Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઇરાન યુદ્ધમાં બોમ્બમારો કરનારુ અમેરિકાનું B-52 બોમ્બર ક્રેશ

પ્લેન કાટમાળમાં ફેરવાયું, ૮ લોકોના મોત

વિમાન તૂટી પડ્યા પછી ઘટનાસ્થળેથી આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા, જેને માઈલો દૂરથી પણ જોઈ શકાતા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૧૬ જૂન ૨૦૨૬ — અમેરિકન એરફોર્સનું B-52 બોમ્બર વિમાન દક્ષિણ કેલિફોર્નિયાના એડવડ્‌ર્સ એરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યાના થોડી જ વારમાં ક્રેશ થઈ ગયું. એરફોર્સ બેઝના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૮ લોકોના મોત થયા છે. આ ઘટના સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે ૧૧ઃ૨૦ વાગ્યે બની હતી, જ્યારે વિમાન એક સામાન્ય (રૂટિન) મિશન પર હતું. વિમાન તૂટી પડ્યા પછી ઘટનાસ્થળેથી આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા, જેને માઈલો દૂરથી પણ જોઈ શકાતા હતા.કર્નલ જેમ્સ હેસે પત્રકારોને જણાવ્યું કે, “આજે એડવડ્‌ર્સ એરફોર્સ બેઝ પર એક ભયાનક અકસ્માત થયો છે અને આપણે આઠ મહાન અમેરિકનોને ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુઃખદ હતી અને તેમાં કોઈના પણ બચવાની શક્યતા નહોતી.” તેમણે વધુમાં જણાવ્યું કે ક્રૂ મેમ્બર્સમાં લશ્કરી જવાનો, સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો સામેલ હતા. અકસ્માત શેના કારણે થયો તેની માહિતી હજુ સુધી મળી નથી અને ઝીણવટભરી તપાસ બાદ જ તેની ખબર પડશે. હેસે કહ્યું કે આ મામલાની આગળની તપાસ પૂર્ણ થવામાં ૬ મહિનાથી વધુ સમય લાગી શકે છે.આ પ્લેન અકસ્માત એરફોર્સ બેઝના રનવે પર જ થયો હતો અને હાલ પૂરતું બેઝ પર તમામ કામકાજ (ઓપરેશન્સ) રોકી દેવામાં આવ્યા છે. કર્નલ હેસે જણાવ્યું કે મ્-૫૨ બોમ્બર વિમાન બેઝના ‘રડાર મોર્ડનાઇઝેશન (આધુનિકીકરણ) પ્રોગ્રામ‘માં મદદ કરી રહ્યું હતું. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ તે ક્રેશ થઈ ગયું અને તેમાં ભીષણ આગ લાગી ગઈ. એરફોર્સ બેઝના જણાવ્યા અનુસાર, વિમાન તૂટી પડતાં જ ઇમરજન્સી સેવાઓ અને રાહત બચાવ ટુકડીએ તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અકસ્માત બાદ ત્યાં આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા.મ્-૫૨ બોમ્બર અમેરિકન એરફોર્સના સૌથી જૂના વિમાનોમાંનું એક છે. તેને પહેલીવાર ૧૯૫૫માં સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ લાંબા અંતર સુધી ઉડાન ભરી શકતું એક ભારે બોમ્બમારો કરતું વિમાન છે, જેમાં સામાન્ય રીતે પાંચ ક્રૂ મેમ્બર્સ (પાયલોટ અને અન્ય સ્ટાફ) હોય છે. આ વિમાન ૭૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૩૧,૭૫૦ કિલોગ્રામ) સુધીના બોમ્બ અને અન્ય હથિયારો લઈ જઈ શકે છે. અમેરિકન એરફોર્સ હાલમાં મ્-૫૨ૐ મોડલનો ઉપયોગ કરે છે, જે પરમાણુ બોમ્બ અને પરમાણુ હથિયારો લઈ જતી ક્રૂઝ મિસાઈલો વહન કરવા માટે પણ સક્ષમ છે.

Related posts

ઈરાન સાથે MoU ફાઇનલ નથી, જો પસંદ નહીં આવે તો અમે ફરીવાર કરીશું એટેક

Master Admin

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં GDP વૃદ્ધિ દર ૭.૪% રહેવાની ધારણા

Master Admin

અફઘાનિસ્તાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શાહબાઝ-મુનીરના ગુણગાન ગાયા

Master Admin

Leave a Comment

Translate »