Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

એમેઝોન ફેશને આ વર્ષે અક્ષય તૃતીયા પર દરેક પ્રસંગ માટે એઆઈની મદદથી જ્વેલરીની પસંદગી કરવાની સુવિધા રજૂ કરી

  • જોયઆલુક્કાસ, પી.સી. ચંદ્રા જ્વેલર્સ, મિયા બાય તનિષ્ક, GIVA, કુબેરબૉક્સ, ડબ્લ્યુએચપી જ્વેલર્સ સહિતની અન્ય અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સનીસોના, ચાંદીનીઅને રોજિંદા વપરાશની ઉત્કૃષ્ટ જ્વેલરીનાશ્રેષ્ઠ વિકલ્પોની જાણકારી મેળવો
  • શું તમે તમારી અક્ષય તૃતીયાની ખરીદીનું આયોજન કરી રહ્યાં છો?તો રુફસને પૂછો – ‘મને યલો ગોલ્ડ સ્ટડ ઇયરિંગ્સ’ અથવા ‘રૂ. 15,000-17,000ની રેન્જમાં લેબ-ગ્રોન ડાયમંડ પેન્ડન્ટ્સ બતાવો’ અને પર્સનલાઇઝ્ડ વિકલ્પો મેળવો. અથવા તો તમારી પસંદગી જેવી જ જ્વેલરીની સ્ટાઇલ્સ અને ડિઝાઇન્સ તરત જ શોધવા માટે એમેઝોન લેન્સ એઆઈનીમદદથી ફક્ત એક ફોટો અપલોડ કરો.
  • એમેઝોન પે યુપીઆઈ દ્વારા કરવામાં આવતી ડિજિટલ ગોલ્ડની ખરીદી પર રિવોર્ડ્સ આપી રહ્યું છે, જેમાં પ્રાઇમનાસભ્યો 2% કેશબેક અને જેઓ પ્રાઇમનાસભ્યો નથી તેઓ 1% કેશબેક મેળવવા માટે પાત્ર છે.ગ્રાહકો GIVA, જોયઆલુક્કાસ ડાયમંડ, તનિષ્ક ગોલ્ડ અને કલ્યાણ ગોલ્ડ જ્વેલરી સહિતની અન્ય અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સના ગિફ્ટ કાર્ડ્સ પર 13% સુધીના વધારાના ડિસ્કાઉન્ટનો પણ લાભ ઉઠાવી છે.

બેંગલુરુ | ૧૪મી એપ્રિલ ૨૦૨૬ — સોના અને ચાંદીના શાશ્વત આકર્ષણને કારણે અક્ષય તૃતીયા સમગ્ર દેશમાં જ્વેલરીની ખરીદી માટેનુંવણજોયું મુહૂર્ત બની રહ્યું છે.આ વર્ષે, એમેઝોન ફેશન ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સોનાના સિક્કા જેવી પરંપરાગત અને શુકનવંતી ખરીદીની સાથે રોજિંદા વપરાશની ઉત્કૃષ્ટ જ્વેલરી પણ ઉપલબ્ધ કરાવી રહી છે.ટેકનોલોજીની મદદથી કરવામાં આવેલા નવીનીકરણો, એઆઈથી સંચાલિત ડિસ્કવરી ટૂલ્સ અને જોયઆલુક્કાસ, પી.સી. ચંદ્રા જ્વેલર્સ, મિયા બાય તનિષ્ક, GIVA અને પીએનજી જ્વેલર્સ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સની વિશાળ શ્રેણી સાથે, એમેઝોન ફેશન ગ્રાહકો માટે પરંપરા અને વર્તમાન ફેશન-ફોરવર્ડ ટ્રેન્ડ્સ એમ બંનેને પ્રતિબિંબિત કરનારી જ્વેલરીનેશોધવાની અને ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવી રહી છે.

