Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratHealth Care

રાજકોટમાં સર્જાયો સર્જરીનો નવો ઇતિહાસ:HCG હોસ્પિટલમાં સૌરાષ્ટ્રનું પ્રથમ યુનિપોર્ટલ VATS ડિકોર્ટિકેશન સફળ

રાજકોટ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | HCG હોસ્પિટલ રાજકોટે થોરેસિક સર્જરી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. હોસ્પિટલના કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરેસિક સર્જન ડૉ. પારસ લાલવાણીએ 18 વર્ષના યુવાન પર યુનિપોર્ટલ વિડિયો-અસિસ્ટેડ થોરાકોસ્કોપિક સર્જરી (Uniportal VATS) દ્વારા ડિકોર્ટિકેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સારવાર આપનાર ટીમના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ પ્રકારની પ્રથમ સર્જરી હોવાથી આ સિદ્ધિને આરોગ્યક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

દર્દીને ફેફસાંના પડદામાં ગંભીર ચેપ (Empyema)ને કારણે ફેફસું સંપૂર્ણપણે જામી ગયું હતું, જેના કારણે તેને સતત શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતી હતી. સામાન્ય રીતે આવા દર્દીઓમાં છાતી પર મોટો ચીરો મૂકી ઓપન સર્જરી કરવી પડે છે, પરંતુ આ કેસમાં માત્ર એક જ નાનકડા ચીરા દ્વારા અત્યાધુનિક યુનિપોર્ટલ VATS ટેક્નિકનો ઉપયોગ કરીને સફળ સર્જરી કરવામાં આવી હતી.

સર્જરી દરમિયાન ફેફસાંને ચોંટી ગયેલી જાડી ફાઇબ્રસ પડને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી, જેના પરિણામે ફેફસું ફરી સંપૂર્ણ રીતે ફૂલ્યું અને કાર્યરત બન્યું. હાલ દર્દીની તબિયત સ્થિર છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

યુનિપોર્ટલ VATS જેવી અત્યાધુનિક મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી દર્દીને ઓછી પીડા, ઓછો રક્તસ્રાવ, ચેપનું ઓછું જોખમ, હોસ્પિટલમાં ઓછા દિવસ રોકાવું પડે અને ઝડપથી સામાન્ય જીવનમાં પરત ફરવાનો લાભ મળે છે.

આ પ્રસંગે ડૉ. પારસ લાલવાણીએ જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્રના દર્દીઓને પોતાના વિસ્તારમાં જ વિશ્વસ્તરીય અને આધુનિક થોરેસિક સર્જરી ઉપલબ્ધ કરાવવાનો અમારો સતત પ્રયાસ છે. આ સફળ સર્જરી એ દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને ભવિષ્યમાં વધુ જટિલ સર્જરીઓ પણ મિનિમલી ઇન્વેસિવ પદ્ધતિથી કરી શકીશું.”

આ સર્જરીમાં ડૉ. તુલસી ચોટાઈ, રાયભાન, સેમસન, મીતા, કાજલ, આરતી અને રિંકીએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. જ્યારે એનેસ્થેશિયા ટીમનું સફળ નેતૃત્વ ડૉ. કૌશલ ઝાલાવડિયાએ સંભાળ્યું હતું.

HCG હોસ્પિટલ રાજકોટ દ્વારા પ્રાપ્ત આ સિદ્ધિથી સૌરાષ્ટ્રના દર્દીઓને હવે જટિલ ફેફસાંની સર્જરી માટે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત ઘટશે અને પ્રદેશમાં અદ્યતન, વિશ્વસ્તરીય મિનિમલી ઇન્વેસિવ થોરેસિક સર્જરીની નવી દિશા ખુલશે.

== સમાપ્ત ==

Related posts

Herbalife India Announces Smriti Mandhana and Manika Batra as Brand Ambassadors for vritilife Ayurvedic Skin care Range

Reporter1

Experience the Magic of Diwali in Dubai

Reporter1

Sparx Unveils its Bold and Exciting New Sneakers Collection in its Autumn-Winter 2024 Range Step into the Future of Fashion with Sparx’s Latest Sneaker Range and Trend-Defining Styles

Master Admin

Leave a Comment

Translate »