Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
entertainment

અમદાવાદમાં ‘કૃષ્ણાવતારમ – પાર્ટ 1 : ધ હાર્ટ’નું ભવ્ય સેલિબ્રેશન અને સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું

અમદાવાદ, ગુજરાત | ૧૧મી મે ૨૦૨૬ | 7 મેના રોજ વિશ્વભરમાં રિલીઝ થયેલી ભવ્ય પૌરાણિક ફિલ્મ ‘કૃષ્ણાવતારમ – પાર્ટ 1 : ધ હાર્ટ (હૃદયમ)’ માટે ગુરુવારે અમદાવાદના PVR એક્રોપોલિસ ખાતે ખાસ મૂવી સ્ક્રીનિંગ અને સેલિબ્રેશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખાસ સ્ક્રીનિંગમાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો જોડાયા હતા તેમજ મીડિયા મિત્રો, ફિલ્મ રસિકો, આમંત્રિત મહેમાનો અને દર્શકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત મહેમાનોએ ફિલ્મની ભવ્ય રજૂઆત, ભક્તિભાવ, સંગીત, ભાવનાત્મક સ્ટોરીટેલિંગ, દ્રશ્ય વૈભવ અને કલાકારોના અભિનયની પ્રશંસા કરી હતી. સમગ્ર સાંજ ભારતીય પૌરાણિક કથાઓ અને સિનેમેટિક ભવ્યતાની ઉજવણી સમાન બની રહી હતી.

નિર્દેશક હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ભગવાન શ્રીકૃષ્ણના જીવનને પ્રેમ, ભક્તિ, ત્યાગ, સાહસ અને લાગણીઓ સાથે ભવ્ય રીતે રજૂ કરે છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા કૃષ્ણના પાત્રમાં, સુષ્મિતા ભટ્ટ રાધાના પાત્રમાં, સંસ્કૃતિ જયાના સત્યભામાના પાત્રમાં અને નિવાશિની કૃષ્ણન રુક્મિણીના પાત્રમાં જોવા મળે છે.

ફિલ્મનું નિર્માણ સાજન રાજ કુરુપ, શોભા સંત, પૂનમ શ્રોફ અને પાર્થ ગજ્જરે કર્યું છે. જ્યારે પ્રકાશ કાપડિયા, રામ મોરી અને હાર્દિક ગજ્જરે ફિલ્મનું સ્ક્રીનપ્લે તૈયાર કર્યું છે. જાણીતા સિનેમેટોગ્રાફર અયાનંકા બોઝે ફિલ્મને ભવ્ય અને દિવ્ય સિનેમેટિક અનુભવ આપ્યો છે.

Related posts

When actor Kanwaljit Singh made everyone cry on the sets of Bada Naam Karenge

Reporter1

star is rising- Pallavi Gurjar’s sensational debut as a producer in the political film ‘Match Fixing- The Nation at Stake’

Reporter1

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2 ઓક્ટોબર 2026ના રોજ થશે રિલીઝ

Master Admin

Leave a Comment

Translate »