Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ચુપા ચુપ્સની નવી બબલ ગમ સ્ટિક્સ સાથે હવે ચ્યૂઇંગ ગમની બમણી મજા માણો

— ફ્રૂટ્સ અને કોલા લેમન ફ્લેવર્સમાં ઉપલબ્ધ 10 રૂપિયાની નવી અને વધુ સોફ્ટ બબલ ગમ સ્ટિક્સ સાથે મોટા બબલ્સ બનાવવાની મજા જ કંઈ અનેરી છે 

રાષ્ટ્રીય | ૨૦મી નવેમ્બર ૨૦૨૬ | પર્ફેટી વેન મેલે ઇન્ડિયાની કન્ફેક્શનરી બ્રાન્ડ ચુપા ચુપ્સે ‘ચુપા ચુપ્સ બબલ ગમ સ્ટિક્સ’ લૉન્ચ કરીને ભારતની બબલ ગમની કેટેગરીમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. ફ્રૂટ્સ અને કોલા લેમન એમ બે મજેદાર ફ્લેવર્સમાં ઉપલબ્ધ આ નવી બબલ ગમ સ્ટિક્સ મોટા બબલ્સ બનાવવાની મજા અને વધુ સોફ્ટ ચ્યુ સાથે અનોખો અનુભવ આપશે. 10 રૂપિયાની કિંમત ધરાવતી ચુપા ચુપ્સ બબલ ગમ સ્ટિક્સ હવે સમગ્ર દેશના રીટેલ સ્ટોર્સમાં
ઉપલબ્ધ છે.

આ પ્રોડક્ટ લૉન્ચ પાછળ ગ્રાહકોની એક સરળ છતાં મહત્વપૂર્ણ સમજણ રહેલી છે. આજના યુવા ગ્રાહકો કન્ફેક્શનરીની કેટેગરીમાં ફક્ત સારા સ્વાદથી વિશેષ કંઈક મેળવવાની અપેક્ષા રાખે છે. તેઓ એવી પ્રોડક્ટ્સ પસંદ કરે છે, જેને ચાવવામાં મજા આવે, જેની સાથે રમવાની મોજ પડે અને મિત્રો સાથે પણ આનંદથી શૅર કરી શકાય. બબલ ગમની કેટેગરીમાં મોટા બબલ્સ બનાવવાની મજા હંમેશાં મુખ્ય આકર્ષણ રહી છે. ચુપા ચુપ્સ બબલ ગમ સ્ટિક્સમાં ગમનું કદ મોટું રાખવામાં આવ્યું છે, જેથી મોટા બબલ્સ બનાવવાની મજા વધુ રોમાંચક બની રહે.

ચુપા ચુપ્સ બબલ ગમ સ્ટિક્સને બબલ ગમનો એક અલગ અને અનોખો અનુભવ આપવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ કેટેગરીમાં 4.2 ગ્રામની મોટી ગમ રજૂ કરનારી ચુપા ચુપ્સ પ્રથમ બ્રાન્ડ છે. આ ગમ વધુ સોફ્ટ ચ્યુ અને વધુ સારો અનુભવ આપે છે. આ સાથે જ, ગમનું મોટું કદ મોટા બબલ્સ બનાવવાની મજાને ઔર વધારી દે છે અને મસ્તીભરી પળોને વધુ યાદગાર બનાવે છે. ક્લાસિક ફ્રૂટ્સ ફ્લેવરની સાથે આ કલેક્શનમાં કોલા લેમન નામનો નવો ફ્લેવર પણ રજૂ કરવામાં આવ્યો છે. બબલ ગમની કેટેગરીમાં આ પ્રકારનો ફ્લેવર પહેલીવાર રજૂ કરવામાં આવ્યો છે, જેમાં સૌના મનપસંદ બે સ્વાદનું એક જ સ્ટિકમાં અનોખું સંયોજન કરવામાં આવ્યું છે.

