Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ખરીદીના પ્રમાણમાં વાર્ષિક ધોરણે 100%ની વૃદ્ધિ સાથે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2026નો ઐતિહાસિક આરંભ

  • સમગ્ર ભારતમાં બ્લોકબસ્ટર માગઃ ભારતના દરેક પિનકોડના ગ્રાહકોએ અગાઉથી ઓર્ડર કર્યો છે.
  • ભારતની સૌથી ઝડપી ઉત્સવની ડિલિવરીઃ ઓર્ડર કર્યાના કલાકોમાં દેશભરમાં લાખો ડીલ્સ ડિલિવર કરવામાં આવી. એમેઝોન નાઉની સાથે 120થી વધુ શહેરોમાં બેમાંથી એક પ્રોડક્ટ માત્ર મિનિટોમાં ડિલિવર કરવામાં આવી.
  • આકાંક્ષાઓ પરવડી શકે એવી બનીઃ ભારત પ્રિમિયમ સ્માર્ટફોન્સ, એપ્લાયન્સિસ, ફેશન, સૌંદર્ય, સ્વાસ્થ્ય, હોમ અને વધુમાં અનેક ગણા વધારા સાથે પ્રિમિયમ બની રહ્યો છે. બેમાંથી એક ગ્રાહકે ઇએમઆઇની ઉપયોગ કરીને ખરીદી કરી, ખરીદવામાં આવેલા દર ત્રણમાંથી એક યુનિટને કેશબેક પ્રાપ્ત થયા.
  • પ્રાઇમ સભ્યો માટે વધારાનું મૂલ્યઃ પ્રાઇમ સભ્યોએ માત્ર 12 કલાકમાં પ્રાઇમ-ઓનલી ઓફર્સ સાથે પાછલા વર્ષની તુલનામાં 100%થી વધુની બચત કરી.

બેંગલુરુ | ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ | એમેઝોને આજે જાહેર કર્યું હતું કે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2026નો ઐતિહાસિક આરંભ થયો છે – જે શોપિંગ ઇવેન્ટ માટે અત્યાર સુધીનો સૌથી મોટો આરંભ હતો. ભારત Amazon.in પર અભૂતપૂર્વ સ્તરે ખરીદી કરી રહ્યો છે, જેમાં ગ્રાહકો વાર્ષિક ધોરણે 100% કરતા વધુ પ્રોડક્ટ્સ ઓર્ડર કરી રહ્યા છે. ભારતના દરેક પિન-કોડમાંથી આવતા ગ્રાહકોએ સ્માર્ટફોન્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, સૌંદર્ય, હોમ, કિચન, રોજિંદા વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય ઘણામાં ઓર્ડર અગાઉથી કરી દીધો છે, જેનાથી તે શોપિંગ ઇવેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ ખરીદી કરવાનો આરંભ દિવસ બન્યો છે.

ગ્રાહકોને સેલર્સ અને બ્રાન્ડ્સ દ્વારા ઓફર કરવામાં આવેલી લાખો પ્રોડક્ટ્સમાં વર્ષની સૌથી નીચી કિંમતે મૂલ્ય મળી રહ્યું છે. બેમાંથી એક ગ્રાહકે ઇએમઆઇનો ઉપયોગ કરીને ખરીદી કરી છે અને ખરીદવામાં આવેલા દર ત્રણ યુનિટમાંથી એકને કેશબેકનો રિવોર્ડ આપવામાં આવ્યો છે. પ્રોડક્ટ્સના સૌથી મોટા ક્યુરેશન પર પ્રાઇમ-ઓનલી ઓફર્સ ઉપલબ્ધ હોવાની સાથે પ્રાઇમ સભ્યોએ પાછલા વર્ષની તુલનામાં 100%થી વધુની બચત કરી છે.

ભારતમાં ગ્રાહકોની દિવસની શરૂઆત થઈ તેના કલાકોની અંદર તેમને લાખો ડીલ્સ ડિલિવર કરવામાં આવી હતી. એમેઝોન નાઉ દ્વારા સેવા આપવામાં આવતા 120થી વધુ શહેરોમાં બેમાંથી એક પ્રોડક્ટ માત્ર મિનિટોની અંદર ડિલિવર કરવામાં આવી હતી.

“એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2026ના આરંભિક ટ્રેન્ડ્સે અમારી સૌથી વધુ આશાવાદી અપેક્ષા કરતા વધુ સારી કામગીરી કરી છે. અમે મધ્યરાત્રિથી તમામ ગ્રાહકો માટે તેને ખુલ્લો મૂક્યો છે અને ગ્રાહક સામેલગીરી, ઓર્ડર વોલ્યુમ્સ અને ડિલિવરીની ઝડપમાં અગાઉથી નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. અમે ઓર્ડર કરેલી પ્રોડક્ટ્સમાં 100%નો વિક્રમજનક વધારો નોંધાવ્યો છે અને પ્રાઇમ સભ્યો માટે વધારાની બચત, ત્વરીત બેંક ડિસ્કાઉન્ટ્સ, એક્સચેન્જ, નો-કોસ્ટ ઇએમઆઇ, એમેઝોન પે લેટર અને મૂલ્ય આધારિત ઘણા બધા પ્રોગ્રામ્સ સાથે આકાંક્ષાઓ પરવડી શકે એવી બનતી જોઇને અમે ખુશ છીએ. મેટ્રો શહેરોથી લઈને નાના નગરો સુધી – ભારત શ્રેષ્ઠ ડીલ્સ, વ્યાપક પસંદગી અને ઝડપી ડિલિવરીઝ માટે Amazon.in પર ખરીદી કરવાનું પસંદ કરી રહ્યો છે. ફેસ્ટિવ મોસમ માત્ર શરૂ જ થઈ છે, અને અમે દેશભરના દરેક ગ્રાહકોને ખુશ કરવા માટે પ્રતિબદ્ધ છીએ”, એમ એમેઝોન ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. 

વિવિધ કેટેગરીઝમાં બ્લોકબસ્ટર માગઃ

સ્માર્ટફોન્સ અને ઇલેક્ટ્રોનિક્સઃ અપગ્રેડ આ સીઝનની પસંદગી રહી હતી, જેમાં પ્રિમિયમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં વાર્ષિક ધોરણે 70% વધારો નોંધાઇ રહ્યો છે. એપલ આઇફોન 16, સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા, વનપ્લસ નોર્ડ 6, ઝાઓમી 17 અને iQOO 15આર ગ્રાહકો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી, કારણ કે તેમનો ઝોક ફ્લેગશીપ કેમેરા, ઝડપી ચિપ્સ અને મોટા ડિસ્પ્લેની તરફ હતો. લેપટોપ્સમાં, મેકબુક નિઓનું વેચાણ નિયમિત દિવસ કરતા 65 ગણું ઊંચું હતું. પ્રિમિયમ વેરેબલ્સનું વેચાણ નિયમિત દિવસ કરતા 65 ગણું વધુ હતું, જેમાં ગાર્મિન, એપલ, સેમસંગ અને અમેઝફિટ મોખરે રહી હતી.

હોમ એન્ટરટેઇન્મેન્ટ અને એપ્લાયન્સિસઃ ગ્રાહકોએ સ્ક્રીન્સ અને સાઉન્ડ પર વધુ ધ્યાન આપ્યું હતું, જેમાં હોમ એન્ટરટેઇન્મેન્ટનું વેચાણ નિયમિત દિવસો કરતા વધુ 77 ગણું વધ્યું હતું. 55 અને તેથી વધુ ઇંચના ટીવીનો હિસ્સો કુલ વેચાણ થયેલા ટીવીમાંથી 65% રહ્યો હતો. સોની, જેબીએલ અને સેમસંગના હાઇ-એન્ડ હોમ થિએટર સિસ્ટમ્સે વધુ સારું પ્રદર્શન કર્યું છે, જેમાં પ્રથમ 12 કલાકમાં નિયમિત દિવસો કરતા 100 ગણું વધુ વેચાણ નોંધાયું હતું. ગ્રાહકોએ તેમના ઘરને અપગ્રેડ કર્યા છે, જેમાં મોટા એપ્લાયન્સિસનું વેચાણ નિયમિત દિવસો કરતા 50 ગણું વધુ નોંધાયું હતું. 9 કિલો અને તેથી વધુના પ્રિમિયમ ફ્રંટ-લોડ વોશિંગ મશીનનાં વેચાણમાં 80 ગણો વધારો નોંધાયો હતો, જ્યારે ડ્રાયર્સ અને ડિશવોશર્સમાં 60 ગણાનો વધારો નોંધાયો હતો. રેફ્રિજરેટર્સમાં નિયમિત દિવસો કરતા 60 ગણાનો વધારો થયો હતો, જેમાં સેમસંગ, એલજી, હાયર અને બોશના ફ્રોસ્ટ-ફ્રી અને સાઇડ-બાય-સાઇડ મોડલ્સ સૌથી મોખરે રહી છે, જ્યારે પેનાસોનિક, હિટાચી અને ડૈકિન એર કન્ડિશનર્સમાં સૌથી આગળ રહી હતી.

