Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

એમેઝોને બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ અને અગ્રણી બ્રાન્ડ્સની હાજરીમાં ભારતના સૌથી મોટા બ્યૂટી એક્સપીરિયન્સ ‘બ્યૂટીવર્સ 2026’ની જાહેરાત કરી

  • ભારતના સૌથી મોટા બ્યૂટી એક્સપીરિયન્સ માટે દેશની અગ્રણી સેલિબ્રિટીઝ અને કન્ટેન્ટ ક્રીએટર્સ એક જ મંચ પર જોવા મળશે, જેમાં અનન્યા પાંડે, શિલ્પા શેટ્ટી, સોનાક્ષી સિંહા, કરિશ્મા કપૂર, જેક્લિન ફર્નાન્ડીઝ, મીરાં કપૂર, ઉર્ફી જાવેદ વગેરેનો સમાવેશ
    થાય છે
  • પહેલી વાર સમગ્ર ભારતના લાખો ગ્રાહકો હવે in પર બ્યૂટીવર્સનો અનુભવ મેળવી શકશે. આ માટે એક અલાયદોસ્ટોરફ્રન્ટતૈયાર કરવામાં આવ્યો છે, જેમાં નવી પ્રોડક્ટ્સનું લૉન્ચિંગ, કન્ટેન્ટ ક્રીએટર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલુંકન્ટેન્ટ તથા આ જુલાઈમાં યોજાનારી પ્રાઇમ ડે ઑફર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

બેંગલુરુ | ૧૬ જૂન ૨૦૨૬ | એમેઝોન ઇન્ડિયાએ આજે તેના ફ્લેગશિપ બ્યૂટી ડિસ્કવરી એક્સપીરિયન્સ ‘બ્યૂટીવર્સ’ની જાહેરાત કરી હતી, જેનું આયોજન 20જૂનના રોજ મુંબઈમાં કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં અનન્યા પાંડે, શિલ્પા શેટ્ટી, સોનાક્ષી સિંહા, કરિશ્મા કપૂર, જેક્લિન ફર્નાન્ડીઝ, મીરાં કપૂર, ઉર્ફી જાવેદ, મહીપ કપૂર, સુશાંત દિવગીકર વગેરે સહિતની અનેક સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહેશે.પહેલી વાર બ્યૂટીવર્સને Amazon.inપર એક અલાયદા સ્ટોરફ્રન્ટમારફતે ઑનલાઇન પણ ઍક્સેસ કરી શકાશે, જે સમગ્ર ભારતના લાખો ગ્રાહકોને હજારો બ્રાન્ડ્સને એક્સપ્લોર કરવાની, નવી લૉન્ચ થયેલી પ્રોડક્ટ્સનેખરીદવાની તેમજ આ જુલાઈમાં યોજાનારા એમેઝોન પ્રાઇમ ડે અગાઉ કન્ટેન્ટ ક્રીએટર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા કન્ટેન્ટનેમાણવાનીતક પૂરી પાડશે.

એમેઝોન ઇન્ડિયાના ડિરેક્ટર (બ્યૂટી)શ્રી સિદ્ધાર્થ ભગતે જણાવ્યું હતું કે, ‘ગયા વર્ષે બ્યૂટીવર્સમાં 1,400થી વધુ સહભાગીઓ અને બ્રાન્ડ્સે ભાગ લીધો હતો, જેમણે આ ઇવેન્ટ બાદ તેમના બિઝનેસમાં 1.6 ગણો વિકાસ નોંધ્યો હતો.આ વર્ષે અમે 2,000થી વધુ સહભાગીઓ, 70 બ્રાન્ડ્સ, ભારતની સૌથી મોટી સેલિબ્રિટીઝ, 600થી વધુ કન્ટેન્ટ ક્રીએટર્સ અને પ્રાઇમ મેમ્બર્સને એકસાથે લાવી રહ્યાં છીએ, જે બ્યૂટીવર્સની અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ બની રહેશે.બ્યૂટીવર્સને પહેલી વાર Amazon.in પર ઉપલબ્ધ કરાવીને અમે સમગ્ર દેશના લાખો ગ્રાહકોને પણ આ એક્સપીરિયન્સનો લાભ લેવાની તક પૂરી પાડી રહ્યાં છીએ.બ્યૂટીવર્સના માધ્યમથી ગ્રાહકોને શ્રેષ્ઠ બ્યૂટી પ્રોડક્ટ્સ શોધવામાં મદદરૂપ થવા માટે અમે પ્રોડક્ટ્સનાવ્યાપક વિકલ્પો, ટેકનોલોજી અને પ્રેરણાદાયી અનુભવોનોસમન્વય સાધીને ખૂબ જ ઉત્સાહિત છીએ.’ 

