Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

શરાબ, મશીદ અને ખુદાઃ ગાલિબથી મુનવ્વર સુધીનો એક જ સવાલ, પાંચ જવાબ!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

એક શેર છે, પણ તે શેર નથી, તે આખી અદાલત છે. જેમાં મુદ્દો છે – માણસ ક્યાં જઈને પોતાનો ગમ હળવો કરે?
મિર્ઝા ગાલિબ કહે છે – ઝાહિદ, શરાબ પીવા દે મશીદમાં બેસીને, અથવા એ જગ્યા બતાવ જ્યાં ખુદા ન હોય. ગાલિબનો સવાલ બહુ મોટો છે. તે કહે છે કે જો ખુદા દરેક જગ્યાએ છે, તો પછી મશીદમાં પીવામાં શું વાંધો છે? અને જો મશીદમાં પીવાની મનાઈ છે, તો એવી જગ્યા બતાવ જ્યાં ખુદા નથી. એટલે કે માણસ ગમે ત્યાં જાય, ખુદાની નજરથી બચી શકતો નથી. તો પછી આ ઢોંગ શું કામ? ગાલિબ અહીં ધર્મના ઠેકેદારોને પડકારે છે.

આ સવાલનો જવાબ ૫૦ વર્ષ પછી અલ્લામા ઇકબાલે આપ્યો. તેમણે કહ્યું – મશીદ ખુદાનું ઘર છે, પીવાની જગ્યા નથી, કાફિરના દિલમાં જા ત્યાં ખુદા નથી. ઇકબાલે સીધી લીટી દોરી દીધી. તેમણે કહ્યું કે મશીદની એક મર્યાદા છે, એક અદબ છે.

પણ વાત અહીં અટકી નહીં. અહમદ ફરાઝ આવ્યા. તેમણે કહ્યું કે હું કાફિરના દિલથી જ આવ્યો છું, મેં જોયું કે ખુદા ત્યાં પણ છે, પણ તે કાફિરને જ ખબર નથી. આપણે જેને દુશ્મન સમજીએ છીએ, તેના દિલમાં પણ ખુદા વસે છે.

પછી વસી શાહ આવ્યા. તેમણે કહ્યું – ખુદા તો હાજર છે દુનિયામાં દરેક જગ્યાએ, તું જન્નતમાં જા ત્યાં પીવાની મનાઈ નથી.
અને છેલ્લે મુનવ્વર લખનવીએ આખું તત્વજ્ઞાન જ પૂરું કરી દીધું – પીઉં છું ગમ-એ-હસ્તી મિટાવવા માટે સાકી, જન્નતમાં વળી કયો ગમ છે કે ત્યાં પીશ?

આ પાંચ શેરમાં માણસની આખી યાત્રા છે. ગાલિબ સવાલ કરે છે, ઇકબાલ નિયમ બનાવે છે, ફરાઝ નિયમમાં માણસાઈ શોધે છે, વસી તેમાં પ્રેમ શોધે છે અને મુનવ્વર તેમાં દર્દ શોધે છે. આજે આપણે મશીદ, મંદિરના ઝઘડામાં માણસને કાફિર બનાવી દઈએ છીએ, પણ ફરાઝ યાદ અપાવે છે કે કાફિરના દિલમાં પણ ખુદા છે!

દાદ અદા!વાહ રે વાહ ઉસ્તાદ!સુભાનઅલ્લાહ!ક્યા કહેને! બહૂત અચ્છે!દિલ જીત લિયા!ઉફ્ફ! ક્યા બાત હૈ!ઇક બાર ઔર, હો જાયે! ફરમાઈશ!મજા આ ગયા!આદાબ અરજ હૈ!સલામ! સજદામાં!દિલ સે શુક્રિય!કરમ હૈ નવાઝિશ!

Related posts

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ સીએ (ડો.) વિશ્વેશ શાહ, માનદ્દ મંત્રી એડવોકેટ મૃદંગ વકીલ અને વરિષ્ઠ ઉપપ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કર તેમજ ઇન્કમટેક્સ બાર એસોસિએશન ના પ્રમુખ સીએ શ્રીધર શાહ, માનદ્દ મંત્રી સીએ કેનન સત્યવાદી અને રિપ્રેઝન્ટેશન કમિટીના ચેરમેન એડવોકેટ (ડો.) ધ્રુવેન શાહ બંને સંસ્થા વતી ઉપસ્થિત રહ્યાં હતા. આવકવેરા વિભાગ તરફથી પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી યશવંત ચવાણ અને વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને સંસ્થાના ડેલિગેશન દ્વારા ઇન્કમટેક્સના કાયદા અંગે સી.બી.ડી.ટી. દ્વારા લેવામાં આવેલ વિવિધ સરાહનીય પગલાંઓ તેમજ કરદાતાને પડતી મુશ્કેલીઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. ચેરમેન શ્રી રવિ અગરવાલે કરદાતાને આવકવેરા ડિપાર્ટમેન્ટ સાથે જોડતા સેતુ તરીકે ટેક્સ પ્રોફેશનલ્સની ભૂમિકા અંગે સરાહના કરી હતી અને ખાતરી આપી કે આવનારા સુધારાઓ અંગે કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા રજૂ કરવામાં આવતા તમામ મુદ્દાને ધ્યાનમાં લેવામાં અને તે અંગે જોગવાઇમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. બંને સંસ્થા દ્વારા થઈ રહેલ કામગીરીની સરાહના કરતાં તેઓ એ બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ તરફથી આવનારા નવા ઈન્કમટેકસ કોડ અંગે લગતા સૂચન આવકાર્યા હતા અને બંને સંસ્થા તેમાં મહત્વનો ભાગ ભજવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Reporter1

વડીલો આપણા ઘરનો પાયો છે – ફક્ત ભાગ્યશાળી લોકોને જ તેમના આશીર્વાદ મળે છે.

Master Admin

ટાર્ગેટ કરપ્શન ઝીરો ટોલરન્સ @ ૨૦૨૯ – શું ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ,નિયમો અને સેવા નિયમોમાં કોઈ ખામી છે? – ?? શું કડક સુધારાઓની તાત્કાલિક જરૂર છે?

Master Admin

Leave a Comment

Translate »