Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

કેન્યાની કથાનું ભાવભીનું સમાપન; ૧૫-ઓગસ્ટથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગુંજશે ‘તુલસી’ નાદ

કથાઓનો મહારથી હનુમાન છે.

તમામ સિદ્ધાંતોથી મુક્તિ એ સિદ્ધાંતસાર છે.

શ્રુતિસાર,બોધસાર,ધર્મસાર,પ્રેમસાર,સિધ્ધાંત સાર અને માનસ સાર એ સાર ષટક છે.

ધર્મનો પર્યાય સ્વતંત્રતા હોવી જોઈએ,જેને આપણે નિજધર્મ કહી શકીએ.

આવનારી ગુરુપૂર્ણિમાની ત્રિભુવનને એડવાન્સમાં વધાઇ અપાઇ.

રામકથાના પુર્ણાહૂતિનાં નવમા દિવસે મનોરથી પરિવારનાં હાર્દિક સતિષભાઈ મોદીએ સમગ્ર આયોજન તરફ અને બાપુ તરફ ખૂબ જ પૂજ્ય ભાવ વ્યક્ત કર્યો.

ભદ્રાયુ વચ્છરાજાનીએ ગુજરાતથી આવેલા બધા જ સંતો મહાનુભાવો તરફથી આભારભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે ૧૧૧-વર્ષ પહેલાં આફ્રિકામાં એક બાપુ ગાંધીબાપુ આવેલા.જ્યારે આપણી વ્યક્તિગત સ્વતંત્રતા માટે ફરી એક બાપુ અહીં આવ્યા છે. બાપુની સાથે રહેવાને પરમ ભાગ્ય સમજીને બાપુ જે બોલ્યા છે એની વચ્ચે રહેલા ‘બીટવીન ધ લાઈન્સ’ શબ્દોને જીવનમાં ઉતારીએ.

કથા બીજ પંક્તિઓ:

નાથ ન રથ નહિ તન પદ ત્રાના;

કેહિ બિધિ જિતબ બીર બલવાના

સૌરજ ધીરજ તેહિ રથ ચાકા;

સત્ય સીલ દ્રઢ ધ્વજા પતાકા.

સખા ધર્મમય અસ રથ જાકેં;

જીતન કહં ન કતહું રિપુ તાકે

-લંકાકાંડ

કથાનાં આરંભને ઉપક્રમ,સુફીઓ જેને આગાઝ કહે તેના અંતને અંજામ કહે છે.આપણી ભાવમય ભાષામાં જેને પ્રારંભ અને પૂર્ણાહુતિ કહીએ,ઉપસંહાર કહીએ એ જ યાત્રામાં આજે ઉપસાર કહેવો છે.ઉપસાર માટે છ વસ્તુ જેને હું સાર ષટક કહું છું.

ધર્મનો પર્યાય સ્વતંત્રતા હોવી જોઈએ,જેને આપણે નિજધર્મ કહી શકીએ.

ભીષણ યુદ્ધ પછી રાવણનું નિર્વાણ થયું અને મા ના દર્શન બધા જ કરી શકે એ માટે સીતાજીને અશોકવાટિકામાંથી લાવવામાં આવ્યા.પુષ્પક વિમાનમાં બધાની સાથે બેસીને અયોધ્યામાં આવ્યા ત્યારે હજારો લોકો પ્રતિક્ષા કરી રહ્યા હતા.રામે કૌતુક કરીને અમિત-અનંત રૂપ પ્રગટ કરીને બધાને વ્યક્તિગત મુલાકાત આપી.વશિષ્ઠજીએ રામનાં ભાલમાં રાજતિલક કર્યું.રામરાજ્ય અને પ્રેમ રાજ્યની સ્થાપના પછી ભશુંડી ચરિત્ર બાદ રામકથાનું સમાપન કરીને ઉપસાર કહેતા બાપુએ કહ્યું કે ઉપક્રમાં ધર્મરથ-જે લૌકિક નહીં અલૌકિક અને મૌલિક છે એમાં કહ્યું કે ધર્મ જ જીવન છે.દેહ રથનાં આપણે સારથી છીએ.વ્યાસપીઠને રથ કહેલો જેમાં વક્તા રથી છે અને શાસ્ત્ર સારથી છે.પણ સૌથી ઉપર મહારથી-હનુમાન છે.કથાઓનો મહારથી હનુમાન છે.વ્યાસપીઠ-રથનું લક્ષ્ય છે બ્રહ્મ,પરમાત્મા સરળ રૂપમાં કહીએ તો રામ.અહીં પરમ વિશ્રામ એટલે કૃતકૃત્યતાનો ભાવ.

ઉપસારનાં સાર ષટકમાં પહેલો શ્રુતિસાર છે:હરિ નામ.બીજો બોધસાર-ભગવાન બુદ્ધ પાસેથી મળે છે એ છે:કોઈનો વિરોધ ન કરવો.ત્રીજો પ્રેમસાર જેની પ્રાપ્તિ છે વિરક્તિ.ચોથો ભરતનો ધર્મસાર છે.પાંચમો સિદ્ધાંત સાર,શંકરાચાર્યનો છે.પણ મારે કહેવું હોય તો તમામ સિદ્ધાંતોથી મુક્તિ એ સિદ્ધાંતસાર છે. છઠ્ઠો માનસસાર-જે સત્ય,પ્રેમ અને કરુણા છે. આ રામ કથાનું સુ-ફળ ગુરુપૂર્ણિમા આવી રહી છે ત્યારે દુનિયાભરના બુદ્ધપુરુષો અને ગુરુઓને અર્પણ કરીને એની પાસે માગીએ કે આનું ફળ અહીંની સમગ્ર જનતાને મળે.

ગુરુપૂર્ણિમાની એડવાન્સમાં વધાઈ આપીને રામકથાની પૂર્ણાહુતિ કરવામાં આવી.

વિશેષ:

આગામી-૯૮૨મી રામકથા વિશ્વમાં પહેલીવાર અમેરીકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં તુલસી જયંતિની દિવ્ય ઉજવણી સાથે ૧૫ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાશે.ટાઇમ ડીફરન્સ મુજબ ભારતમાં આ નવ દિવસીય કથાનું જીવંત પ્રસારણ પ્રથમ દિવસ શનિવારે મોડી રાત્રે ૧:૩૦ કલાકથી રાત્રે ૪:૩૦ સુધી (એટલે કે રવિવારનાં વહેલી સવારનાં ૪:૩૦ વાગ્યા સુધી) તથા બાકીનાં દિવસોમાં સાંજે ૭:૩૦ વાગ્યાથી રાત્રિનાં ૧૧:૦૦ સુધી ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પર નિહાળી શકાશે.

તથા આસ્થા ટીવી પર ડી-લાઇવ પ્રસારણ રવિવાર તા-૧૬ ઓગસ્ટથી ૨૪ ઓગસ્ટ સુધી ભારતીય સમય મુજબ રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી નિહાળી શકાશે.

== સમાપ્ત ==

Related posts

વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ થયું

Master Admin

તપ,સ્વાધ્યાયનું બ્રહ્માર્પણ-એને ક્રિયાયોગ કહે છે.

Master Admin

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Reporter1

Leave a Comment

Translate »