Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
entertainmentGujarat

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ, ગુજરાત | ૧૭મી જુલાઈ ૨૦૨૬ | રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ ખાતે આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ *”પ્રોગ્રામ”*નું શુભ મુહૂર્ત વિધિવત્ સંપન્ન થયું.

આપકા એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત આ ફિલ્મના નિર્માતાઓ શૈલેષ પટેલ, વંદના પટેલ, ઋતુલ પટેલ અને હર્ષ કાનોટીયા છે.

ફિલ્મની વાર્તા અને દિગ્દર્શનની જવાબદારી બિમલ ત્રિવેદી સંભાળી રહ્યા છે. એક પ્રતિભાશાળી અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલા બિમલ ત્રિવેદી આ ફિલ્મ દ્વારા પ્રથમ વખત સ્ટોરી રાઇટર અને ડિરેક્ટર તરીકે પર્દાપણ કરી રહ્યા છે, જે ફિલ્મ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ફિલ્મમાં આર્જવ ત્રિવેદી, કથા પટેલ, જીતુ પંડ્યા, ચેતન દયા, યુવરાજ ગઢવી, વિશાલ વૈશ્ય, વિશ્વ પંડ્યા, ચેતન પાઢિયા તથા બિમલ ત્રિવેદી મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

ફિલ્મનું શીર્ષક “પ્રોગ્રામ” ખૂબ જ રસપ્રદ છે. ગુજરાતીમાં કોઈપણ પ્રસંગ, ઉજવણી કે આનંદના માહોલમાં આપણે સહજ રીતે “પ્રોગ્રામ” શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હાસ્યથી ભરપૂર આ ફિલ્મ દર્શકોને શરૂઆતથી અંત સુધી મનોરંજન પૂરું પાડશે. ફિલ્મની વાર્તા અંગે હાલમાં વધુ ખુલાસો કરવામાં આવ્યો નથી, જેથી દર્શકોમાં ઉત્સુકતા જળવાઈ રહે.

ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

== સમાપ્ત ==

Related posts

૨૨ ગામોના ખેડૂતોની પાણી નહીં તો વોટ નહીંની કડક ચીમકી

Master Admin

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછતઃ પંપો પર અફરાતફરી

Master Admin

રાજ કપૂરના વારસાની ઉજવણી કરો, થિયેટરમાં તેમના કેટલાક કાલાતીત ક્લાસિક જુઓ

Reporter1

Leave a Comment

Translate »