Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

Amazon.in નવરાત્રિ, ગુડી પડવા અને ઇદની ઉજવણી માટે AIની મદદથી થતી તહેવારોની ખરીદીની સુવિધા લઇને આવી

  • Amazon.in પર એમેઝોન નાઉ મારફતે 10-મિનિટમાં ડિલિવરી મેળવવાથી લઇને એમેઝોન ફ્રેશ મારફતે 2-કલાકના સ્લોટ અને એવરીડે નીડ્સ મારફતે તે જ દિવસે અથવા બીજા દિવસે ડિલિવરીની સુવિધા મેળવવાની સાથે દરેક તહેવારને અનુરૂપ ડિલિવરીના વિકલ્પોનોલાભ ઉઠાવો
  • 35% સુધીનીછુટ ધરાવતા ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા રેડી ટુ ઇટ સ્ટોરની મુલાકાત લો અને વિવિધ વિકલ્પો અંગે જાણકારી મેળવો
  • રુફસ તહેવારોની ખરીદી માટે વાતચીત દ્વારા વસ્તુઓને શોધવાની સુવિધા, 90-દિવસની કિંમતોની હિસ્ટ્રી અને આપમેળેકિંમતોના એલર્ટ્સ મેળવવાની સુવિધા લઇને આવ્યું છે

બેંગલુરુ | ૧૭મી માર્ચ ૨૦૨૬ — સમગ્ર ભારતમાં અનેક પરિવારો નવરાત્રિ, ગુડી પડવા અને ઇદની ઉજવણીની તૈયારી કરી રહ્યાં છે ત્યારે, Amazon.in ખૂબ જ વિચારપૂર્વક કરેલી પસંદગીઓ અને ડિલિવરીના ફ્લેક્સિબલ વિકલ્પો સાથે તહેવારોની ખરીદીને સરળ બનાવી રહી છે.દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુના કેટલાક ભાગોમાં ગ્રાહકોને એમેઝોન નાઉ મારફતે છેલ્લી ઘડીએ મિનિટોમાં જ પૂજાની જરૂરી ચીજવસ્તુઓની ડિલિવરી જોઇતી હોયકે એમેઝોન ફ્રેશ મારફતે નિર્ધારિત 2-કલાકના સ્લોટમાં ડિલિવરી મેળવવી હોય કે પછી એવરીડે નીડ્સ મારફતે તે જ દિવસે અથવા બીજા દિવસે ડિલિવરી મેળવવાની સુવિધા જોઇતી હોય, Amazon.in તહેવારોની ઉજવણી માટે જરૂરી દરેક વસ્તુ ગ્રાહકોના ઘરઆંગણે લઇને આવી છે.ગ્રાહકો ટાટા સંપન્ન, ફાર્મલી, ગો દેશી, સ્ટોરિયા, નટરાજ અને તેના જેવી અન્ય લોકપ્રિય બ્રાન્ડ્સની ઉપવાસની પરંપરાગત સામગ્રી અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સથી લઈને ક્લાસિક મીઠાઈઓ અને તાજગી આપનારા પીણાં સુધીની તહેવારોની મનપસંદ વસ્તુઓનોઆનંદ માણી શકે છે.તહેવારોના વ્યસ્ત દિવસોમાં જે ગ્રાહકો ભોજન માટે ઝડપી વિકલ્પો શોધી રહ્યાં છે, તેમના માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા રેડી-ટુ-ઇટસ્ટોરમાં વિવિધ પ્રકારના અનુકૂળ વિકલ્પો પર 35% સુધીની છુટ મળી રહી છે.આ બધું જ એમેઝોનના ડિલિવરી નેટવર્ક દ્વારા સપોર્ટેડ છે, જેમાં પ્રાઇમના મેમ્બર્સ માટે ખાસ ઓફર્સ અને એમેઝોન પે મારફતે વધારાની બચતની સુવિધા તો ખરી જ. 

AIની મદદથી થતી ખરીદી તહેવારોમાંચીજોને શોધવાનું સરળ બનાવે છે

એમેઝોનના AI દ્વારા સંચાલિત શોપિંગ આસિસ્ટન્ટ રુફસ મારફતે ગ્રાહકો વાતચીત દ્વારા સહજ રીતે વસ્તુઓને શોધી શકે છે.રુફસ વ્યક્તિગત ભલામણો, કિંમતોના વલણો અને વિઝ્યુઅલ દ્વારા ટૂંકમાં સમજાવે છે, આ સાથે જ તે ગ્રાહકોની પસંદગીઓ અને ભૂતકાળના ઑર્ડરને સમજીને તેમની જરૂરિયાત મુજબના સૂચનો પણ આપે છે.ગ્રાહકો નવરાત્રિમાં ઉપવાસ માટેની વાનગીઓ સૂચવો, ઈદ કે લિયે મીઠાઈના ઓપ્શન્સ બતાવોઅથવા 500રૂપિયાથી ઓછી કિંમતમાં ગુડી પડવા માટે હેલ્ધી સ્નેક્સ, જેવા પ્રશ્નો પૂછીને તરત જ તેને અનુરૂપ સૂચનો મેળવી શકે છે.