આ લૉન્ચ પ્રસંગે પર્ફેટી વેન મેલે ઇન્ડિયાનાં માર્કેટિંગ ડિરેક્ટર શ્રીમતી ગુંજન ખેતાનએ જણાવ્યું હતું કે, ‘ચુપા ચુપ્સમાં અમે હંમેશાં માનીએ છીએ કે કન્ફેક્શનરી સ્વાદિષ્ટ હોવાની સાથે એટલી જ મજેદાર પણ હોવી જોઈએ. બબલ ગમની કેટેગરીમાં ચુપા ચુપ્સના પ્રવેશ સાથે, અમે આજના યુવા ગ્રાહકો માટે એક એવી પ્રોડક્ટ રજૂ કરવા માગતા હતા, જે ચ્યુઇંગનો વધુ મજેદાર અને રસપ્રદ અનુભવ આપે. ચુપા ચુપ્સ બબલ ગમ સ્ટિક્સમાં મોટા બબલ્સ, મજેદાર ફ્લેવર્સ અને નવા ફૉર્મેટનું અનોખું સંયોજન છે, જે ચ્યુઇંગની દરેક પળને વધુ આહ્લાદક બનાવે છે. આ લૉન્ચ ગ્રાહકોની બદલાતી પસંદગીઓને અનુરૂપ અને તેમની સાથે જોડાણ સાધી શકે તેવા સાર્થક પ્રોડક્ટ ઇનોવેશન્સ રજૂ કરવા પરના અમારા ફૉકસને દર્શાવે છે. આ સાથે જ, ભારતીય કન્ફેક્શનરી માર્કેટમાં ચુપા ચુપ્સની હાજરીને વધુ મજબૂત બનાવે છે.’

આકર્ષક અને રંગબેરંગી પૅકેજિંગ બ્રાન્ડના મજેદાર અને આનંદી મિજાજને રજૂ કરે છે. તેનાથી પ્રોડક્ટ રીટેલ સ્ટોર્સમાં શેલ્ફ પર અલગ તરી આવે છે અને ચુપા ચુપ્સની પ્રોડક્ટ રેન્જ સાથે જોડાયેલા રોમાંચને નવા સ્તરે લઈ જાય છે. ટીનેજર્સ અને ટ્વીન્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલાં આ રંગબેરંગી પૅક્સ બ્રાન્ડની ઓળખ સમાન આનંદ, ઊર્જા અને સહજતાની ભાવનાને સુંદર રીતે વ્યક્ત કરે છે.

ચુપા ચુપ્સ બબલ ગમ સ્ટિક્સને હવે મૉડર્ન ટ્રેડ (એમટી), જનરલ ટ્રેડ (જીટી) અને ઈ-કૉમર્સ ચૅનલ્સ મારફતે ખરીદી શકાશે, જેના લીધે સમગ્ર ભારતમાં યુવા ગ્રાહકો સુધી બ્રાન્ડની પહોંચ વિસ્તરશે. આ લૉન્ચની સાથે-સાથે ચુપા ચુપ્સ તેની અસલ ગમ-ફિલ્ડ લોલિપોપ્સ, સૉર બેલ્ટ્સ અને સૉર બાઇટ્સ સહિતની વૈવિધ્યસભર પ્રોડક્ટ રેન્જની સાથે ભારતમાં ગ્રાહકોને નિરંતર સ્વાદનો અનોખો અનુભવ પૂરો પાડી રહી છે, જે વિવિધ પ્રકારના આકર્ષક ફ્લેવર્સ અને ફૉર્મેટ્સમાં ઉપલબ્ધ છે.

== સમાપ્ત ==

Related posts

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૯૩નો વધારો

Master Admin

ગ્રાહકો સાથે 70 વર્ષોની ઉજવણી કરતા: યામાહાની RayZR 125 Fi Hybrid પર રૂ. 10,000નો કિંમત ફાયદો 

Reporter1

અદભુત New Baleno સાથે ‘Dare to go Glam’: ડાયનેમિક અચિવર્સ માટે ઘડવામાં આવી છે

Master Admin

Leave a Comment

Translate »