એઆઈથી સંચાલિત ડિસ્કવરી ટૂલ્સનીમદદથી અક્ષય તૃતીયાની ખરીદી હવે સરળ બની

અક્ષય તૃતીયાની જ્વેલરીની ખરીદીને સરળ બનાવવા માટે, એમેઝોન ફેશન એઆઈથી સંચાલિત ડિસ્કવરી ટૂલ્સ લઇને આવી છે, જે ગ્રાહકોને સેકન્ડોમાં જ તેમનીવસ્તુઓ પસંદ કરવામાં મદદરૂપ થાય છે.એમેઝોનના એઆઈ શોપિંગ આસિસ્ટન્ટ રુફસની મદદથીખરીદદારો ‘મને યલો ગોલ્ડ સ્ટડ ઇયરિંગ્સ બતાવો’ અથવા ‘રૂ. 15,000-17,000ની રેન્જમાં લેબ-ગ્રોન ડાયમંડ પેન્ડન્ટ્સ બતાવો’ જેવા સરળ પ્રશ્નો પૂછીને પોતાની પસંદગી મુજબનીભલામણો મેળવી શકે છે.રુફસ 30થી 90 દિવસની પ્રાઇઝ હિસ્ટ્રી ટ્રેકરની સુવિધા પણ પૂરી પાડે છે, જેની મદદથી ગ્રાહકો પ્રોડક્ટ ડિટેલ પેજ પર ફક્ત ‘પ્રાઇઝ હિસ્ટ્રી’ વિકલ્પ પર ક્લિક કરીને ખરીદી અંગેના સ્માર્ટ નિર્ણયો લઈ શકે છે.અથવા તો, ફક્ત એટલું પૂછો કે, ‘શું આ વસ્તુ છેલ્લાં 30 દિવસમાં વેચાણમાં હતી?’અથવા ‘પ્રાઇઝ હિસ્ટ્રી શું છે?’અને રુફસ તમને વર્તમાન કિંમત, તાજેતરની સૌથી વધુ કિંમત અને તાજેતરની સૌથી ઓછી કિંમત સહિતની વિગતો પૂરી પાડશે, જે તમને શ્રેષ્ઠ ડીલ મળી રહી છે કે નહીં તે સમજવામાં મદદ કરશે.તમે રુફસને નિયમિતપણે કિંમતો તપાસવા માટે અને જ્યારે વસ્તુ તમારી નિર્ધારિત કિંમત સુધી પહોંચે ત્યારે તમને એલર્ટ કરવા અથવા તમારી ડિફોલ્ટ પેમેન્ટ મેથડનો ઉપયોગ કરીને તમારી ખરીદીની પ્રક્રિયા પૂરી કરવા માટે પણ કહી શકો છો.ફક્ત એટલું કહો કે, ‘જ્યારે આ પેન્ડન્ટની કિંમત રૂ. 10,999 થાય ત્યારે તેના માટે પ્રાઇઝ એલર્ટ સેટ કરો’અથવા ‘જ્યારે આ જ્વેલરી સેટની કિંમત રૂ. 25,000કે તેથી ઓછી થાય ત્યારે તેની ખરીદીની પ્રક્રિયા પૂરી કરો.’

શોધખોળની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટેગ્રાહકો ટેકનોલોજીની મદદથી કરવામાં આવેલા એવા નવીનીકરણોને એક્સપ્લોર કરી શકે છે, જે જ્વેલરીની ખરીદીને વધુ સહજ અને વ્યક્તિગત બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે.વર્ચ્યુઅલ જ્વેલરી ટ્રાય-ઑન જેવી સુવિધાઓની મદદથી ગ્રાહકો ખરીદી કરતાં પહેલાં જ્વેલરી તેમના પર કેવી દેખાશે તે જોઈ શકે છે, જ્યારે રિંગ સાઇઝિંગ ટેકનોલોજીની મદદથી તેઓ ઘરે બેઠાં જ તેમની રિંગનું સચોટ નક્કી કરી શકે છે.

અહીં આ સીઝનમાં આધુનિક ભારતીય મહિલાઓની અક્ષય તૃતીયાની ખરીદીને વ્યાખ્યાયિત કરતી પાંચ ક્ષણો પર એક નજર કરોઃ

  1. ધી બ્રાઇડલ મોમેન્ટ: લગ્નો અને તહેવારો માટેનીઆકર્ષક જ્વેલરી

આ સીઝનમાંપી.સી. ચંદ્રા જ્વેલર્સ અને પીએનજી જ્વેલર્સની આકર્ષક જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બની છે, જે પરંપરાગત કલાત્મકતા અને સમકાલીન શૈલીનો અદભૂત સમન્વય છે, જેનાથી બ્રાઇડલ લૂકશાશ્વતની સાથે-સાથે ટ્રેન્ડ મુજબનો પણ લાગે છે.

પી. સી. ચંદ્રા જ્વેલર્સ વિમેન 22 કેરેટયલો ગોલ્ડ એલિગન્ટ તુશી સ્ટડ ઇયરિંગ્સ:તે અદભૂત રીતે તૈયાર કરવામાં આવેલી આકર્ષક જ્વેલરી છે, જેમાં જટિલ ગોલ્ડવર્ક અને શાશ્વત ડિઝાઇનનો સમન્વય કરવામાં આવ્યો છે.તેકાયમ માટે યાદ રહી જતાં લગ્નો, રિસેપ્શન્સ અને દરેક તહેવારના પ્રસંગો માટે બિલકુલ યોગ્ય છે.તમને આ પણ ગમશે:પી.એન. ગાડગિલ જ્વેલર્સ 22 કેરેટ સૌંદર્ય તુશી નેકલેસઅનેપી. સી. ચંદ્રા જ્વેલર્સ 14 કેરેટ ગોલ્ડ રેડિયન્ટ બ્લોસમ સ્ટડ ઇયરિંગ્સ.

  1. ધી ગિફ્ટિંગ મોમેન્ટ: તમે જેમને પ્રેમ કરો છો તેમના માટે શુકનવંતી પસંદગીઓ

આ વર્ષે અક્ષય તૃતીયાએગિફ્ટ આપવાની પરંપરા ફક્ત સોનાના સિક્કાઓ સુધી મર્યાદિત રહી નથી – શુકનવંતી ક્ષણો માટે આધુનિક સ્પર્શ ધરાવતા સિલ્વર જ્વેલરી સેટ અને લેબ-ગ્રોન ડાયમંડ પેન્ડન્ટ નેકલેસ અંગે પણ વિચારો.

