Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગુજરાત સરકારની મોટી જાહેરાત, ૪ જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા

પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં એક મોટી જાહેરાત કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૬ ઓક્ટોબર ૨૦૨૬ — રાજ્યના ખેડૂતો અને નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અધિક મુખ્ય સચિવ જયંતી રવિની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી મોટી પત્રકાર પરિષદ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ચાર મહત્વના જિલ્લાઓ – દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.
પત્રકાર પરિષદમાં ગણતરીની મિનિટોમાં જ આ ઐતિહાસિક જાહેરાત કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર આ ચારેય જિલ્લાના ખેડૂતોની પડખે મક્કમતાથી ઊભી છે. દુષ્કાળના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના વળતર રૂપે જીડ્ઢઇહ્લ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) અંતર્ગત વિશેષ સહાય આપવામાં આવશે. જેમાં ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ૮,૫૦૦ રૂપિયા લેખે નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ સાથે જ આવતીકાલે પાણીના ગંભીર મુદ્દા પર ચાર રાજ્યોના મુખ્યમંત્રીની એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાનાર છે.

રાજ્યમાં ઓછા વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ ચારેય જિલ્લાઓમાં પાકના નુકસાન બદલ ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (જીડ્ઢઇહ્લ) અંતર્ગત સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૮,૫૦૦ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં પશુપાલકોને પશુદીઠ દૈનિક રૂ. ૮૦ની સહાય બે મહિના સુધી ચૂકવવામાં આવશે. આ સહાય જીડ્ઢઇહ્લના નિર્ધારિત માપદંડો અનુસાર આપવામાં આવશે.

મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧.૨૧ લાખ કરોડ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને રોજગારી મળી રહે તે માટે જીરામજી અંતર્ગત ૧૫૦ દિવસની રોજગારી આપવામાં આવશે. ઓછા વરસાદને કારણે ખેતી અને પશુપાલન પર પડેલી અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને રાહત આપવા માટે આ પગલાં લેવામાં આવ્યાં છે.

ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન હવામાનમાં અનેક મોટા ફેરફારો જોવા મળ્યા હતા. ખાસ કરીને આ વર્ષે મજબૂત અલ નીનો (ઈઙ્મ દ્ગૈર્હ) પ્રવાહની પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાવાને કારણે વરસાદના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાત રાજ્યમાં એકંદરે ૧૦ ટકા વરસાદની ઘટ જોવા મળી છે. આ ઉપરાંત, ખેતી પર નભતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સરેરાશ કરતા ૨૩ ટકા ઓછો વરસાદ વરસ્યો છે.

જો આપણે રાજ્યના વિવિધ ઝોન પ્રમાણે વરસાદના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ, તો જળ-પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થાય છેઃ

કચ્છ રીજિયનઃ આ વર્ષે સિઝનનો કુલ ૧૧.૩૫ ઈંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના ૫૭.૬૦ ટકા છે.
ઉત્તર ગુજરાત ઝોનઃ અહીં ૨૦.૪૨ ઈંચ સાથે ૭૧.૦૪ ટકા વરસાદ પડ્યો છે.

પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનઃ આ વિસ્તારમાં સિઝનનો ૨૮.૯૧ ઈંચ વરસાદ ખાબક્યો છે, જે કુલ સરેરાશના ૮૯.૬૭ ટકા જેટલો છે.

સૌરાષ્ટ્ર ઝોનઃ અહીં ૨૧.૪૩ ઈંચ સાથે સિઝનનો માત્ર ૭૧.૪૩ ટકા જ વરસાદ નોંધાયો છે. ગુજરાત રાજ્ય માટે આ આંકડાઓ એટલા માટે ચિંતાજનક છે, કારણ કે વર્ષ ૨૦૧૮ બાદ નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે. અગાઉ વર્ષ ૨૦૧૮ માં રાજ્યમાં સરેરાશ ૨૫.૧૦ ઈંચ સાથે સિઝનનો ૭૭ ટકા વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૮ વર્ષના ઈતિહાસમાં આટલી મોટી વરસાદની ખાધ ક્યારેય જોવા મળી ન હતી. રાજ્યમાં આ વર્ષે સરેરાશ ૮૯ ટકા જેટલો સારો વરસાદ નોંધાયો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અપેક્ષા કરતા ઓછું રહ્યું છે.

Related posts

વરસાદી સંકટ વચ્ચે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટે નિભાવી માનવતાની ફરજ

Master Admin

ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા એસ.જી. હાઇવે પર ‘કેન્સર વોરિયર્સ’ દ્વારા તેના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Master Admin

ઓવેરિયન કેન્સરના જોખમી પરિબળો, નિદાન અને સારવાર

Reporter1

Leave a Comment

Translate »