ડિસ્કવરી, કન્ટેન્ટ અને કૉમર્સ – એક જ મંચ પરઃ બ્યૂટીવર્સ 2026માં ઘણી મોટી સંખ્યામાં ભારતના ટોચના સેલિબ્રિટીઝ, કન્ટેન્ટ ક્રીએટર્સ અને બ્રાન્ડ લીડર્સ ઉપસ્થિત રહેશે, જેમને ઇન્ટરેક્ટિવ સેશન્સ, ચર્ચાઓ, બ્રાન્ડ વર્કશૉપ્સ અને મનોરંજનના વિવિધ કાર્યક્રમોના માધ્યમથી એક જ મંચ પર એકઠાં કરવામાં આવશે.આ ઇવેન્ટમાં અનન્યા પાંડે બ્યૂટી ક્ષેત્રમાં આવી રહેલા પરિવર્તનો વિશે પોતાના વિચારો રજૂ કરશે, શિલ્પા શેટ્ટી વેલનેસ અને બ્યૂટીના સમન્વય પર ચર્ચા કરશે, સોનાક્ષી સિંહા કન્ટેન્ટ ક્રીએટર કમ્યુનિટીની સિદ્ધિઓને બિરદાવશે, કરિશ્મા કપૂર બદલાતા ટ્રેન્ડ્સથી અછૂતી રહેલી બ્યૂટી વિશે વાત કરશે તેમજ જેક્લિન ફર્નાન્ડીઝ પોતાની બ્યૂટી બ્રાન્ડનેતૈયાર કરવાની વિકાસયાત્રા વિશે જાણકારી પૂરી પાડશે.મીરાં કપૂર અગ્રણી કન્ટેન્ટ ક્રીએટર્સ પારુલ ગુલાટી, મૃનુ પંચાલ અને સમીરા રેડ્ડી સાથે કન્ટેન્ટ અને કૉમર્સ વિષય પર ચર્ચા કરશે, જ્યારે ઉર્ફી જાવેદ, મહીપ કપૂર અને સુશાંત દિવગીકર બ્યૂટીના પરંપરાગત ધોરણો તથા સ્વ-અભિવ્યક્તિ જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે.આ ઇવેન્ટમાં એમેઝોન પર બ્રાન્ડનું નિર્માણ કરવાના વિષય પર પણ એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશકૅરના સ્તુતિ કોઠારી, ધી ડર્મા કંપનીના વરુણ અલઘ, આઇટીસીના સંજય શ્રીનિવાસ, એચયુએલના પ્રતિક વેદ તથા શરાયા કૉસ્મોકૅરના સુમીર દુગ્ગલ જેવા સ્થાપકો અને ઉદ્યોગજગતના અગ્રણીઓ ભાગ લેશે. આ ઉપરાંત, કૃષ્ણા અભિષેક પોતાની સ્ટેન્ડ-અપ કૉમેડી દ્વારા સૌને હસાવશે. 

લોકો બ્યૂટી ક્ષેત્રના ટ્રેન્ડ્સથી દોરવાઈને બ્યુટી પ્રોડક્ટ્સને શોધી રહ્યાં છેઃ આ વર્ષના બ્યૂટીવર્સમાં ભારતમાં ઝડપથી લોકપ્રિય બની રહેલી બ્યૂટી કેટેગરીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, જેમાં જાપાનીઝ બ્યૂટી, ફ્રેન્ચ ફાર્મસી સ્કિનકૅર, પ્રીમિયમ હેરકૅર, મીડલ-ઇસ્ટના પર્ફ્યૂમ્સ અને અત્તરો, વૈશ્વિક લક્ઝરી બ્યૂટી, ઇન્ગ્રિડિયન્ટ આધારિત સ્કિનકૅર તેમજ પુરુષો માટેના ગ્રૂમિંગ રેજિમ્ન્સનો સમાવેશ થાય છે.પ્રીમિયમ બ્યૂટી સેગમેન્ટેAmazon.in પર વાર્ષિક ધોરણે 1.5 ગણી વૃદ્ધિ નોંધાવી છે, કારણ કે ગ્રાહકો હવે વધુને વધુ વિશ્વસનીય, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ્સ અને વૈશ્વિક બ્રાન્ડ્સને પસંદ કરી રહ્યા છે.આ ઇવેન્ટમાં ભાગ લઈ રહેલી બ્રાન્ડ્સમાં એનેસા, લા રોશે-પોસે, યુસેરિન, ડોલ્સે એન્ડ ગબાના, લૉરા મર્સિયર, એલેમિસ, અર્બન ડીકે, અવેડા, પૉલાઝ ચોઇઝ અને બાયોડાન્સ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની સાથે-સાથે ભારતની અગ્રણી બ્યૂટી બ્રાન્ડ્સનો પણ સમાવેશ થાય છે. 

બ્યૂટીવર્સ અને પ્રાઇમ ડેનું સંકલનઃબ્યૂટીવર્સને જુલાઈમાં યોજાનારા એમેઝોન પ્રાઇમ ડે સાથે સાંકળવામાં આવ્યું છે, જે બ્યૂટી પ્રોડક્ટ્સના ગ્રાહકો માટે નવી પ્રોડક્ટ્સનેશોધવાથી માંડીને આકર્ષક ડીલ્સ સુધીની સમગ્ર સફરને વધુ સરળ અને લાભદાયી બનાવશે.1.5 લાખથી વધુ કન્ટેન્ટ ક્રીએટર્સ સુધીની પહોંચ ધરાવતો એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ બ્યૂટી કેટેગરીમાં કન્ટેન્ટ ક્રીએટર્સ દ્વારા તૈયાર કરવામાં આવતા કન્ટેન્ટને સતત પ્રોત્સાહન આપી રહ્યો છે.ગ્રાહકો એમેઝોન નાઉ મારફતે પણ બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદી શકે છે, જે મિનિટોમાં ખૂબ જ ઝડપથી ડિલિવરીની સુવિધા પૂરી પાડે છે અને તેમના મનપસંદ બ્યૂટી એસેન્શિયલ્સને અગાઉ કરતાં વધુ ઝડપથી તેમના ઘર સુધી પહોંચાડે છે.

== સમાપ્ત ==

Related posts

Samsung Strengthens Premium Presence with its New Experience Store in New Delhi’s South Extension II

Reporter1

ટ્રાઈડેન્ટ ગ્રુપ દ્વારા ‘વિકસિત ભારત મિશન’ અંતર્ગત અખિલ ભારતીય સ્તરે ભરતી અભિયાનનો પ્રારંભ

Master Admin

Dettol Banega Swasth India Commemorates Global Handwashing Day 2024, Reaching 30 million Children Nationwide

Reporter1

Leave a Comment

Translate »