Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratnational

ન્યુવોકો દ્વારા આયોજિત ‘સૌથી ખાસ ગરબા સીઝન-2’ની ગ્રાન્ડ ફિનાલેમાં કરિશ્મા કપૂરની ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતની ગરબા પ્રતિભાઓનું સન્માન થશે

ચાર શહેરોમાં નવરાત્રિના નવ દિવસો દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનું સમાપન વિજેતાઓની જાહેરાત સાથે થશે, જેમાં વિજેતા ગરબા ગ્રુપને રૂપિયા 11 લાખનું ભવ્ય ઇનામ આપવામાં આવશે.

અમદાવાદ, ગુજરાત | ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ | ભારતની વિશ્વસનીય બિલ્ડિંગ મટીરિયલ્સ કંપની ‘ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડ’ અમદાવાદમાં તેના મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ન્યુવોકો સૌથી ખાસ ગરબા – સીઝન-2’ની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવા જઈ રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતનાં પ્રતિભાશાળી ગરબા ગ્રુપ્સને એક મંચ પર લાવતી આ બીજી આવૃત્તિ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓને જીવંત રાખનારા સમુદાયોના ઉત્સાહની ઉજવણી કરે છે. જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂર આ ગ્રાન્ડ ફિનાલેમાં સેલિબ્રિટી જજ તરીકે ઉપસ્થિત રહેશે અને આજે સાંજે વિજેતાઓની જાહેરાત કરશે. વિજેતા ગ્રુપને રૂપિયા 11 લાખનું ભવ્ય ઇનામ આપવામાં આવશે.

11થી 19 ઓક્ટોબર, 2026 દરમિયાન નવરાત્રિના નવ દિવસોમાં યોજાયેલા આ કાર્યક્રમે ગરબા ગ્રુપ્સને તેમની પ્રતિભા, સર્જનાત્મકતા અને પરંપરાગત પ્રસ્તુતિઓ દર્શાવવા માટે એક મંચ પૂરું પાડ્યું હતું. ચાર શહેરોમાં વિવિધ પ્રસ્તુતિઓ, ડિજિટલ સ્ટોરીટેલિંગ અને સામુદાયિક જોડાણ દ્વારા આ અભિયાને નવરાત્રિના ઉત્સાહને ઊજવ્યો અને તે સાથે ગુજરાતના ગ્રાહકો તથા સમુદાયો સાથે ન્યુવોકોના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા.

વર્ષ 2026ની આ આવૃત્તિમાં ખાસ તૈયાર કરવામાં આવેલું 60 સેકન્ડનું અભિયાન ગીત અને એક વિશિષ્ટ ‘હૂક સ્ટેપ’ રજૂ કરવામાં આવ્યાં હતાં, જેણે આ ઉજવણીને એક આગવી ઓળખ આપી. પસંદ કરાયેલી પ્રસ્તુતિઓનું મૂલ્યાંકન ગ્રુપના તાલમેલ, પરંપરાગત રજૂઆત, નૃત્ય કૌશલ્ય, ઊર્જા, જગ્યાનો ઉપયોગ અને નુવોકો બ્રાન્ડિંગના સમાવેશ જેવા માપદંડોના આધારે કરવામાં આવ્યું હતું.

ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિ.ના માર્કેટિંગ, ઇનોવેશન અને સેલ્સ એક્સેલન્સ વિભાગના પ્રમુખ ચિરાગ શાહે જણાવ્યું હતું કે, “ગરબા એ ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવ, સામુદાયિક ભાવના અને એકતાની અભિવ્યક્તિ છે. ‘સૌથી ખાસ ગરબા’ સીઝન-2 સાથે અમે ગયા વર્ષની સફળતાને આગળ વધારીને ચાર શહેરોમાં સ્થાનિક પ્રતિભાઓ માટે એક વિશાળ મંચ તૈયાર કર્યું છે. આ પહેલ અમારી ‘ન્યુવોકો ડ્યુરાગાર્ડ’ બ્રાન્ડની ‘સબસે ખાસ’ ફિલસૂફી સાથે પણ સુમેળ સાધે છે, જે ખરેખર વિશેષ બાબતોની ઉજવણી કરે છે.  ગુણવત્તા, મજબૂતી અને વિશ્વસનીયતાના પ્રતીક સમાન મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે ‘ન્યુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ’ સમગ્ર ગુજરાતમાં ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવાનું કાર્ય સતત કરી રહી છે. અમે ‘સૌથી ખાસ ગરબા’ને સામુદાયિક જોડાણ માટેના એક દીર્ઘકાલીન મંચ તરીકે જોઈએ છીએ. આગામી વર્ષોમાં અમે સ્થાનિક પ્રતિભાઓ માટે વધુ તકો ઊભી કરીને અને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાઓમાં અર્થપૂર્ણ યોગદાન આપીને આ જોડાણને વધુ મજબૂત બનાવવા માગીએ છીએ. આ પહેલ દ્વારા અમે ગ્રાહકો અને સમુદાયો સાથેના અમારા સંબંધોને વધુ ગાઢ બનાવવા ઈચ્છીએ છીએ; જેમાં માત્ર ઉત્પાદનો જ નહીં, પરંતુ ગુજરાતને વિશેષ બનાવતી પરંપરાઓ અને મૂલ્યોની પણ ઉજવણી કરવામાં આવે છે.”

ગુજરાત એ ન્યુવોકો માટે વ્યૂહાત્મક વિકાસની બજાર રહી છે, જ્યાં કંપનીએ સમગ્ર રાજ્યમાં પોતાની હાજરી મજબૂત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. સુરતમાં ‘લિમલા સિમેન્ટ પ્લાન્ટ’ની શરૂઆત અને અમદાવાદમાં ‘રેડી-મિક્સ કોંક્રીટ’ કામગીરીના વિસ્તરણે સમગ્ર ક્ષેત્રમાં ગ્રાહકોને સેવા પૂરી પાડવાની કંપનીની ક્ષમતામાં વધારો કર્યો છે. ભવિષ્યની વાત કરીએ તો કચ્છ અને સાચાણા ખાતે તૈયાર થઈ રહેલાં નવાં એકમો—જે હવે પૂર્ણ થવાને આરે છે—તે ન્યુવોકોની ઉત્પાદન ક્ષમતા અને વિતરણ નેટવર્કને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે. આ વિકાસકાર્યો ગુજરાત પ્રત્યે કંપનીની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા દર્શાવે છે. આમાં ગુણવત્તાયુક્ત બાંધકામ સામગ્રીને વધુ સુલભ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સાથે ડીલરો, ગ્રાહકો અને સ્થાનિક સમુદાયો સાથેના સંબંધોને પણ વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યા છે.

આ ઉજવણીઓ ન્યુવોકોની 10 વર્ષની સફરના સીમાચિહન સાથે પણ સુસંગત છે, જેને ‘દસ સાલ બેમિસાલ’ થીમ હેઠળ ઊજવવામાં આવી રહી છે. છેલ્લા એક દાયકામાં કંપનીએ વ્યૂહાત્મક અધિગ્રહણો, ક્ષમતા વિસ્તરણ અને નવીન બાંધકામ સામગ્રીના ઉકેલોના વધતા પોર્ટફોલિયો દ્વારા સમગ્ર ભારતમાં પોતાની હાજરી મજબૂત કરી છે. ન્યુવોકો તેની વિકાસયાત્રા આગળ વધારી રહી છે તેમ ‘સૌથી ખાસ ગરબા’ જેવી પહેલ એ વાત દર્શાવે છે કે કંપની જે સમુદાયોમાં કાર્યરત છે તેમની સાથે લાંબા ગાળાના સંબંધો બાંધવા માટે પ્રતિબદ્ધ છે અને આ સાથે તે ગુજરાતની પરંપરાઓ તથા સાંસ્કૃતિક વારસાની ઉજવણી પણ કરે છે.

== સમાપ્ત ==

Related posts

Kiran Sewani’s term as FLO Ahmedabad chairperson draws to a close

Reporter1

સપ્તાહના છેલ્લા દિવસે રોકાણકારોને આજે સાત લાખ કરોડનું નુકસાન થયું

Master Admin

કોગ્નિઝન્ટે ટેકનોવર્સ હેકાથોન 2026નું સમાપન કર્યું, જે ભારતના ભવિષ્યના AI નિર્માતાઓને સશક્ત બનાવે છે

Master Admin

Leave a Comment

Translate »