રુફસ કિંમતોના ભૂતકાળના વલણો પર નજર રાખીને વધુ સ્માર્ટ, ઝડપી અને વધુ સક્ષમ બની રહ્યું છે.તે 30થી 90 દિવસનીકિંમતોની હિસ્ટ્રીનેટ્રેક કરવાની સુવિધા આપે છે, જેનાથી ગ્રાહકો જોઈ શકે છે કે કિંમત તેના લઘુત્તમ સ્તરે છે કે નહીં અને પ્રોડક્ટ ડીટેઇલના પેજ પર ‘પ્રાઇઝ હિસ્ટ્રી’ના વિકલ્પ પર ફક્ત એક ક્લિક કરવાથી તેમને ખરીદીના વધુ સ્માર્ટ નિર્ણયો લેવામાં મદદ મળે છે.અથવા ફક્ત ‘શું છેલ્લાં30 દિવસમાં આ ડ્રાય ફ્રૂટ પૅક વેચાણમાં હતું?’અથવા ‘તેની કિંમતોની હિસ્ટ્રી શું છે?’એમ પૂછવાથી રુફસ વર્તમાન કિંમત, તાજેતરની સૌથી વધુ કિંમત અને તાજેતરની લઘુત્તમ કિંમત સહિતની વિગતો સાથે જવાબ આપશે, જે તમને શ્રેષ્ઠ ડીલ મળી રહી છે કે નહીં તે સમજવામાં મદદ કરશે.હવે તમે રુફસને જ્યારે આ કાજુ 399 રૂપિયાના થાય ત્યારે પ્રાઇઝ એલર્ટ સેટ કરો, જ્યારે આ સાબુદાણા પર 20%નીછુટ હોય ત્યારે ખરીદોઅથવા જ્યારે આ મીઠાઈનું બૉક્સ 800 રૂપિયા કે તેથી ઓછું હોય ત્યારે ખરીદો તેમ કહી શકો છો. રુફસ નિયમિતપણે કિંમતો તપાસશે અને તમને એલર્ટ કરશેઅથવા જ્યારે વસ્તુ તમારી લક્ષિત કિંમત સુધી પહોંચશે ત્યારે તમારી ડિફોલ્ટ પેમેન્ટ મેથડનો ઉપયોગ કરીને તમારી ખરીદીની પ્રક્રિયાપૂરી કરશે.

તહેવારોની આ સીઝનને યાદગાર બનાવવા માટે અહીં કેટલાક ટોચનાવિકલ્પો આપવામાં આવ્યાં છેઃ

નવરાત્રિ અને રામનવમી માટે ઉપવાસમાં લોકપ્રિય વાનગીઓઃ નવરાત્રિ દરમિયાનબનતી વાનગીઓમાંપૌષ્ટિક અને વ્રત માટેના અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જે પરંપરાઓને જાળવી રાખવાની સાથે શરીરને પોષણ પણ આપે છે.નેચરવિટબકવ્હીટ (કુટ્ટુ)નો લોટ,જીવા એમેરન્થનો લોટ અને ટીડબ્લ્યુએફ વર્જિન એમેરન્થ(રાજગરા)નો લોટ જેવા લોટ વ્રત માટેની વાનગીઓ જેવી કે રોટલી, પુડલા અને વ્રતના ભજીયાં બનાવવા માટે શ્રેષ્ઠ છે.વેદકા સાબુદાણાથી સાબુદાણાની ખીચડી જેવી પરંપરાગત વાનગીઓ બનાવી શકાય છે, જ્યારે વેદકા ફોક્સનટ્સ (મખાના) હળવા નાસ્તા અથવા મખાણાની ખીર માટે ઉત્તમ છે. વ્રતની મીઠાઈઓમાં કુદરતી ગળપણ માટે ટુ બ્રધર્સ ઓર્ગેનિક ફાર્મ્સ હેન્ડમેડ શેરડીનો ગોળ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. 

તહેવારો માટે ડ્રાય ફ્રૂટ્સ અને પૌષ્ટિક નાસ્તો: ડ્રાય ફ્રૂટ્સ તહેવારો માટે અનિવાર્ય છે, પછી ભલે તે પ્રસાદ તરીકે ધરાવવામાં આવે, મીઠાઈમાં વપરાય કે મહેમાનોને પીરસવામાં આવે.નટરાજ ઓસ્ટ્રેલિયન બદામ, ટ્રુ એલિમેન્ટ્સ પ્રીમિયમ બદામ અને ટાટા સંપન્ન આખા કાજુ જેવા વિકલ્પો તહેવારોની થાળી માટે આદર્શ છે. ફાર્મલી પંચમેવા ડ્રાય ફ્રૂટ્સ મિક્સ, પ્રિટીનટી હેલ્ધી નટમિક્સ અને ફાર્મલી રોસ્ટેડ પિસ્તા જેવા રેડી-ટુ-ઈટ મિક્સ પણ તહેવારોમાં નાસ્તા માટે અનુકૂળ રહે છે.

