Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratnational

જવેલશીક એ અમદાવાદમાં ફ્લેગશિપ સ્ટોર ઓપન કર્યો

અમદાવાદ, ગુજરાત | ૨૪મી ઓક્ટોબર ૨૦૨૬ | ભારતની સૌથી મોટી જ્વેલરી મેન્યુફેક્ચરર અને સપ્લાયર કંપની સત્વ ગોલ્ડએ જવેલશીક નામની જ્વેલરી બ્રાન્ડ સાથે ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. આ બ્રાન્ડ રોજિંદા ઉપયોગ માટેની 9 કેરેટની અસલી ગોલ્ડ જ્વેલરી પર ફોકસ કરે છે. કંપનીએ આજે અમદાવાદમાં પોતાનો ફ્લેગશિપ સ્ટોર શરૂ કર્યો છે, જે વૈશ્વિક બ્રાન્ડ બનાવવાની તેની મહત્વાકાંક્ષાની દિશામાં પ્રથમ પગલું છે.

“એવરીડે શીક”ના આઈડિયા પર આધારિત આ બ્રાન્ડનો ઉદ્દેશ ગોલ્ડ જવેલરીને માત્ર ખાસ પ્રસંગો પૂરતાં મર્યાદિત રાખવાને બદલે રોજિંદા પહેરવેશનો હિસ્સો બનાવવાનો છે. તેના કલેક્શનમાં આધુનિક અને ફેશનને અનુરૂપ ડિઝાઇન્સ રજૂ કરવામાં આવી છે, જે ગ્રાહકોને વિવિધ લુક, મૂડ અને પ્રસંગોને અનુરૂપ વર્સેટાઈલ ઘરેણાં દ્વારા પોતાની આગવી સ્ટાઇલ વ્યક્ત કરવાની તક આપે છે.

વિવિધ ક્ષેત્રોમાંથી આવતી નવ મહિલા ઉદ્યોગસાહસિકોની હાજરીમાં સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની વ્યક્તિગત સફર અને સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ લોન્ચિંગ પ્રસંગે જ્વેલરી, ફેશન અને ઉદ્યોગસાહસિકતાનો સમન્વય જોવા મળ્યો હતો, જે વ્યક્તિગત ઓળખ અને સ્વ-અભિવ્યક્તિ પર બ્રાન્ડના ભારને પ્રતિબિંબિત કરે છે. બ્રાન્ડે અભિનેત્રી રાધિકા મદનને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે.

જવેલશીકના ફાઉન્ડર ધ્રુવ શાહ એ જણાવ્યું હતું કે, “ગોલ્ડ જ્વેલરી માત્ર લગ્ન, ઉજવણી કે અન્ય ખાસ પ્રસંગો પૂરતાં સીમિત હોવાં જોઈએ નહીં. અમે ઇચ્છીએ છીએ કે લોકો રોજિંદા જીવનમાં પણ સોનાનાં ઘરેણાં પહેરવામાં એટલા જ સહજ અનુભવે અને પોતાની આગવી રીતે તેને સ્ટાઇલ કરી શકે. જવેલશીક દ્વારા અમે ગ્રાહકોની નવી પેઢી માટે આધુનિક ડિઝાઇન્સ અને 9 કેરેટનું રિયલ ગોલ્ડ લઈને આવ્યા છીએ. અમે આ બ્રાન્ડને સમગ્ર ભારતમાં અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય બજારો સુધી લઈ જવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત અમે અમદાવાદથી કરી રહ્યા છીએ.”

જવેલશીકના કો-ફાઉન્ડર સુહાની શાહે જણાવ્યું હતું કે, બ્રાન્ડનો ઉદ્દેશ જવેલરીની ખરીદીના અનુભવને વધુ આનંદદાયક બનાવવાનો છે.

તેમણે જણાવ્યું હતું કે, “અમે જવેલરીની ખરીદીને આનંદદાયક, સહજ અને વ્યક્તિગત અનુભવ બનાવવા માગીએ છીએ. જવેલરીની પસંદગી એવી હોવી જોઈએ, જે તમારી વ્યક્તિગત ઓળખને પ્રતિબિંબિત કરે, પછી ભલે તમે કામ પર જવા માટે તૈયાર થતા હો, મિત્રો સાથે મુલાકાત કરતા હો કે કોઈ ખાસ પ્રસંગની ઉજવણી કરતા હો. ‘એવરીડે શીક’ આ જ ભાવનાને વ્યક્ત કરે છે. અમારો સ્ટોર આ વિચારને સાકાર કરે છે અને ગ્રાહકોને એવી જવેલરી શોધવાની તક આપે છે, જે તેમને પોતાની આગવી ઓળખનો અહેસાસ કરાવે.”

લોન્ચ સેલિબ્રેશન 25 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. જેમાં મુલાકાતીઓ માટે વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલ આર્ટ ગેલેરી દ્વારા લાઇવ સ્કેચ અને કેરિકેચર્સ અને લાઇવ પરફ્યુમ બાર દ્વારા પર્સનલાઇઝ્ડ પરફ્યુમ બારનો સમાવેશ થાય છે. કસ્ટમર્સ પોતાના કસ્ટમ પોર્ટ્રેટ ઘરે લઈ જઈ શકશે અને પોતાની પસંદગીની સુગંધ પણ તૈયાર કરી શકશે. આ પ્રવૃત્તિઓ લોન્ચની ઉજવણીમાં સર્જનાત્મકતાનો નવો આયામ ઉમેરશે.

રોજિંદા ઉપયોગ માટેની 9 કેરેટની અસલી ગોલ્ડ જ્વેલરી પર ધ્યાન કેન્દ્રિત કરીને, જવેલશીકનો ઉદ્દેશ એવા ગ્રાહકોને આકર્ષવાનો છે, જેઓ ફેશન અને સોનાના કાયમી આકર્ષણનો સમન્વય કરતી આધુનિક ડિઝાઇન્સ પસંદ કરે છે.

જવેલશીક સ્ટોર અમદાવાદના સોલા વિસ્તારમાં, સાયન્સ સિટી રોડ પર, ધ કેપિટલ 2ની સામે આવેલા એનસ્ટિન ઇવોકના શોપ નંબર 9–10 ખાતે સ્થિત છે.

== સમાપ્ત ==

Related posts

One World, Many Frames: winners of Sony BBC Earth’s photography contest announced

Reporter1

હવે દીદીને હટાવવાનો સમય આવી ગયો છે

Master Admin

SME IPO માટે ભારતના MSME ને તૈયાર કરવા માટે મીશો BSE સાથે ભાગીદારી કરે છે

Master Admin

Leave a Comment

Translate »