Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

ભારતીય બાંધકામ સાધન ઉદ્યોગે FY26માં સ્થિતિસ્થાપકતા દર્શાવી; નિકાસ 31.5% વધી, માળખાગત સુવિધાના અમલીકરણમાં મંદીના કારણે ઘરેલું માંગમાં 7%નો ઘટાડો થયો

નવી દિલ્હી | ૦૮ મે ૨૦૨૬ | ઇન્ડિયન કંસ્ટ્રક્શન ઇક્વીપમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ICEMA)એ આજે જાહેરાત કરતા જણાવ્યું છે કે ઉદ્યોગે FY 2025-26માં કુલ ભારતીય બાંધકામ સાધન (CE)માં આશરે 2%નો ઘટાડો અનુભવ્યો છે, જેમાં FY25માં એકંદરે વેચાણ 1,40,191થી ઘટીને 1,36,995નું થયું છે. ધીમા માળખાગત અમલીકરણ અને પ્રોજેક્ટમાં વિલંબ સાથે સંબંધિત બજારમાં હંગામી પડકારો હોવા છતાં પણ નિકાસમાં 32%ના મજબૂત વધારા સાથે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. ભારતે વિશ્વમાં ત્રીજુ બાંધકામ સાધન માર્કેટ રહેવાનું સતત રાખ્યું છે, ત્યારે FY25માં ઉદ્યોગનું ટર્નઓવર 10 અબજ ડોલર નોંધાયું હતું અને 2030 સુધીમાં 8.3% સીએજીઆર દરે વધીને 14.76 અબજ ડોલર સુધી પહોંચે તેવો અંદાજ સેવાય છે.

ICEMAના પ્રમુખ અને JCB ઇન્ડિયા લિમીટેડના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક શેટ્ટીએ જણાવ્યું હતું કે: “FY26માં અનુભવાયેલા આંશિક ઘટાડાને ઉદ્યોગમાં કોઇપણ માળખાકીય નબળાઇના કારણને બદલેધીમા માળખાગત અમલીકરણની દ્રષ્ટિએ જોવો જોઇએ. સરકારના મૂડીખર્ચની ફાળવણી ઐતિહાસિક ઊંચા સ્તરે છે ત્યારે પ્રોજેક્ટ અમલીકરણ, જમીન સંપાદનના પડકારો અને ધીમી ડીસ્બર્સમેન્ટ સાયકલે વર્ષ દરમિયાન સાધનની માંગ પર માઠી અસર પાડી હતી. તેની સાથે ઉદ્યોગે નિકાસમાં 32%ની વૃદ્ધિ સાથે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે., જે ભારત દ્વારા ઉત્પાદિત બાંધકામ સાધનોની વૈશ્વિક ક્ષેત્રે વધી રહેલી સ્પર્ધાત્મકતા પર ભાર મુકે છે. ભારતના માળખાગત વિકાસ પરના સતત ફોકસને કારણે ઉદ્યોગના લાંબા ગાળાની વૃદ્ધિ અમે પ્રતિબદ્ધ છીએ.”

પર્ફોમન્સના મુખ્ય અંશો – FY26

  • કુલ સાધન વેચાણ: 1,36,995 યુનિટ્સ, જે FY25 સામે ~2%નો ઘટાડો દર્શાવે છે
  • ઘરેલું માંગ (OEM સિવાયની નિકાસ):મોટા ભાગની સાધન કેટેગરીમાં વાર્ષિક ધોરણે ~7%નો ઘટાડો
  • નિકાસ:મજબૂત ~32%ની વૃદ્ધિ નોંધાવતા મોટા ઙાગની સાધન કેટેગરી વિક્રમી સ્તરે પહોંચી
  • આયાત:મુખ્યત્વે અર્થમુવીંગ, સામગ્રી સંચાલન અને કોંક્રિટ સાધનની આયાતમાં ~17%નો વધારો
  • ઘરેલુ ઉત્પાદનની મજબૂતાઇ:ભારતમાં 95%થી વધુ વેચાતા સાધનોનું ઉત્પાદન સ્વદેશી ધોરણે થવાનું ચાલુ છે

સેગમેન્ટ વાર પર્ફોમન્સ

અર્થમુવીંગ સાધનોએ 97,236 યુનિટ્સ (વાર્ષિક ધોરણે−2%) સાથે ~71% બજાર હિસ્સા સાથે બજાર હિસ્સાનું પ્રભુત્વ જાળવી રાખવાનું સતત રાખ્યું છે. સામગ્રી સંચાલન સાધનોની સંખ્યા 15,290 (વાર્ષિક ધોરણે −10%)ની નોંધાઇ હતી. કોંક્રિટ સાધનો 14,486 યુનિટ્સ (વાર્ષિક ધોરણે +0.09%) સ્થિર રહ્યા હતા. રોડ બાંધકામ સાધનોએ 7,445 યુનિટ્સ સાથે ~6.3%ની સકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે. જ્યારે મટીરિયલ પ્રોસેસિંગ સાધનોએ 2,538 યુનિટ્સ સાથે ~1.2%ની સામાન્ય વૃદ્ધિ નોંધાવી હતી.

