Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એવૉર્ડ-વિનિંગ BSA ગોલ્ડ સ્ટાર 650 દ્વારા બે નવા એડિશન – બ્રૂકલેન્ડ્સ બ્લેક અને બર્મિંગહામ બ્લ્યૂના લોન્ચિંગ સાથે તહેવારોની ઉજવણી

નવી દિલ્હી | ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ | BSA મોટરસાઇકલે નવી બ્રૂકલેન્ડ્સ બ્લેક લેગસી એડિશન અને બર્મિંગહામ બ્લ્યૂ એડિશનની રજૂઆત સાથે ભારતમાં ગોલ્ડ સ્ટાર 650 રેન્જનું વિસ્તરણ કર્યું છે. MCNના ‘બેસ્ટ રેટ્રો બાઇક’ની એવૉર્ડ-વિનિંગ ગોલ્ડ સ્ટારની સફળતાથી પ્રેરિત થઈને નવા એડિશન્સ BSAના આઇકનિક રેટ્રો-રોડસ્ટરને નવા જ રૂપરંગમાં રજૂ કરે છે.

BSAની સફરમાં આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરવા માટે તૈયાર કરવામાં આવેલી નવી એડિશન મોટરસાઇકલમાં એક્સક્લુઝિવ ફિનિશિંગ, પ્રિમિયમ ડિટેઇલિંગ અને એક આગવો જ અંદાજ રજૂ કરે છે, જે બ્રાન્ડની નવીન પહેલનો આધારસ્તંભ બની ગયો છે. એક તરફ જ્યારે બ્રૂકલેન્ડ્સ બ્લેક લેગસી એડિશન મારફતે તેણે મેળવેલા લિજેન્ડરી નામની ગોલ્ડ સ્ટાર ક્ષણો સાકાર કરે છે ત્યારે બર્મિંગહામ બ્લ્યૂ ગોલ્ડ સ્ટારે અત્યાર સુધી મેળવેલી ખ્યાતીને સાબિત કરીને આજના રાઇડર માટે તેના આઇકનિક DNA નવો અર્થ પૂરો પાડે છે.

બ્રૂકલેન્ડ્સ બ્લેક લેગસી એડિશન ઐતિહાસિક બ્રિટિશ સર્કિટ બ્રૂકલેન્ડ્સમાંથી પ્રેરણા મેળવે છે જ્યાંથી ગોલ્ડ સ્ટારની ગાથાનો પ્રારંભ થયો હતો. તે 1937માં BSA રાઇડર વૉલ હેન્ડલીનું રેકોર્ડ-બ્રેકિંગ પરફોર્મન્સ હતું, જેમાં તેમણે પ્રતિષ્ઠિત ગોલ્ડ સ્ટાર બેજ મેળવ્યો હતો, જે મોટરસાઇકલિંગના સૌથી પ્રતિષ્ઠિત નામોને પણ પ્રેરણા પુરી પાડે છે. ક્રોમ-ફિનિશ્ડ ફેન્ડર્સ અને ક્રોમ-એસેન્ટેડ ટેન્ક સહિત એલિગન્ટ ગોલ્ડ પિનસ્ટ્રિપિંગ સાથે ડીપ બ્લેકમાં ફિનિશ થયેલા આ બાઇકને ક્વિલ્ટેડ સીટ અને પ્રિમિયમ ડિટેઇલિંગથી નવો રૂપરંગ આપવામાં આવ્યો છે જે તેના આકર્ષણમાં વધારો કરે છે.

બર્મિંગહામ બ્લ્યૂ બર્મિંગહામને આપવામાં આવેલી અંજલી છે, જે શહેરથી BSAની સ્ટોરીની શરૂઆત થઈ હતી. બર્મિંગહામ સ્મૉલ આર્મ્સ તરીકે તેના ઉદભવથી સમગ્ર વિશ્વભરમાં BSAની ખ્યાતી સુધીની સફરમાં આ શહેર બ્રાન્ડની ઓળખનું કેન્દ્રબિંદુ રહ્યું છે. રિચ ડીપ બ્લ્યૂ પેઇન્ટ સ્કિમથી ફિનિશિંગ થયેલી બર્મિંગહામ બ્લ્યૂ એડિશન એક્સક્લુઝિવ સિલ્વર સાઇડ-પેનલ બેજ અને બિસ્પોક એન્જિન ફિનિશના ફિચર્સ ધરાવે છે, જે મોટરસાઇકલની અનેક પેઢીઓના મનપસંદ કેરેક્ટર્સ જાળવી રાખે છે.