ફેશનઃ ફેશનનું વેચાણ નિયમિત દિવસો કરતા 7 ગણું વધ્યું હતું. જૂતા દર સેકન્ડે સાત જોડીનું વેચાણ નોંધાયું હતું, જે સામાન્ય દિવસોની ગતિ કરતા 7 ગણી વધુ છે. નાઇકી આ હરિફાઇમાં સૌથી આગળ રહી હતી, જેનું સામાન્ય દિવસો કરતા 16 ગણું વધુ વેચાણ નોંધાયું હતું, ત્યાર પછી 15 ગણા સાથે સ્કેચર્સ અને ન્યુ બેલેન્સ, 12 ગણા સાથે વૂડલેન્ડ, 11 ગણા સાથે હશ પપીઝ અને 10 ગણા સાથે એડિડાસ રહી હતી. ડેનિમનો પોતાનો ઉત્સવ હતોઃ મેન્સ બોટમવેરમાં સામાન્ય દિવસ કરતા 7 ગણાનો વધારો નોંધાયો હતો, લેવાઇસમાં આ ઉછાળો 30 ગણો અને રોંગમાં 13 ગણો નોંધાયો હતો, જેમાં દર કલાકે 1,500થી વધુ જીન્સની જોડીનું વેચાણ નોંધાયું હતું. એથનિક વેરે તહેવારનો મૂડ બનાવ્યો હતો, જેમાં બિબામાં 14 ગણા, લિબાસમાં 11 ગણા વધારાની સાથે વિમેન એથનિક વેરમાં રોજિંદા વેચાણ કરતા 4 ગણો વધારો જોવા મળ્યો હતો અને દર મિનિટે 100થી વધુ કૂર્તાનું વેચાણ નોંધાયું હતું. મેન્સ શર્ટ અને ટી-શર્ટમાં નિયમિત દિવસ કરતા 5 ગણો વધારો થયો હતો, જેમાં 12 ગણા સાથે એલેન સોલી અને 10 ગણા સાથે લુઇસ ફિલિપ અને પીટર ઇંગ્લેન્ડ મોખરે રહી હતી.

સૌંદર્યઃ Amazon.in પર પ્રથમ 12 કલાકમાં ખરીદવામાં આવેલી દર ચારમાંથી એક પ્રોડક્ટ બ્યુટી પ્રોડક્ટ હતી. પ્રિમિયમ સ્કિન અને હેર કેરમાં દર મિનિટે 150થી વધુ પ્રોડક્ટ્સનું વેચાણ થયું હતું, જે સામાન્ય દિવસ કરતા 5 ગણું વધુ હતું, જેમાં ક્લિનિક, લા રોશે-પોસે, સેરાવી, કેરાસ્ટેસ અને ફોરેસ્ટ એસેન્શિયલ્સ મોખરે રહી હતી. કે-બ્યુટીએ તેના દૈનિક વેચાણ કરતા 4 ગણું વધુ વેચાણ નોંધાવ્યું હતું, જેમાં 1,000થી વધુ પ્રોડક્ટ્સનું દર કલાકે વેચાણ થયું હતું, જેમાં સેલિમેક્સ, મેડિક્યુબ અને બાયોડાન્સ સૌથી આગળ રહી હતી. લક્ઝરી ફ્રેગ્રેન્સમાં દર મિનિટે 12નું વેચાણ થયું હતું, જે સામાન્ય દિવસો કરતા 4 ગણું વધુ હતું, જેમાં ચોપાર્ડ, કેરોલિના હેરેરા અને રાલ્ફ લોરેન મોખરે રહી હતી. રોજિંદી સેલ્ફ-કેર પ્રોડક્ટ્સમાં પણ તેજી જોવા મળી હતી, જેમાં સાબુ અને શાવર જેલનું સામાન્ય દિવસોનાં વેચાણ કરતા 19 ગણું વધુ વેચાણ નોંધાયું હતું અને દર મિનિટે 800થી વધુનું વેચાણ થયું હતું.

સ્વાસ્થ્ય કેન્દ્રસ્થાને રહ્યું: પ્રિમિયમ વેરેબલ્સનું વેચાણ નિયમિત કારોબારના દિવસ કરતા 80 ગણું વધ્યું હતું, જેમાં ગાર્મિન, એપલ, સેમસંગ અને અમેઝફિટ સૌથી આગળ રહી હતી. આ ટ્રેન્ડ હોમ અને કિચન કેટેગરીઝમાં પણ આગળ વધ્યો હતો. એર ફ્રાયર્સ અને એર પ્યોરિફાયર્સમાં નિયમિત દિવસ કરતા 30 ગણો વધારો, જ્યુસર્સમાં 23 ગણો અને એસ્પ્રેસો મશીન્સમાં 16 ગણો વધારો નોંધાયો હતો, જેમાં સોલારા જેવી બ્રાન્ડ્સમાં વેચાણ નિયમિત દિવસ કરતા 35 ગણું, ડિ-લોંઘીમાં 20 ગણું અને ફિલિપ્સનું 9 ગણું વધારો નોંધાયું હતું.

== સમાપ્ત ==

Related posts

Nothing Phone (3a) sale starts on 11 March; Available for as low as ₹19,999

Reporter1

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય

Master Admin

આઈબીએલ ફાઇનાન્સ લી. Rs.50 કરોડ સુધીના સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ અને રિડીમેબલ NCDsનો પબ્લિક ઈશ્યુ લાવવાની દરખાસ્ત કરે છે

Master Admin

Leave a Comment

Translate »