ICEMAના પ્રેસિડન્ટ ડેઝીગ્નેટ અને વર્ટજેન ઇન્ડિયા પ્રા. લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી રમેશ પાલાગીરીએ જણાવ્યું હતું કે: “ભારતીય બાંધકામ સાધન ઉદ્યોગ ધીમા પ્રોજેક્ટ અમલીકરણ અને આંતરમાળખાકીય અમલીકરણના શૂન્યવકાશ સંબંધિત હંગામી પડકારો છતાં સતત સ્થિતિસ્થાપક રહ્યો છે. ઉદ્યોગના લાંબા ગાળાના ફ્ડામેન્ટલ્સ મજબૂત છે કેમ કે સરકારે આંતરમાળખાકીય વિકાસ અને ઉત્પાદન વૃદ્ધિ પર ભાર મુક્યો છે. સમયસર પ્રોજેક્ટ ફાળવણી, જમીન પરના ઝડપી અમલીકરણ અને સુધારેલી અમલીકરણ કાર્યક્ષમતા ઉદ્યોગની ગતિને ટકાવી રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.”

માળખાગત અમલીકરણમાં મંદીને કારણે ઘરેલું માગ પર માઠી અસર પડી

ઘરેલુ માંગ પર અનેક અવરોધોની માઠી અસર પડી: જમીન સંપાદનમાં વિલંબ અને ઓછી પ્રોજેક્ટ ફાળવણીને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાંધકામ પ્રવૃત્તિ સાત વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી; જલ જીવન મિશન (JJM) અમલીકરણ ધીમું પડ્યું જેમાં મધ્યમ ભંડોળ વિતરણ; કોન્ટ્રાક્ટર ચુકવણીમાં વિલંબથી સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમમાં તરલતા સંકોચાઇ હતી; જાન્યુઆરી 2025થી CEV સ્ટેજ V ઉત્સર્જન ધોરણોના અમલીકરણથી ઉદ્યોગમાં ઉચ્ચ નાણાકીય નિર્ભરતાને કારણે સાધનોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો; અને ક્રૂડ ઓઇલ અને ડામરના વધતા ખર્ચને કારણે વૈશ્વિક કોમોડિટી ભાવ ફુગાવાએ નાણાકીય વર્ષ 26ના ઉત્તરાર્ધમાં વધુ દબાણ ઉમેર્યું હતું.

ICEMAના વાઇસ પ્રેસિડન્ટ અને CASE કંસ્ટ્રક્શન ઇક્વીપમેન્ટ ઇન્ડિયા પ્રા. લિમીટેડના ઇન્ડિયા અને SAARCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શાલભ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે: “પ્રોજેક્ટ અમલીકરણમાં ધીમી ગતિને કારણે FY26 બાંધકામ સાધનો ઉદ્યોગ માટે કામચલાઉ મંદીનું વર્ષ રહ્યું છે અને ચોક્કસ ક્ષેત્રોમાં માળખાગત સુવિધામાં વધારો થયો છે. હાઇવે બાંધકામ પ્રવૃત્તિમાં મંદી, પ્રોજેક્ટ ફાળવણીમાં વિલંબ અને જળ જીવન મિશન અમલીકરણમાં મંદીથી વર્ષ દરમિયાન સાધનોની માંગ પર અસર પડી હતી. જોકે, ઉદ્યોગ લાંબા ગાળાની તકો અંગે સ્થિતિસ્થાપક અને આશાવાદી રહે છે. ભારતની માળખાગત સુવિધા વૃદ્ધિની વાર્તા મજબૂત રહે છે અને પ્રોજેક્ટ્સનો સમયસર અમલ, જમીન પર ઝડપી અમલીકરણ અને કોન્ટ્રાક્ટરો માટે સુધારેલ તરલતા ક્ષેત્રના ટેકા માટે વૃદ્ધિ ગતિને પુનઃસ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ રહેશે.

મજબૂત નિકાસ વૃદ્ધિ ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવે છે

ઘરેલું પડકારો હોવા છતાં પણ નિકાસ મોટું વૃદ્ધિ ચાલક તરીકે ઉભરી આવ્યું છે, જેમાં મોટા ભાગની સાધન કેટેગરીઓમાં FY25મા 32%ની આકર્ષક વૃદ્ધિ નોંધાઇ છે. આ બાબત સુધારેલા ગુણવત્તા ધોરણો, સ્પર્ધાત્મક કિંમત અને વિસ્તરિત ઉત્પાદન ક્ષમતાઓને કારણે ભારતમાં ઉત્પાદિત બાંધકામ સાધનોની વધી રહેલ વૈશ્વિક સ્પર્ધાત્મકતા દર્શાવે છે. CEV સ્ટેજ V એમિશન ધોરણોના અમલીકરણે વધુમાં ભારતને વૈશ્વિક નિયમનકારી ધોરણો સાથે સંરેખિત કર્યું છે, તેમજ વિકસિત બજારોમાં નિકાસ તકોને વધુ મજબૂત
બનાવી છે.

