Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

દાણીલીમડામાં કફ સીરપની ૫૬ બોટલ સાથે એક શખ્સની ધરપકડ

એક્સપાયરી ડેટ ભૂંસી નાખી વેચવાનો કારસો

શખ્સ પાસેથી રૂ. ૬૫,૮૮૪ની કિંમતની ૫૬ બોટલ કફ સીરપ સહિત કુલ રૂ. ૧.૨૬ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૬ ઓક્ટોબર ૨૦૨૬ — દાણીલીમડા ઢોરબજાર ગેટ નંબર-૨ સામેથી પ્રતિબંધિત કોડીન ફોસ્ફેટયુક્ત કફ સીરપના જથ્થા સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સ પાસેથી રૂ. ૬૫,૮૮૪ની કિંમતની ૫૬ બોટલ કફ સીરપ સહિત કુલ રૂ. ૧.૨૬ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. નશાકારક જથ્થો સપ્લાય કરનાર બહેરામપુરાના અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.સેક્ટર-૨ના એન્ટિ નાર્કોટિક્સ વિંગના ૈઁંને બાતમી મળી હતી કે, દાણીલીમડાનો એક શખ્સ બર્ગમેન સ્કૂટરમાં કોડીનયુક્ત કફ સીરપનો જથ્થો લઈને ઢોરબજારથી જમાલપુર તરફ જવાનો હતો. બાતમીના આધારે પોલીસે સરકારી પંચો સાથે ઢોરબજાર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન કાળા રંગના બર્ગમેન સ્કૂટર સાથે આવી પહોંચેલા શખ્સને કોર્ડન કરી પોલીસે અટકાવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ જાવેદ ઉર્ફે માસ્ટર ગુલામઅહેમદ પઠાણ (ઉં.વ. ૪૨, રહે. અલ્લાહનગર, રહેમાની મહોલ્લા, કાયનાત કિરાણા સ્ટોર પાસે, બહેરામપુરા, દાણીલીમડા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્કૂટરની તપાસ કરતાં તેની ડિકીમાંથી કાપડની થેલી તથા પ્લાસ્ટિકના ઝભલામાંથી કોડીન ફોસ્ફેટયુક્ત કફ સીરપની બોટલો મળી હતી. બોટલોનું પ્રાથમિક પરીક્ષણ કરતાં તેમાં નશાકારક કોડીન ફોસ્ફેટ હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. જપ્ત કરેલા જથ્થામાં ર્ઝ્રંડ્ઢૈંર્હ્લંજી-્‌ કંપનીની ૧૦૦ દ્બઙ્મની ૨૯ બોટલ તથા ર્ઠંસ્ઈ્‌ કંપનીની ૧૦૦ દ્બઙ્મની ૨૭ બોટલ મળી કુલ ૫૬ બોટલ મળી હતી. આ તમામ બોટલો પરથી મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર, બેચ નંબર, ઉત્પાદન તારીખ તથા એક્સપાયરી ડેટ જાણીજોઈને ભૂંસી નાખી હતી. આરોપી પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧.૨૬ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પૂછપરછમાં જાવેદે કબૂલાત કરી હતી કે આ જથ્થો તેણે બહેરામપુરા ઢોરબજાર સામે પીરાણા રોડ પર રહેતા અલ્તાફ ઉર્ફે ઘેટો પાસેથી છૂટક વેચાણ કરવા માટે મેળવ્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ દ્ગડ્ઢઁજી છષ્ઠં હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ અને ડ્રગ્સ વિભાગની પ્રાથમિક તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ પ્રકાશમાં આવી છે કે, પકડાયેલી તમામ ૫૬ બોટલો પર કંપનીના લેબલ યથાવત્ હતા, પરંતુ તેના પર છાપવામાં આવતો બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર અને એક્સપાયરી ડેટ ઈરાદાપૂર્વક ઘસીને ભૂંસી નાખ્યા હતા. સામાન્ય રીતે કફ સીરપ કયા જથ્થાબંધ ડીલર કે કેમિસ્ટ સ્ટોર પરથી વેચાઈ છે તે બેચ નંબર પરથી તરત ટ્રેસ થઈ જતી હોય છે. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની કચેરીના સકંજામાંથી મેડિકલ સ્ટોર સંચાલકો બચી શકે તે હેતુથી સિન્ડિકેટ દ્વારા જથ્થો છૂટક પેડલર સુધી પહોંચે તે પહેલાં જ તેના બેચ નંબર ઉઝરડા પાડીને નાબૂદ કરી દીધા હોવાની શક્યતા છે.

Related posts

બોલીવુડ, આફ્રો હાઉસ અને ટેક્નો હોળીના નવા અવાજને વ્યાખ્યાયિત કરે છે : DJ યશ

Master Admin

કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

Master Admin

બોપલમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો

Master Admin

Leave a Comment

Translate »