીધો છે.

આ ડ્રગ્સ ક્યાં આપવાનું હતું અને આ નેટવર્કમાં કોણ-કોણ સામેલ છે, તે તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસે દંપતીના રિમાન્ડ મેળવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

રાજ્યમાં સાત દિવસ ભીષણ ગરમીનું યલો એલર્ટ જારી

Master Admin

આરએસબી ટ્રાન્સમિશન્સ અને સેટકો ઓટો સિસ્ટમ્સએ તેમના સહિયારા ભવિષ્યની શરૂઆત કરી

Reporter1

પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ

Master Admin

Leave a Comment

Translate »