આ બંને મોટરસાઇકલના કેન્દ્રસ્થાને પ્રતિષ્ઠિત ગોલ્ડ સ્ટાર પ્લેટફોર્મ છે. BSAના 652cc લિક્વિડ-કૂલ સિંગલ-સિલિન્ડર એન્જિનની ક્ષમતા સાથે ગોલ્ડ સ્ટાર 45hp પાવર અને 55Nmનો ટોર્ક આપે છે, જે વિશિષ્ટ લાક્ષણિકતા સાથે એફર્ટલેસ પરફોર્મન્સનો સમન્વય કરે છે, જે તેને આગવી ઓળખ પુરી પાડે છે. બ્રેમ્બો બ્રેક્સ, ડ્યુઅલ-ચેનલ ABS અને વાયર-સ્પોક વ્હીલ સહિત પ્રિમિયમ કમ્પોનન્ટ્સ મોટરસાઇકલના રેડ્રો-રોડસ્ટર ઓળખ જાળવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

ક્લાસિક લિજેન્ડ્સના કો-ફાઉન્ડર શ્રી અનુપમ થારેજાએ જણાવ્યું હતું કે, “એક મોર્ડન રેટ્રો-રોડસ્ટરની જે પણ ખાસિયત હોવી જોઇએ તે દરેક ખાસિયત ગોલ્ડ સ્ટાર ધરાવે છે. એક આગવી બ્રિટિશ ડિઝાઇનથી લઇને તેના બિગ-સિંગલ એન્જિનના અનુભવ સુધી તેના દરેક એલિમેન્ટ કલાકારી, એન્જિનિયરિંગ અને દરેક વિગતો બારીકાઇપૂર્વક રાખવામાં આવેલું ધ્યાન પ્રદર્શિત કરે છે, જેને અનેક પેઢીઓથી ગોલ્ડ સ્ટારને આગવી ઓળખ આપી છે. બ્રૂકલેન્ડ્સ બ્લેક લેગસી એડિશન ગોલ્ડ સ્ટારે મેળવેલી તેની લિજેન્ડરી ઓળખની ક્ષણો તાજી કરે છે ત્યારે બર્મિંગહામ બ્લ્યૂ ગોલ્ડ સ્ટારની સમકાલીન અભિવ્યક્તિ પુરી પાડે છે, જે આજના રાઇડર માટે તેનું આઇકનિક DNAને નવો અર્થ પુરો પાડે છે. આ બંને એડિશન ગોલ્ડ સ્ટારની ગાથામાં બે નવા અધ્યાય ઉમેરે છે, જે સાથે મળીને વારસા માટે યાદ રહેશે અને BSA માટે હંમેશા મદદરૂપ રહેશે.”

BSA ગોલ્ડ સ્ટાર રૂ.3,55,950/-થી શરૂ થાય છે અને બે નવા રંગોમાં સમગ્ર ભારતમાં BSA ડીલરશિપ ખાતે ઉપલબ્ધ રહેશે.

BSA ગોલ્ડ સ્ટાર 650

એક્સ શોરૂમ (નવી દિલ્હી)

બર્મિંગહામ બ્લ્યૂ

₹ 3,55,950/-
બ્રૂકલેન્ડ્સ બ્લેક લેગસી એડિશન

₹ 3,64,950/-

 

ઓનરશિપ એસ્યોરન્સ પ્રોગ્રામઃ

BSA મોટરસાઇકલ્સ સમગ્ર ઉદ્યોગમાં પ્રથમ ઓનરશિપ એસ્યોરન્સ પ્રોગ્રામ પુરો પાડવાનું ચાલુ રાખે છે, જે તેના ગ્રાહકોને સંતોષ અને મુશ્કેલ-રહિત ઓનરશિપને પ્રાથમિકતા આપે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

  • 4-વર્ષ/50,000-કિમી સ્ટાન્ડર્ડ વોરંટી*
  • 6 વર્ષ સુધી વિસ્તૃત વોરંટી વિકલ્પો*
  • 8 વર્ષ સુધી રોડસાઇડ આસિસ્ટન્સ*
  • દેશવ્યાપી કવરેજ સાથે 5 વર્ષ સુધી AMC*
  • દેશવ્યાપી 450+ સેલ્સ એન્ડ સર્વિસ ટચપોઇન્ટ પર વ્યાપક માલિકી લાભો ઉપલબ્ધ છે.

== સમાપ્ત ==

Related posts

ACKO Drive Enters Ahmedabad to offer a one-stop solution to car buyers Available to customers in Ahmedabad and neighbouring cities

Reporter1

ગોવાથી દારૂનો મોટો જથ્થો ભરીને આવતું કન્ટેનર ઝડપાયું

Master Admin

એમેઝોન પ્રાઇમે ભારતની ખરીદી, સ્ટ્રીમિંગ અને બચતની રીતને ફરીથી પરિભાષિત કરી છે: અક્ષય સાહી

Master Admin

Leave a Comment

Translate »