Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

થાળીમાંથી ગાયબ સોનુંઃ ચમચીમાં અમૃત, ગીર દેશી ગાયનું વલોણા ઘી!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

શતં જીવેમ શરદ શતં શ્રુણુયામ શરદ શતમ! શ્લોકનો અર્થ : “આપણે ૧૦૦ વર્ષ (સો શરદ ઋતુઓ) સુધી જીવીએ, ૧૦૦ વર્ષ સુધી સાંભળીએ અને ૧૦૦ વર્ષ સુધી જોઈએ.” વિસ્તૃત અર્થ અને સંદર્ભઃ મૂળ ઉદ્ભવઃ આ વૈદિક મંત્ર અથર્વવેદ (કાંડ ૧૯, સૂક્ત ૬૭) તથા તૈતિરીય ઉપનિષદમાં જોવા મળે છે!’શરદ’ નો અર્થઃ પ્રાચીન સમયમાં વર્ષની ગણતરી શરદ ઋતુથી થતી હતી, એટલે અહીં ’શરદ શતમ્‌’ નો અર્થ ૧૦૦ વર્ષનું આયુષ્ય થાય છે.આશીર્વાદઃ આ એક વૈદિક આશીર્વાદ કે શુભકામના છે, જેનો હેતુ માત્ર લાંબુ જીવવાનો નથી, પરંતુ ૧૦૦ વર્ષ સુધી સ્વસ્થ, તંદુરસ્ત, અને આંખ-કાન જેવી ઇન્દ્રિયોની પૂરી શક્તિ સાથે જીવવાનો છે. વપરાશઃ આ મંત્ર કે વાક્યનો ઉપયોગ સામાન્ય રીતે જન્મદિવસ કે શુભ પ્રસંગોએ વડીલો દ્વારા દીર્ધાયુષ્યની કામના કરવા માટે થાય છે!
ખેર, ચાર્વાક કહી ગયેલા — “યાવજ્જીવેત્‌ સુખં જીવેત્‌, ઋણં કૃત્વા ઘૃતં પિબેત્‌ — દેવું કરો ઘી પીઓ.” ચાર્વાક ભારતનો પહેલો નાસ્તિક દાર્શનિક, જે વેદને નહોતો માનતો, યજ્ઞને નહોતો માનતો, પણ ઘીના ગુણને નકારી ન શક્યો. એણે કહ્યું — ભલે દેવું કરવું પડે, પણ ઘી પીવું.
આ એક લીટીમાં ઘીનો આખો ઈતિહાસ છે.
ઘી એટલે શું? ક્રીમનું ઘી અને વલોણા ઘીમાં ફરક શું?
બજારમાં ૯૦% ઘી ક્રીમમાંથી બને છે. દૂધમાંથી મશીનથી ક્રીમ કાઢી લો, ગરમ કરી દો — થયું ઘી. આમાં દહીંનો સંસ્કાર જ નથી.
જ્યારે ગીરની દેશી ગાયનું વલોણા ઘી એટલે ૪ તબક્કાની સાધનાઃ
૧. ગીર ગાયનું છ૨ દૂધ.
૨. તેને ઉકાળી દહીં જમાવવું.
૩. લાકડાના વલોણાથી મંથન કરી માખણ કાઢવું.
૪. ધીમા તાપે તાવવું — ત્યારે બ્યુટેરિક એસિડ, ઝ્રન્છ, ઓમેગા-૩ સચવાય.
આ જ તેને દાણેદાર, સુગંધીદાર અને પચવામાં હલકું બનાવે છે. ચાર્વાકે જે ઘી પીવાનું કહ્યું, એ આ જ ઘી હતું, ક્રીમનું નહિ.
આયુર્વેદ શું કહે છે?
ચરક સંહિતામાં ઘી સ્મૃતિ, બુદ્ધિ, બળ વધારનારું કહ્યું છે. સવારે ગરમ પાણી સાથે એક ચમચી ઘી — આંતરડા સાફ. રાત્રે હળદરવાળા દૂધમાં અડધી ચમચી — ઊંઘ ગાઢ.
શુદ્ધ વલોણા ઘી કેમ ઓળખવું?
૧. રંગ સોનેરી પીળો, દાણો મોતી જેવો.
૨. સુગંધ તાજા માખણ જેવી.
૩. ચમચીમાં ગરમ કરો તો તરત પીગળે, ધુમાડો ન કરે.
ચાર્વાકની વાતનો મર્મ
ચાર્વાકે દેવું કરીને ઘી પીવાનું કહ્યું, એનો અર્થ એ નથી કે આંધળું ખાઓ. એનો મર્મ એ છે કે શરીર છે તો બધું છે. ઘી વગરનું શરીર સુકાઈ જાય. પણ આજે આપણે ઉલટું કર્યું — દેવું કરીને દવા પીએ છીએ, ઘી નથી પીતા.
ઘીને તેલ સમજીને તળવા વાપરીએ છીએ, પછી કોલેસ્ટ્રોલનું બહાનું કાઢીએ છીએ. ઘી તળવાનું નથી, જમાડવાનું છે. રોટલી, ખીચડી, દાળ પર ઉપરથી નાખવાનું છે.
અંતે વાત સીધી છે — ચાર્વાક નાસ્તિક હતો, પણ સમજદાર હતો. તેણે કહ્યું — દેવું કરો ઘી પીઓ, કારણ કે ઘી વગર જીવન નકામું. આજે આપણે સમજદાર બનીને પણ ઘી છોડી દીધું.
તેથી યાદ રાખો — શુદ્ધ બિલોના / વલોણા પદ્ધતિનું ગીર ઘીઃ ?૨૨૦૦ – ?૨૮૦૦ / પ્રતિ કિલો દીઠ લેખેની કિંમતનું ખાઓ, કિન્તુ થોડુંક ઓછું ખાઓ પણ રોજ ખાઓ! ગીરનું વલોણા ઘી એ જ અસલી અમૃત છે!શરદ પૂર્ણિમા સહ ચાંદની પડવાની શુભેચ્છા!(

Related posts

ભાડા કાયદાએ ઘર ધણીને ભાડૂઆત બનાવી દીધોઃ મકાનમાલિક ક્યાં જાય?!

Master Admin

ઘરમાં અને ઘટમાં પ્રવેશ કરવા માટે કોઈ મૂહર્ત હોતું નથી. ઘરમાં સૂતકી ચહેરો લઈને ન બેસો તો મંગલ જ મંગલ જ છે.સમાધાન જ સમાધિ છે.

Reporter1

ડિજિટલ નાગરિકતાથી વૈશ્વિક ભૂરાજનીતિ સુધીઃ ભારતીય શેરબજારે ૨૮ એપ્રિલથી ૨ મે, ૨૦૨૬ સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો. ભારતના અર્થતંત્ર અને શેરબજાર માટે ઉભરતા ચાર મુખ્ય પરિબળોનું વ્યાપક, ઊંડાણપૂર્વક વિશ્લેષણ

Master Admin

Leave a Comment

Translate »