ICEMA ઇન્ડસ્ટ્રી એનાલિસીસ અને ઇન્સાઇટ્સ પેનલના કન્વીનર અને લાર્સન એન્ડ ટુબ્રો લિમીટેડના કંસ્ટ્રક્શન એન્ડ માઇનીંગ મશિનરી બિઝનેસના એક્ઝિક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ અને વડા શ્રી વિવેક હાજેલાએ જણાવ્યું હતું કે: “FY26માં અભવાયેલ મજબૂત નિકાસ વૃદ્ધિ સમગ્ર વિશ્વ બજારોમાં ભારતીય બાંધકામ સાધનોની વધી રહેલી સ્પર્ધાત્મકતા અને સ્વીકાર્યતાનું પ્રતિબિંબ પાડે છે. ઉદ્યોગના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને પ્રવર્તમાન મંદી માંગ સંભાવના કરતા મહદઅંશે અમલીકરણ સંબંધિત પડકારો સાથે સંબંધિત છે. આંતરમાળખાકીય અમલીકરણે ગતિ પકડી હોવાથી, પ્રોજેક્ટ અમલીકરણ અને પ્રોજેક્ટ ફાળવણી પ્રવૃત્તિ ઝડપ પકડી રહી છે ત્યારે ઉદ્યોગ મજબૂત વૃદ્ધિ માર્ગે પરત ફરવા માટેની સારી સ્થિતિમાં છે.”

કેન્દ્રિય બજેટ 2026–27: બાંધકામ સાધન ઉત્પાદન માટે એક સીમાચિન્હ

કેન્દ્રિય બજેટ 2026-27 ઉદ્યોગ માટે એક પરિવર્તનશીલ સીમાચિહ્ન છે. બાંધકામ અને માળખાગત સાધનો (CIE) ક્ષેત્ર માટે સમર્પિત પ્રોત્સાહન યોજનાની સરકારની જાહેરાત લાંબા સમયથી ચાલતી ICEMA માંગને પૂર્ણ કરે છે, જે ઉચ્ચ-ટેકનોલોજી ઉત્પાદન, ઓટોમેશન અને ચોકસાઇપૂર્વકના એન્જિનિયરિંગને ટેકો આપે છે. આ યોજના હાઇડ્રોલિક્સ, એન્જિન, ટ્રાન્સમિશન સિસ્ટમ્સ અને અંડરકેરેજ ભાગો સહિત મહત્વપૂર્ણ ઘટકોના સ્થાનિકીકરણને પ્રોત્સાહન આપશે જે આયાત નિર્ભરતા ઘટાડશે, પ્રોજેક્ટ ખર્ચ ઘટાડશે અને મોટા પાયે રોજગારીનું સર્જન કરશે. FY27માં જાહેર મૂડીખર્ચમાં રૂ. 12.2 લાખ કરોડનો વધારો, સમર્પિત ફ્રેઇટ કોરિડોર, સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોર, 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો અને કોસ્ટલ કાર્ગો પ્રમોશન યોજના સાથે, માળખાગત અમલીકરણને વેગ આપશે અને વિવિધ શ્રેણીઓમાં સાધનોની માંગને સીધો લાભ આપશે.

ભવિષ્યનો દેખાવ

માર્ગો, રેલવે, માઇનીંગ, શહેરી આંતરમાળખુ, આવાસ અને ગ્રામીણ વિકાસમાં સતત રોકાણને કારણે ઉદ્યોગ લાંબા ગાળાની વૃદ્ધિ અંગે આશાવાદી છે. FY26માં અમલીકરણ સંબંધિત પડકારોને કારણે હંગામી ઘટાડો અનુભવ્યા બાદ ઉદ્યોગને પ્રોજેક્ટ અમલીકરણમાં સુધારો થવાને કારણે અને આંતરમાળખાકીય પ્રવૃત્તિઓમાં વેગ આવવાને કારણે માંગમાં સુધારો થવાની આશા છે. મજબૂત નિકાસ પાયો, તંદુરસ્ત ઘરેલુ ઉત્પાદન વ્યવસ્થા અને સરકાર દ્વારા આંતરમાળખાકીય વિકાસ પરના સતત ભારને આગામી વર્ષોમાં ઉદ્યોગની ટકાઉ વૃદ્ધિને ટેકો આપશે તેમ મનાય છે.

Related posts

જીવન વીમા પરિષદ – વીમા જાગૃતિ સમિતિ (IAC)

Master Admin

ફેન્ટા સ્વાદિષ્ટ ખુશીને પુનઃવ્યાખ્યાયિત કરે છે; કાર્તિક આર્યનને સમાવતી નવી Fnacking કેમ્પેન લોન્ચ કરે છે

Reporter1

Samsung Expands Its Galaxy Wearables Ecosystem in India to Bring Premium Healthcare Experience with Galaxy Ring Starting INR 38999

Reporter1

Leave a Comment

Translate »