Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

વન ઇન અ મિલિયન: કોટક કન્યા સ્કોલરશિપ 2026 ભારતની સિદ્ધિ હાંસલ કરનારી આગામી પેઢીની વિદ્યાર્થિનીઓની ખોજ કરે છે

અમદાવાદ, ગુજરાત | ૦૫ ઓગસ્ટ ૨૦૨૬ | કોટક મહિન્દ્રા ગ્રુપની કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પહેલનો અમલ કરતી સંસ્થા કોટક એજ્યુકેશન ફાઉન્ડેશને (કેઈએફ) આજે “વન ઇન અ મિલિયન” અભિયાન હેઠળ કોટક કન્યા સ્કોલરશિપ 2026ની જાહેરાત કરી છે. આ અભિયાનનો હેતુ ભારતભરની એવી પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓની ખોજ કરવાનો છે, જેઓ પોતાની શૈક્ષણિક પ્રતિભાના આધારે સન્માન અને સહાય મેળવવા લાયક છે, ભલે તેમની નાણાંકીય પરિસ્થિતિ ગમે તેવી હોય. હવે તેના છઠ્ઠા વર્ષમાં પ્રવેશેલા આ કાર્યક્રમ દ્વારા સમાજના વંચિત વર્ગની હોંશિયાર વિદ્યાર્થિનીઓ માટે વ્યાવસાયિક ઉચ્ચ શિક્ષણના દરવાજા ખુલ્લા કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ નાણાંકીય અડચણો વિના પોતાના સપનાં સાકાર કરી શકે.

2021માં શરૂઆત થયા બાદથી કોટક કન્યા સ્કોલરશિપ દ્વારા અત્યાર સુધીમાં દેશના 24 રાજ્યોની 1,525 વિદ્યાર્થિનીઓને લાભ મળ્યો છે. વર્ષ 2026-27 દરમિયાન વધુ 500 નવી વિદ્યાર્થિનીઓને આ સ્કોલરશિપ હેઠળ સામેલ કરવામાં આવશે. નાણાંકીય સહાય ઉપરાંત, કોટક એજ્યુકેશન ફાઉન્ડેશન નિષ્ણાંતોનું માર્ગદર્શન, કારકિર્દી અંગે ઉપયોગી સલાહ, ઉદ્યોગજગતનો અનુભવ તેમજ ફિનિશિંગ સ્કૂલ સેશન્સ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ ભાર મૂકે છે. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, 21મી સદી માટે જરૂરી કૌશલ્યો અને વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળ થવા માટેની તૈયારી કેળવવામાં મદદ મળે છે.

કોટક મહિન્દ્રા બેંકના ગ્રુપ સીએસઆરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રિદ્ધિ ભાટિયાએ જણાવ્યું હતું કે, “શિક્ષણ લાંબા ગાળાના સામાજિક વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન છે. આમ છતાં પણ અનેક લાયક યુવાન મહિલાઓ માટે નાણાંકીય મર્યાદાઓ તેમના જીવનના મહત્વપૂર્ણ તબક્કે વ્યાવસાયિક ઉચ્ચ શિક્ષણ મેળવવામાં અવરોધરૂપ બને છે. કોટક કન્યા સ્કોલરશિપ દ્વારા અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે કોઈ છોકરીનું ભવિષ્ય તેની આર્થિક સ્થિતિથી નહીં, પરંતુ તેની પ્રતિભા અને મહત્વાકાંક્ષાથી ઘડાય. આ પહેલ તેમને પોતાની ક્ષમતાઓનો સંપૂર્ણ વિકાસ કરવાની અને પોતાના પરિવાર, સમાજ તેમજ દેશ પર લાંબા ગાળાની સકારાત્મક અસર ઊભી કરવાની તક આપે છે.”

કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનના સ્કોલરશિપ કાર્યક્રમના હેડ અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર આરતી કૌલગુડે જણાવ્યું હતું કે, “કોટક કન્યા સ્કોલરશિપના પ્રથમ સફળ પરિણામોની ઉજવણી કરતાં અમને ગર્વ થાય છે કે અમારી સ્કોલર્સ સમાજમાં પ્રેરણાદાયી પરિવર્તન લાવી રહી છે. વૈશ્વિક અગ્રણી ટેક્નોલોજી કંપનીઓ અને ભારતની ટોચની કોર્પોરેટ સંસ્થાઓમાં જોડાવાથી લઈને અમારી પ્રથમ મહિલા ડૉક્ટર્સ તરીકે સ્નાતક થવા સુધી, તેઓ માત્ર પોતાના જ નહીં પરંતુ પોતાના પરિવારના સપનાં પણ સાકાર કરી રહી છે. તેમની સફળતા અમને વધુ 500 લાયક યુવાન મહિલાઓ સુધી આ તક પહોંચાડવા માટે પ્રેરણા આપે છે. અમારી કડક પસંદગી પ્રક્રિયા અને સર્વાંગી વિકાસ પર ભાર મૂકવાના લીધે અમે સૌથી અસરકારક સ્કોલરશિપ કાર્યક્રમોમાં સ્થાન મેળવ્યું છે. પરંપરાગત રીતે મહિલાઓનું ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા ક્ષેત્રોમાં વધુ મહિલાઓને કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરીને અમે વધુ જેન્ડલ-બેલેન્સ્ડ વર્કફોર્સ ઊભું કરવામાં યોગદાન આપી રહ્યા છીએ. અમે ભારતની તેજસ્વી યુવાન મહિલાઓને અરજી કરવા અને આગામી પેઢીના પરિવર્તનકારી અગ્રણી બનવા આમંત્રણ આપીએ છીએ.”

સ્કોલરશિપની મુખ્ય વિશેષતાઓ:

  • દરેક સ્કોલરને વ્યાવસાયિક સ્નાતક અભ્યાસક્રમ અથવા ડિગ્રી પૂર્ણ થાય ત્યાં સુધી દર વર્ષે રૂ. 1.5 લાખ* સુધીની સ્કોલરશિપ.
  • એન્જિનિયરિંગ, એમબીબીએસ, આર્કિટેક્ચર, ડિઝાઇન અને ઇન્ટિગ્રેટેડ એલએલબી જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે, એનઆઈઆરએફ (એનઆઈઆરએફ) દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને લાભ.
  • માર્ગદર્શન, જીવન કૌશલ્ય વિકાસ અને માનસિક સુખાકારી સંબંધિત સત્રોની સુવિધા.
  • દેશભરની 136 અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ સાથે જોડાયેલા છે.

કોટક કન્યા સ્કોલરશિપ 2026-27 માટેની પાત્રતા:

  • ભારતભરની પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓ અરજી કરી શકે છે.
  • ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ઓછામાં ઓછા 75 ટકા અથવા સમકક્ષ સીજીપીએ મેળવેલું હોવું જોઈએ.
  • પરિવારની વાર્ષિક આવક રૂ. 6,00,000થી ઓછી હોવી જોઈએ.
  • વર્ષ 2026-27 દરમિયાન એન્જિનિયરિંગ, એમબીબીએસ, પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ એલએલબી, ઇન્ટિગ્રેટેડ બીએસ-એમએસ /બીએસ-રિસર્ચ (આઈઆઈએસઈઆર, આઈઆઈએસસી બેંગાલુરુ), ડિઝાઇન અથવા આર્કિટેક્ચર જેવા વ્યાવસાયિક સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં એનઆઈઆરએફ અથવા એનએએસી (એનએએસી) માન્યતા પ્રાપ્ત પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
  • કોટક મહિન્દ્રા ગ્રુપ, કોટક એજ્યુકેશન ફાઉન્ડેશન અને Buddy4Studyના કર્મચારીઓના સંતાનો આ સ્કોલરશિપ માટે અરજી કરવા પાત્ર નથી.

કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનના સ્કોલરશિપ વિભાગે અત્યાર સુધીમાં 4,000થી વધુ વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડી છે. તેમાંના 2,000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં અગ્રણી કંપનીઓ અને વિવિધ સંસ્થાઓમાં સફળ વ્યાવસાયિક તરીકે કામ કરી રહ્યા છે.

== સમાપ્ત ==

Related posts

એમેઝોન ઇન્ડિયાના ગ્રેટ ફ્રીડમ સેલ દરમિયાન એમેઝોન બજારમાં ડીલ્સ ઝડપી લો

Master Admin

ઇન્ડિયન સુપર ગેમિંગ લીગ 2026માં જાવા, યેઝદી અને BSA મોટરસાઇકલ દ્વારા ભારતની આગામી યુવા પેટા-સંસ્કૃતિની ઉજવણી

Master Admin

Samsung Unveils 2025 Bespoke AI Appliances in India; Debuts Innovative Bespoke AI Laundry Combo

Reporter1

Leave a Comment

Translate »