સ્પાર્કલ્સ ક્લાસિક સોલિટેર લેબ ગ્રોન ડાયમંડ્સ પેન્ડન્ટ નેકલેસ:આ સ્પાર્કલ્સ ક્લાસિક સોલિટેર ડાયમંડ પેન્ડન્ટમાંલાવણ્ય અને રોજિંદી શૈલીનો અદભૂત સમન્વય કરવામાં આવ્યો છે, જે દરેક પ્રસંગ માટે એક પર્ફેક્ટ અને આનંદદાયક ગિફ્ટ છે.તમને આ પણ ગમશે:GIVA 925 સિલ્વર ક્લાસિક ઝિરકોન સેટ વિથ નેકલેસ એન્ડ ઇયરિંગ્સ અનેSPARQ લેબ ગ્રોન ડાયમંડ પેન્ડન્ટ નેકલેસ.

  1. ધી એવરીડે મોમેન્ટ: દરેક ક્ષણ માટેની સરળ અને સુંદર જ્વેલરી

આજની આધુનિક નારી માટે વ્યસ્ત દિવસો અને સાંજની આઉટિંગ વચ્ચે સંતુલન જાળવવા માટેલાવણ્યમયી જ્વેલરી અને લેબ-ગ્રોન ડાયમંડ્સ સાચા અર્થમાં ભરોસાપાત્ર સાથી તરીકે કામ કરે છે. ડાયમંડ બ્રેસલેટ, રિંગ્સ અને નાજુક પેન્ડન્ટ્સ સહિતની રોજિંદી જ્વેલરી પોતાની એક આગવી શૈલી ઊભી કરવા માટે પર્ફેક્ટ છે.

ફિયોના ડાયમંડ્સ 0.15 કેરેટ લેબ ગ્રોન ડાયમંડ બ્રેસલેટ ઇન 18 કેરેટ ગોલ્ડ વરમેઇલ:ક્લીન, વજનમાં હળવું અને હંમેશા પહેરી શકાય તેવુંઆ લેબ-ગ્રોન ડાયમંડ બ્રેસલેટ સવારની મીટિંગથી લઈને સાંજના આઉટિંગ સુધી સાચા અર્થમાં ભરોસાપાત્ર સાથી તરીકે કામ કરે છે. તમને આ પણ ગમશે:GIVA 18 કેરેટ યલો ગોલ્ડ ડિવાઇન ગ્રેસ લેબ ગ્રોન ડાયમંડ રિંગઅનેફિયોના ડાયમંડ્સ 0.19કેરેટ લેબ ગ્રોન ડાયમંડ બ્રેસલેટ્સ ઇન 18 કેરેટ ગોલ્ડ વરમેઇલ

  1. ધી સ્ટેટમેન્ટ મોમેન્ટ: કાયમ માટે યાદ રહી જતી રાતો માટેની આકર્ષક જ્વેલરી

એનિવર્સરી અને ખાસ પ્રસંગો માટેએમેઝોન ફેશન ડાયમંડ પેન્ડન્ટ્સ અને આકર્ષક ઇયરિંગ્સ જેવી સ્ટેટમેન્ટ જ્વેલરી પૂરી પાડે છે, જે મહિલાઓને આત્મવિશ્વાસ સાથે ખરીદી કરવા સક્ષમ બનાવે છે.

મિયા બાય તનિષ્ક 14 કેરેટ યલો ગોલ્ડ બોલ્ડ મેશ સ્ટડ ઇયરિંગ્સ:ક્લીન, વજનમાં હળવી અને હંમેશા પહેરી શકાય તેવી આ બોલ્ડ મેશ સ્ટડ ઇયરિંગ્સ ખૂબ જ સરળતાથી સ્ટાઇલિશ લૂક આપે છે અને યાદગાર ક્ષણો માટે આદર્શ છે. તમને આ પણ ગમશે:પી.એન. ગાડગિલ જ્વેલર્સ 14કેરેટ યલો ગોલ્ડ એન્ડ ડાયમંડ પેન્ડન્ટઅનેમિયા બાય તનિષ્ક 14 કેરેટ યલો ગોલ્ડ ગ્લીમિંગ બ્લોસમ ડાયમંડ પેન્ડન્ટ

Related posts

Yamaha Announces Festive Offers on FZ Series, Fascino and RayZR models in Gujarat

Reporter1

શ્રુતિ અગર્વાલ, સહ-સ્થાપક, સ્ટેશફિને બજેટ 2026–27ના આર્થિક સમાવેશ અને MSME આધારિત વિકાસ પર મજબૂત સમર્થન દર્શાવ્યું છે।

Master Admin

Young Entrepreneur Building on Legacy Supporting Digital India with Xcare.in Bringing Trusted IT Services to Your Doorstep

Reporter1

Leave a Comment

Translate »