Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી પ્લેટ સોલ્યુશન્સ લૉન્ચ કર્યા

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે સ્ટ્રક્ટ્રોમેક્સ અને વેલ્ડસ્ટારને ડીઝાઇન કરવામાં આવ્યાં છે

પુણે | ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ | આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા)એ આજે સ્ટ્રક્ટ્રોમેક્સ અને વેલ્ડસ્ટાર નામની બે નવી હેવી સ્ટીલ પ્લેટ બ્રાન્ડ્સ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જેને ભારતના વિકસી રહેલા આંતરમાળખાં, ઉત્પાદન, બાંધકામ, ઊર્જા, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ જેવા ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડીઝાઇન કરવામાં આવી છે. ગુજરાતના હઝીરા ખાતે આવેલી એએમ/એનએસ ઇન્ડિયાની અત્યાધુનિક પ્લેટ મિલ ફેસિલિટીમાં વિકસાવવામાં આવેલા આ નવા ઉત્પાદનમાં અદ્યતન રોલિંગ અને હીટ-ટ્રીટમેન્ટ ટેકનોલોજીની સાથે સચોટ મેટલર્જિકલ અને ક્વૉલિટી કન્ટ્રોલનો સમન્વય કરવામાં આવ્યો છે.

સ્ટ્રક્ટ્રોમેક્સને થર્મો-મિકેનિકલ કન્ટ્રોલ્ડ પ્રોસેસિંગ (ટીએમસીપી)નો ઉપયોગ કરીને ડીઝાઇન કરવામાં આવી છે, જેથી પુલ, બહુમાળી ઇમારતો, ઑફશોર પ્રોજેક્ટ્સ, રેલવે, પવન ઊર્જા અને અન્ય હેવી-ડ્યુટી ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરી શકાય. તે શ્રેષ્ઠ વેલ્ડેબિલિટી, મજબૂતાઈ, ભારવહન ક્ષમતા, કાટનો પ્રતિરોધ અને ફેબ્રિકેશન કામગીરી જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે, જેની મદદથી એન્જિનીયરો અને પ્રોજેક્ટ ડેવલપર્સ એવી રચનાઓનું નિર્માણ કરી શકે છે, જે સંચાલન કે આબોહવાની પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સ્થિર રહે.

વેલ્ડસ્ટાર અલ્ટ્રા-હાઈ-સ્ટ્રેન્થ સ્ટીલ પ્લેટ્સની એક રેન્જ છે, જેની મદદથી એન્જિનીયરો સલામતી કે ટકાઉપણા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યા વિના વજનને ઑપ્ટિમાઇઝ કરી શકે છે, ભારવહનની ક્ષમતા વધારી શકે છે, ઇંધણના વપરાશને સુધારી શકે છે અને લાઇફસાઇકલ ખર્ચ ઘટાડી શકે છે. સંચાલનના લાંબાગાળાના ખર્ચને ઘટાડવા માટે તેને મુખ્યત્વે ક્રેન્સ, ખનનના સાધનો, પરિવહન પ્રણાલીઓ, ઑફશોર પ્રોજેક્ટ્સ અને અન્ય મહત્વપૂર્ણ કામગીરીઓ માટે ડીઝાઇન કરવામાં આવી છે.

એએમ/એનએસ ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રંજન ધરે જણાવ્યું હતું કેઃ ‘ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન ક્ષેત્રે વૃદ્ધિના આગામી તબક્કા માટે એવા સ્ટીલ સોલ્યુશન્સની જરૂર પડશે, જે વધુને વધુ જટિલ બનતા પ્રોજેક્ટ્સમાં વધુ મજબૂતાઈ, વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા પૂરી પાડે. સ્ટ્રક્ટ્રોમેક્સ અને વેલ્ડસ્ટાર ભારતીય એન્જિનીયરો, ફેબ્રિકેટર્સ અને ઉત્પાદકો માટે ઉપલબ્ધ અદ્યતન હેવી પ્લેટના વિકલ્પોને વધારવાની સાથે-સાથે હાઈ-વેલ્યૂ એપ્લિકેશન્સ માટેની સ્થાનિક ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે.’

એએમ/એનએસ ઇન્ડિયાના હેવી પ્લેટ પોર્ટફોલિયોનું મુખ્ય ફૉકસ સ્ટીલના ટકાઉ ઉત્પાદન પ્રત્યેની તેની કટિબદ્ધતા છે. એએમ/એનએસ ઇન્ડિયાના હેવી પ્લેટ ઉત્પાદનોને ડિસેમ્બર 2024માં રજૂ કરવામાં આવેલી સ્ટીલ મંત્રાલયની ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી હેઠળ 3-સ્ટાર રેટિંગ ધરાવતા ગ્રીન સ્ટીલ પ્રમાણિત કરવામાં આવ્યાં છે. આ ફ્રેમવર્ક ટન દીઠ તૈયાર થયેલા સ્ટીલના કાર્બન ઉત્સર્જનના આધારે સ્ટીલનું વર્ગીકરણ કરે છે અને સ્ટીલના વિવિધ ઉત્પાદનોના ટકાઉપણાનું મૂલ્યાંકન કરવા તથા સરખામણી કરવા માટે પારદર્શક, પ્રમાણિત અને સ્ટાર-રેટિંગ આધારિત પ્રમાણીકરણ સિસ્ટમ પૂરી પાડે છે.

સ્ટ્રક્ટ્રોમેક્સ અને વેલ્ડસ્ટારનું લૉન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનીયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રોમાં કામની બદલાતી જરૂરિયાતોને પૂરી કરનારા સ્ટીલ સોલ્યુશન્સ વિકસાવવા માટે એએમ/એનએસ ઇન્ડિયાના ગ્રાહકો સાથે ઘનિષ્ઠતાપૂર્વક કામ કરવાના તેના ફૉકસને પ્રતિબિંબિત કરે છે. આ ઉત્પાદનો પુલ અને ઔદ્યોગિક માળખાંથી લઈને ક્રેન્સ, ખનનના સાધનો અને પરિવહન પ્રણાલીઓ સુધીના પ્રોજેક્ટ્સને સહાયરૂપ થાય તેવી અપેક્ષા છે, જેનાથી ભારતની સ્થાનિક ઉત્પાદન ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે.

== સમાપ્ત ==

Related posts

Tata Motors Announces Biggest Bonanza on Small Commercial Vehicles & Pickups

Reporter1

Final Call for Samsung Solve for Tomorrow: Your Idea Could Be the Next Big Solution

Reporter1

ભારતક્લાઉડ અને ICSI વચ્ચે એમઓયુ: દેશભરના કંપની સેક્રેટરીઓને મળશે સ્વદેશી ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા

Master Admin

Leave a Comment

Translate »