વહેંચવા અને ભેટ આપવા માટે તહેવારોની પરંપરાગત મીઠાઈ: મીઠાઈ વગર કોઈ પણ ઉત્સવ અધૂરો છે.બીકાનો રાજભોગ અને ગિટ્સ રસગુલ્લા જેવી લોકપ્રિય પરંપરાગત મીઠાઈઓ અસલી સ્વાદ લાવે છે, જ્યારે કાજુપ્રેમીઓ માટે કરાચી બેકરીની કાજુ કતરી અને ગો દેશી કાજુ કતરી શ્રેષ્ઠ છે. કંઈક નવું અજમાવવા માટેસ્વીટ કરમ કફી ડેટ્સ લાડુ અને ગો દેશી ગોળવાળી કાજુ કતરી પૌષ્ટિક સામગ્રીમાંથી બનેલી સ્વાદિષ્ટ મીઠાઈઓ પૂરી પાડે છે.

તહેવારોની ઉજવણી માટે તાજગીસભર પીણાં: ઉનાળાની શરૂઆત સાથે જ, તાજગી આપનારા પીણાં ઉજવણીમાં ઉત્સાહ જાળવી રાખવામાં મદદ કરશે. સ્ટોરિયા ટેન્ડર કોકોનટ વોટર, રૉ પ્રેસરી વેલેન્સિયા ઓરેન્જ જ્યુસ અને યુ ફૂડલેબ્સ નેચરલ કોકોનટ વોટર જેવા વિકલ્પો તાજગી આપે છે. મોટા મેળાવડાઓ માટેટેંગ મેંગો ઇન્સ્ટન્ટ ડ્રિંક અને શુગર બેરી બર્સ્ટ સમર સીરપ ઝડપથી લોકપ્રિય કૂલર્સ બની શકે છે તથા મહેમાનો સાથેની મુલાકાત અને વાતચીતની પળો માટેટાટા ટી પ્રીમિયમ હંમેશા ગરમાગરમ ચૂસકીની ખાતરી આપે છે.

તહેવારોની વિધિઓ માટે પૂજાની જરૂરી સામગ્રી: તહેવારોની ઉજવણી દરમિયાન ઘણીવાર દૈનિક વિધિઓ અને પૂજાની તૈયારીઓ કરવાની રહે છે. દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુના પસંદગીના વિસ્તારોમાં ગ્રાહકો એમેઝોન નાઉ મારફતે તાજાં ફૂલો અને પર્ણોની ડિલિવરી અત્યંત ઝડપથીમેળવી શકે છે, જેનાથી છેલ્લી ઘડીએ પણ પૂજાની સામગ્રીની વ્યવસ્થા કરવી સરળ બની જાય છે.

તહેવારોના વ્યસ્ત દિવસો માટે તૈયાર ભોજન:તહેવારોના દિવસો ઘણીવાર તૈયારીઓ, મહેમાનો અને ઉજવણીને કારણે વ્યસ્ત હોઈ શકે છે. જે લોકો ભોજનના ઝડપી અને અનુકૂળ વિકલ્પો શોધી રહ્યાં છેતેમના માટે એમેઝોન ગ્રોસરી ખાવા માટે તૈયાર ભોજન અને શાકાહારી વાનગીઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે, જેનાથી લાંબો સમય રસોઈ કર્યા વગર જ પરંપરાગત સ્વાદનો આનંદ માણવો સરળ બની જાય છે. અનુકૂળ આવે તેવી સ્વાદિષ્ટ નૂડલ્સથી માંડીને વિવિધ ઇન્સ્ટન્ટ ફૂડ અને પેકેજ્ડ મીલ્સ સુધી, ગ્રાહકો તહેવારોની વ્યસ્તતા વચ્ચે ઝડપથી સંતોષકારક ભોજન તૈયાર કરી શકે છે. આ વિકલ્પો વ્યસ્ત પરિવારો, મોડી રાતની ખાવાની તીવ્ર ઇચ્છા કે ઉજવણી વચ્ચે લેવામાં આવતા હળવા નાસ્તા માટે આદર્શ છે, જે ખાતરી આપે છે કે સ્વાદિષ્ટ ભોજન હંમેશા સરળતાથી ઉપલબ્ધ રહે.

Related posts

Samsung To Unveil Next Phase of AI Appliances, Push Boundaries of TVs at CES: JB Park

Reporter1

Krupalu Metals Limited to Launch SME IPO on BSE to Fund Expansion

Reporter1

Toyota Kirloskar Motor Launches Fortuner and Legender Neo Drive 48V Variants Neo Drive Edge: How the New Grade Stands Apart

Reporter1

Leave a Comment

Translate »