Nirmal Metro Gujarati News
nationalPolitics

કોંગ્રેસના શાસનમાં કોઈ ટ્રેડ ડિલ થઈ નહીં, તેમના કારણે દેશની અર્થવ્યવસ્થા પાછળ રહી

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર ટાર્ગેટ સાધતા કહ્યું

નવા વર્લ્ડ ઓર્ડર બની રહ્યા છે અને નવા વર્લ્ડમાં દુનિયાનો ઝુકાવ ભારત તરફ છે, મહિલાઓ-યુવાનોનો વિકાસ અમારો ટાર્ગેટ છે : વડાપ્રધાન મોદી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આજે દુનિયા પડકારો સામે ઝઝૂમી રહી છે. નવા વર્લ્ડ ઓર્ડર બની રહ્યા છે અને નવા વર્લ્ડમાં દુનિયાનો ઝુકાવ ભારત તરફ છે. મહિલાઓ-યુવાનોનો વિકાસ અમારો ટાર્ગેટ છે. આ બાજુ વિપક્ષે વોકઆઉટ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિપક્ષ પર ટાર્ગેટ સાધતા કહ્યું કે, કાલે હું જોઈ રહ્યો હતો, જે ખુદને રાજા માને છે, તે આર્થિક અસમાનતાની વાતો કરી રહ્યા હતા. ઘુસણખોરોની વકાલત કરનારાઓને યુવાનો કેવી રીતે માફ કરશે. ઘુસણખોર તેમની આઝાદી છીનવી રહ્યા છે. તેમની રોજી રોટીનો હક છીનવી રહ્યા છે. આવા લોકો માટે આ લોકો કવચ બનેલા છે.

વોકઆઉટ પર ગયેલા વિપક્ષ પર કટાક્ષ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, જે લોકો થાકી ગયા હતા, જતાં રહ્યા, પણ ક્યારેકને ક્યારેક તેમને જવાબ આપવો પડશે કે દેશની આવી હાલત કેવી રીતે બનાવી નાખી. દુનિયાના કોઈ દેશ આપણી સાથે ડિલ કરવા આગળ નહોતા આવતા. તમારી કોશિશ રહેશે કે પાછળ પાછળ ગયા પણ કોઈ દેશ ડિલ નહોતા કરતા. તેની પાછળ સૌથી મોટી ડેવલપ કન્ટ્રી એક ડેવલપિંગ કન્ટ્રી સાથે ડિલ કરે છે તો આ મોટી વાત છે. આ ત્યારે થાય છે, જ્યારે આપની પાસે સામર્થ્ય હોય, આપના નાગરિકોની અંદર દેશવાસીઓની અંદર ઊર્જા હોય.

ટીએમસી પર પ્રહાર- ઘુસણખોરોને બચાવવા માટે કોર્ટ પર પ્રેશર, કોર્ટમાં દબાણ બનાવી રહ્યા છે. શું આપણા યુવાનો આવું સહન કરશે.

આમ આદમી પર કટાક્ષ- એક પાર્ટી જેમની આખી સરકાર દારુમાં જતી રહી, તે બ્લેકની વાત કરી રહ્યા હતા, લાગે છે કે તેમનું બ્લેક સાથે કંઈક છે. બધાનો અતીત હોય છે.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે આજે આખી દુનિયા અસ્થિરતાના સમયમાં પસાર થઈ રહી છે અને પોતાને સંભાળી શકતી નથી. બીજા વિશ્વયુદ્ધ પછી હવે એક ‘નવો ગ્લોબલ ઓર્ડર’ ઊભો થઈ રહ્યો છે. પીએમ મોદીએ ખાસ ઉલ્લેખ કર્યો કે આવા નાજુક સમયમાં, જ્યારે આખી દુનિયા યુદ્ધ અને સંકટોથી ઘેરાઈ છે, ત્યારે ભારત એક ‘વિશ્વ-બંધુ’ અને આશાની કિરણ બનીને ઊભરી રહ્યું છે. તેમણે આને ભારત માટે ઐતિહાસિક તક ગણાવી અને કહ્યું કે દેશ આજે સૌથી ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણા વિકસિત દેશો એવા તબક્કે પહોંચી ગયા છે જ્યાં તેમની વસ્તી વૃદ્ધ થઈ રહી છે, જ્યારે આપણો દેશ પોતાની યુવાન વસ્તીના બળ પર સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. તેમણે કહ્યું, “અમારી પાસે યુવાનોનો એક મોટો ‘ટેલેન્ટ પૂલ’ (પ્રતિભાનો ભંડાર) છે, જેમણે સપના છે, દૃઢ સંકલ્પ છે અને ક્ષમતા છે.” પીએમ મોદીએ આગળ કહ્યું કે ભારત એ દેશોમાંથી એક છે જે આશાની કિરણ છે, એવો દેશ છે જે દુનિયાની પડકારોનો જવાબ આપશે. પીએમ મોદીએ કહ્યું કે મુખ્ય અર્થતંત્રોમાં ભારતે ઊંચી વૃદ્ધિ દર (ૐૈખ્તર ય્ર્િુંર) નોંધાવી છે અને ‘હાઈ ગ્રોથ-લો ઇન્ફ્લેશન’ (ઝડપી વિકાસ અને ઓછી મોંઘવારી)નું આ સંયોજન અનોખું છે. તેમણે કહ્યું કે આ આપણા અર્થતંત્રની શક્તિ દર્શાવે છે.

