Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

અર્નબનો કહેરઃ ૧૫૦ કિમીની ઝડપે પવન, ભારે વરસાદથી દરિયાકાંઠે તબાહી

ચક્રવાત અર્નબથી ઓડિશા-આંધ્રપ્રદેશમાં ભારે તબાહી

કાકીનાડા નજીક લેન્ડફોલ બાદ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર, ૮૪ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશાખાપટ્ટનમ, તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૬ — ભયાનક વાવાઝોડું અર્નબ આખરે ભારતના બે મોટા રાજ્યોના દરિયાકાંઠે લેન્ડફોલ કરી ગયું. મંગળવારે મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ આ વાવાઝોડું ત્રાટકતાં ૧૫૦ કિ.મી.ની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારતીય હવામાન વિાભગના અહેવાલ અનુસાર અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.ચક્રવાત ‘અર્નબ’ ના કારણે વિશાખાપટ્ટનમના આર.કે. બીચ પર ભયાનક મોજાં અને ઝડપી પવનો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે અનકાપલ્લી, કાકીનાડા, કોનસીમા, પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં ૧૦૦ મિલીમીટરથી વધુ ભારે વરસાદ નોંધાયો છે. વિશાખાપટ્ટનમમાં સેંકડો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતાં માર્ગ વ્યવહાર ખોરવાયો છે. અનેક ઘરોની દીવાલો અને છતોને ભારે નુકસાન પહોંચ્યું છે.ભારતીય મોસમ વિભાગ ના તાજેતરના બુલેટિન મુજબ, ‘અર્નબ’ વાવાઝોડું અપેક્ષા કરતાં વધુ ઝડપથી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાંથી આગળ વધીને આંધ્રના તટ પર ત્રાટક્યું હતું. લૅન્ડફોલની પ્રક્રિયા ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ની વહેલી સવારે આશરે ૦૧ઃ૨૦ વાગ્યે બાપટલાથી વિશાખાપટ્ટનમ વચ્ચે સ્થિત યનમ દક્ષિણે કાકીનાડા નજીક શરૂ થઈ ગઈ હતી.પવનની ગતિઃ લૅન્ડફોલ સમયે પવનની સતત ઝડપ ૧૨૫ થી ૧૩૫ કિમી/કલાક રહી હતી, જે એક ઝટકામાં ૧૫૦ કિમી/કલાક ની ભયાનક સપાટીએ પહોંચી ગઈ હતી.ઉંચા મોજાંઃ દરિયામાં ૧.૫ થી ૨.૫ મીટર સુધીની તીવ્ર તુફાની લહેરો ઉછળી રહી છે, જ્યારે ગોદાવરી નદીના મુખ પાસે ૨ થી ૩.૫ મીટર ઉંચા મોજાં ઉછળવાની ભીતિ છે.ઓડિશામાં અસરઃ આંધ્ર પ્રદેશ ઉપરાંત દક્ષિણ ઓડિશાના તટીય જિલ્લાઓમાં પણ ભારે પવન સાથે ભયાનક વરસાદ ચાલુ છે.સ્થાનિક તંત્ર અને પ્રશાસન દ્વારા તટીય વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૮૪૦૦૦ થી વધુ લોકોને સુરક્ષિત રીતે ખસેડીને રેસ્ક્યૂ શેલ્ટરમાં રાખવામાં આવ્યા હતા. લૅન્ડફોલની પ્રક્રિયા કલાકો સુધી ચાલુ રહેવાની શક્યતા હોવાથી કાકીનાડા, યનમ અને નરસપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના આપવામાં આવી હતી.

Related posts

કેરેફોરના સાહસિક પ્રવેશ સાથે અપેરલ ગ્રુપે ભારતના રિટેલ પરિદૃશ્યને નવો આકાર આપ્યો

Master Admin

લોન વસૂલવા હવે રિકવરી એજન્ટો ધમકી, મારામારી, ગાળો નહીં આપી શકેઃ RBI

Master Admin

એવરેસ્ટઆઈએમએસ ટેક્નોલોજીસનો ₹48.46 કરોડનો આઈપીઓ આજે ખુલ્યો; આઈટી ઓપરેશન્સમાં એઆઈ આધારિત પરિવર્તન પર કંપનીનો દાવ

Master Admin

Leave a Comment

Translate »