Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને આઈએચજી હોટેલ્સ અને રિસોર્ટ્સે પાંચ હોટેલના સોદા પર હસ્તાક્ષર કર્યા; કિમ્પટનનો ભારતમાં પ્રવેશ

સંપાદકનો સારાંશ

  • અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ) અને આઈએચજીહોટેલ્સ અને રિસોર્ટ્સે પાંચ-હોટેલ પોર્ટફોલિયોના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત ભારતના મુખ્ય એરપોર્ટ અને વાણિજ્યિક સ્થાનો પર લગભગ 1,500 રૂમ ઉમેરવામાં આવ્યા છે.
  • આ ભાગીદારીના પરિણામે કિમ્પટન હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ, આઈએચજીના લક્ઝરી લાઇફસ્ટાઇલ બુટિક બ્રાન્ડનો ભારતમાં પ્રવેશ શક્ય બન્યો છે.
  • આ હોટેલો જયપુર, મેંગલુરુ, તિરૂઅનંતપુરમ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) ખાતે વિકસીત કરવામાં આવશે, જે મહત્વના ઉડ્ડયન અને શહેરી વિકાસ કોરિડોર પાસે હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે.

મુંબઈ | ૧૪મી મે ૨૦૨૬ | ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ) અને વિશ્વની અગ્રણી હોસ્પિટાલિટી કંપનીઓમાંથી એક એવીઆઈએચજીહોટેલ્સ અને રિસોર્ટ્સે ભારતમાં મુખ્ય એરપોર્ટ-લિંક્ડ અને ઉચ્ચ-વિકાસની શક્યતા ધરાવતા શહેરી સ્થાનોએ પાંચ હોટેલો વિકસાવવા એક સીમાચિહ્નસમાન સંચાલિત હોટેલોના પોર્ટફોલિયો કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર આઈએચજીની ભારતની વિકાસ યોજનાઓનેઅનુરૂપ છે, જે અનેક બ્રાન્ડ્સ અને સ્થાનો પર લગભગ 1,500 ચાવીરૂપ રહેણાંક વ્યવસ્થા ઉમેરશે. આ વિકાસ એ મુસાફરીની વધતી જતી માંગ અને ભારતના ઉડ્ડયન, પ્રવાસન અને એરપોર્ટ-સંચાલિત શહેરી માળખાગત ક્ષેત્રોના ઝડપી વિસ્તરણને અનુરૂપ છે.

પોર્ટફોલિયો અંતર્ગત જયપુરમાં કિમ્પટન હોટેલ તેમજ હોલિડે ઈન અને હોલિડે ઈન એક્સપ્રેસ હોટેલ્સ સમાવિષ્ઠ છે જે અદાણી એરપોર્ટ શહેરોના ભાગ રૂપે આગામી હોસ્પિટાલિટીસંચાલિત મિશ્ર-ઉપયોગ વિકાસમાં સમાવિષ્ઠ છે. આ હોટેલોની યોજના નવી મુંબઈ, મેંગલુરુ અને તિરૂઅનંતપુરમ માટે ઘડવામાં આવી છે. એએએચએલેઆ ભાગીદારીને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા આઈએચજીસાથે ચર્ચાઓ આગળ વધારી છે.

આ ભાગીદારી ભારતમાં કિમ્પટન હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સનો પ્રારંભ દર્શાવવાની સાથે તેની ડિઝાઈનના પ્રેરકબળ ધરાવતી હોટેલ, શેફ સંચાલિત ડાઇનિંગ અનુભવો અને બુટિક લક્ઝરી પોઝિશનિંગ માટે વૈશ્વિક સ્તરે ખ્યાતનામ, કિમ્પટનનો ભારતમાં પ્રવેશ પ્રીમિયમ લાઈફસ્ટાઈલ હોસ્પિટાલિટી અનુભવોની વધતી માંગને પણ પ્રતિબિંબિત કરે છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતના ઉડ્ડયન અને પ્રવાસન ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિની શક્યતા અપેક્ષિત છેજેમાં એરપોર્ટસંચાલિત વિકાસની સાથે મુસાફરોના ટ્રાફિકમાં વૃદ્ધિ, સ્થાનિક પ્રવાસન અને વ્યાવસાયિક મુસાફરીની માંગનું પીઠબળ ધરાવતા મુખ્ય હોસ્પિટાલિટી અને વ્યાપારી હબ તરીકે સતત આગળ વધી રહ્યા છે.

