Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimenational

ડ્રગ્સ દાણચોરી અને રૂપિયા ૧૦૦ કરોડનું હવાલા કૌભાંડ

૩૮ સ્થળોએ દરોડા પાડી ૧૮ આરોપીઓની ધરપકડ

ભારત-મ્યાંમાર સરહદે ચાલતા નાર્કો-હવાલા રેકેટનો પર્દાફાશ; મિઝોરમ, મણિપુર અને આસામમાં કેન્દ્રીય એજન્સીઓની મોટી કાર્યવાહી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ — દેશમાં ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરી અને મસમોટા નાણાકીય કૌભા્‌લાઓ સામે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અત્યંત આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. મિઝોરમ, મણિપુર અને આસામ રાજ્યના કુલ ૩૮ જેટલા સ્થળો પર એકસાથે દરોડા પાડીને કેન્દ્રીય એજન્સીઓએ ભારત-મ્યાંમાર સરહદે સક્રિય એવા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

આ વ્યાપક ઓપરેશન દરમિયાન એજન્સીઓએ કુલ ૧૮ આરોપીઓની ધરપકડ કરી છે, અંદાજે ૨૬ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે અને શંકાસ્પદ વ્યવહારો માટે વપરાતા ૧,૪૨૪ જેટલા બેન્ક ખાતાઓને પણ ત્વરિત ધોરણે ફ્રીઝ કરી દીધા છે.

કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર વિગતો મુજબ, આ રેકેટ ક્રોસ-બોર્ડર તસ્કરી સાથે સંકળાયેલું છે, જેમાં મ્યાંમારથી ભારતમાં હેરોઈન, બ્રાઉન શુગર, નાર્કોટિક્સ અને મેથાફેટામાઇન જેવી નશીલી ટેબ્લેટ્‌સ મોટા પ્રમાણમાં ઘૂસાડવામાં આવતી હતી. આ ગેરકાયદે નેટવર્ક મિઝોરમ અને મણિપુરના રસ્તે થઈને ભારતના અન્ય હિસ્સાઓ તેમજ બાંગ્લાદેશ સુધી ફેલાયેલું હતું. આ ઓપરેશનમાં હવાલા ઓપરેટર્સ અને મ્યુલ એકાઉન્ટ (ભાડાના ખાતા) ધારકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મિઝોરમમાં સ્થાનિક પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મહત્વની સફળતા મેળવવામાં આવી છે.

તપાસ દરમિયાન એ પણ ખુલાસો થયો છે કે આ કૌભાંડમાં બેન્કના ખાતાઓને ભાડે આપવામાં આવ્યા હતા. હવાલાના માધ્યમથી જ્યારે આવા ખાતાઓમાં એક લાખ રૂપિયા જમા થતા હતા, ત્યારે ખાતાધારકને માત્ર ૫૦૦ રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું. મ્યાંમાર અને ભારત સરહદની બંને બાજુએ ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ભારતમાંથી કેમિકલ્સ મ્યાંમાર મોકલવામાં આવતા હતા અને બદલામાં ત્યાંથી નશીલા પદાર્થો દેશમાં ઠાલવવામાં આવતા હતા. હાલ પકડાયેલા આરોપીઓની પૂછપરછના આધારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓ સુધી પહોંચવા માટે એજન્સીઓએ તપાસના ચક્રો વધુ ગતિમાન કર્યા છે.

Related posts

ભારતે સિંધુ જળ સંધિ પર આંતર રાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો

Master Admin

પ્રયાગરાજમાં એરફોર્સનું ટ્રેની વિમાન ક્રેશ થઈ તળાવમાં પડ્યું

Master Admin

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં, કેન્દ્રિય ઉર્જા મંત્રીની સ્પષ્ટતા

Master Admin

Leave a Comment

Translate »