પીએમ મોદીએ ખૂબ જ સંયમિત અને વ્યંગ્યભર્યા અંદાજમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધ્યું. હોબાળા વચ્ચે પીએમ મોદીએ સભાપતિને સંબોધીને કહ્યું, “સભાપતિજી, મારી એક વિનંતી છે. ખડગેજીની ઉંમરને ધ્યાનમાં રાખીને, જો તેઓ બેઠા રહીને નારા લગાવશે તો સારું રહેશે. તેમને કોઈ તકલીફ ન થાય. અહીં ઘણા યુવાન સભ્યો હાજર છે, કૃપા કરીને ખડગેજીને બેઠા રહીને નારા લગાવવાની સુવિધા આપવામાં આવે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પ્રત્યે વિશ્વનું આકર્ષણ વધી રહ્યું છે અને ભારતના ટેલેન્ટનું મહત્ત્વ વિશ્વ સમજી રહ્યું છે. વિશ્વમાં અનેક પડકારો વચ્ચે ભારત આશાનું કિરણ બન્યું છે. મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો ગ્રોથ રેટ ઊંચો અને મોંઘવારી ઓછી છે. આ આપણી અર્થવ્યવસ્થાની મજબૂતાઈને દર્શાવે છે. દેશ સ્વતંત્ર થયો ત્યારે આપણે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા, પણ આ લોકોએ (વિપક્ષ) દેશને ૧૧મા ક્રમે પહોંચાડી દીધો. આજે અમે ત્રીજા સ્થાને જવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

ઁસ્ મોદીએ કહ્યું કે, વિજ્ઞાન, સ્પેસ, સ્પોર્ટ્‌સ સહિતના દરેક સેક્ટરમાં ભારતમાં એક અનોખો આત્મવિશ્વાસ છે. કોવિડ મહામારી બાદ જે સ્થિતિ પેદા થઈ તેના કારણે આજે દુનિયા ડામાડોળ છે. એવામાં વિશ્વ હવે નવા વર્લ્ડઑર્ડર તરફ આગળ વધી રહ્યું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ એક નવું વર્લ્ડઑર્ડર બન્યું હતું, તે પછી હવે ફરી નવું વર્લ્ડઑર્ડર રચાઈ રહ્યું છે. સૌથી મોટી ખુશીની વાત છે કે તમામ ઘટનાઓમાં પલડું ભારત તરફ નમેલું છે. ભારત વિશ્વબંધુ રૂપે અનેક દેશોનો પાર્ટનર બન્યો છે. વિશ્વ કલ્યાણ માટે આપણે ઉચિત ભૂમિકા ભજવી રહ્યા છે અને સહાય પણ કરી રહ્યા છીએ. આજે આખું વિશ્વ ગ્લોબલ સાઉથની ચર્ચા કરે છે પણ ભારત જ તેનું સૂત્રધાર રહ્યું છે. પાછલા થોડા દિવસોમાં દુનિયાના ૯ દેશો સાથે ફ્રી ટ્રેડ ડીલ થઈ જેમાં મધર ઑફ ડીલ્સ થઈ. જેમાં ૨૭ દેશો સાથે એકસાથે ડીલ થઈ. વિપક્ષે દેશના હાલ એવા કરી નાંખ્યા હતા કે કોઈ પણ દેશ ભારત સાથે ડીલ કરવા આગળ નહોતો આવતો. હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ કરતો હતો. ત્યારે એક ગુજરાત રાજ્યમાં પાર્ટનર દેશ જાપાન હતો. મેં તે સમયે જે સામર્થ્ય બતાવ્યું તે આજે ભારતમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસે આ દેશ એવો બરબાદ કરી નાંખ્યો હતો અમારી શક્તિ તેમની ભૂલો સુધારવામાં જઈ રહી છે. દુનિયાના દેશો સામે ભારતની છબી સુધારવી પડે છે. મારા પર વિશ્વાસ ન હોય તો લાલ કિલ્લાથી કોંગ્રેસના તમામ વડાપ્રધાનના ભાષણ વાંચી લો. તેમની પાસે કોઈ વિઝન હતું જ નહીં.

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ભારતીય વિદ્યાર્થીઓનો US પ્રત્યે મોહભંગ

Master Admin

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો પર વહીવટીતંત્રની કડક કાર્યવાહીને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની

Master Admin

‘નલ સે જલ’ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ

Master Admin

Leave a Comment

Translate »