શ્રી પ્રણવ અદાણી, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઈએલ)ના ડિરેક્ટરે આ વિષે કહ્યું હતું કે:“અદાણી ગ્રુપ હોસ્પિટાલિટી અને એરપોર્ટ-સંચાલિત શહેરી માળખામાં તેની હાજરીનો વિસ્તાર કરવાની સાથેઅમેવિશ્વ-સ્તરીય સ્થળોનું નિર્માણ કરવાની દ્રષ્ટી ધરાવે છેજે ભારતના ઝડપથી વિકસી રહેલા ઉડ્ડયન ઇકોસિસ્ટમની સમાંતર મુસાફરી, રોકાણ અને શહેરી અનુભવોનો એક સાથે સમન્વય કરે છે. અમે અગ્રણી આંતરરાષ્ટ્રીય હોટેલ બ્રાન્ડ્સ સાથે આ પ્લેટફોર્મ ભાગીદારીમાં નિર્મીત કરી રહ્યા છીએ જે વૈશ્વિક ધોરણો, કામગીરીની શ્રેષ્ઠતા અને સ્કેલ આપે છે. આઈએચજીહોટેલ્સ અને રિસોર્ટ્સ સાથે અમારો સહયોગ, અને મુખ્ય પ્રવેશદ્વારસમા સ્થાનોએ પાંચ હોટેલનો વિકાસ, ભારતના લાંબા ગાળાના પ્રવાસ અને આર્થિક વિકાસ સાથે સંકલિત ઉચ્ચ-ગુણવત્તા ધરાવતા હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે.”

ભારતનું સૌથી મોટું ખાનગી એરપોર્ટ ઓપરેટર, એએએચએલ, તેના સતત વધતા એરપોર્ટ નેટવર્કમાં દર વર્ષે લાખો મુસાફરોને સેવા આપે છે. કંપની એરપોર્ટને સંકલિત શહેરી ઇકોસિસ્ટમ તરીકે પુનઃકલ્પના કરી રહી છે જે હોસ્પિટાલિટી, રીટેઈલ, વાણિજ્યિક અને સામાજીક માળખા સાથે ઉડ્ડયનને સાંકળે છે. મુખ્ય શહેરોમાં આશરે 663 એકરમાં વિસ્તરીત તેના એરપોર્ટ સિટી વિકાસ દ્વારા, એએએચએલલાંબા ગાળાના આર્થિક અને શહેરી વિકાસને આગળ વધારતા મુસાફરીના અનુભવો વધારવા માટે બંધાયેલ મિશ્ર-ઉપયોગ સ્થળોનું રચના કરી રહી છે.

સુદીપ જૈન, આઈએચજીહોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના દક્ષિણ પશ્ચિમ એશિયાના મેનેજિંગ ડિરેક્ટરે આ વિષે કહ્યું હતું કે:“અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ સાથેની ભાગીદારી ભારતના હોસ્પિટાલિટી ક્ષેત્રે, ખાસ કરીને ગેટવેસમા શહેરોમાં અને એરપોર્ટ-આધારિત વિકાસમાં, જે વ્યવસાય, આનંદપ્રમોદ અને ટ્રાન્ઝિટ પ્રવાસીઓ બંને તરફથી મજબૂત માંગ જોઈ રહ્યા છીએ, તે તકોના પ્રમાણને દર્શાવે છે. આ પોર્ટફોલિયો અમને લક્ઝરી, પ્રિમીયમ અને આવશ્યક બ્રાન્ડ્સના મિશ્રણ સાથે, સમગ્ર દેશના ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા બજારોમાં અમારી ઉપસ્થિતિ અર્થપૂર્ણ રીતે મજબૂત કરવાની તક આપે છે. ભારતમાં કિમ્પ્ટન હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સના પ્રવેશ સાથે આ કરાર અમારા માટે  મહત્વનો સીમાચિહ્ન બન્યો છે”

હાલ ભારતમાં આઈએચજીહોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ છ બ્રાન્ડ્સની52 હોટેલ સંચાલિત કરે છે અને આવનારા ત્રણથી પાંચ વર્ષમાં 98 વધુ હોટેલો નિર્મીત કરવાની શક્યતા છે.

Related posts

Samsung Launches Galaxy S24 FE in India; Makes Full Galaxy AI Capabilities Available for More Users; Pre-book Now for Exciting Offer

Reporter1

76% professionals in Ahmedabad believe there’s no substitute for human intuition, even as AI becomes more advanced: LinkedIn

Reporter1

રેન્જ રોવર ઈલેક્ટ્રિક: ઓરિજિનલ લક્ઝરી SUV માટે નવા યુગનો પ્રારંભ

Master Admin

Leave a Comment

Translate »