Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

લણણી પશ્ચાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉચ્ચ વૃદ્ધિના તબક્કામાં પહોંચ્યું હોઈ કોટક મહિંદ્રા બેંક ગુજરાતની કોલ્ડ- ચેઈન ગતિને ટેકો આપે છે

અમદાવાદ, ગુજરાત | ૧૩મી એપ્રિલ ૨૦૨૬ — ગુજરાત તેની પારંપરિક કોમોડિટી પ્રેરિત કૃષિને વધુ સ્થિતિસ્થાપક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત લણણી પશ્ચાત અર્થવ્યવસ્થા તરફ ગતિશીલ હોઈ રાજ્ય તરીકે ભારતની સૌથી સક્રિય કોલ્ડ- ચેઈન બજારમાંથી એક તરીકે ઊભરી આવી છે. ભારત આજે 40.21 મિલિયન મે.ટન ક્ષમતા સાથે 8815 કોલ્ડ સ્ટોરેજ ધરાવે છે અને ગુજરાત 1023 કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ અને ~4.04મિલિયન મે.ટન ક્ષમતા સાથે અગ્રગણ્ય કોલ્ડ- ચેઈન રાજ્યમાં સ્થાન પામ્યું છે, જે આગામી વિસ્તરણ ચક્ર માટે મજબૂત મૂળ નિર્માણ કરે છે.

મુખ્ય વિસ્તારો અને ઊભરતા વિસ્તારો

ગુજરાતની કોલ્ડ- ચેઈન વૃદ્ધિ હવે બે રીતે કામ કરી રહી છેઃ ઉત્તર ગુજરાત વિશ્વસનીય કોલ્ડ ચેઈન અને  પ્રક્રિયાની સાતત્યતાની આવશ્યકતા ધરાવતી વિશાળ, સ્થાપિત ડેરી વેલ્યુ ચેઈન થકી અગ્રગણ્ય છે, જ્યારે સૌરાષ્ટ્ર મજબૂત પ્રક્રિયા અને નિકાસ ગતિના ટેકા પર ઊભરી રહ્યું હોઈ આધુનિક કોલ્ડ સ્ટોરેજ, ગ્રેડિંગ, સોર્ટિંગ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે માગણી પ્રેરિત કરી રહ્યું છે.

બજાર બટેટા કેન્દ્રિત, એકલ કોમોડિટી સ્ટોરેજમાંથી મલ્ટી- કોમોડિટી સુવિધાઓ તરફ પણ ખસી રહી છે, જે આખું વર્ષ ઉપયોગિત અને સુચારુતા સુધારે છે. ઉપયોગિતા રાષ્ટ્રીય સ્તરે ~ 70-75 ટકા સુધરી છે અને અમુક ઉચ્ચ પ્રવૃત્તિના પટ્ટામાં પીક સીઝન દરમિયાન ~ 90 ટકાનો વધારો થઈ શકે છે, જે આ ક્ષેત્ર ડેરી, ફ્રોઝન ફૂડ્સ, સીફૂડ અને પ્રક્રિયા કરેલી પ્રોડક્ટો સુધી વધુ સાતત્યતાભરી, સર્વ મોસમની માગણી સાથે પરિપક્વ બની રહ્યું હોવાનું દર્શાવે છે.

કોલ્ડ ચેઈનનું આર્થિક મૂલ્યઃ રાષ્ટ્રીય પ્રભાવ, ખેડૂતો પર પ્રભાવ અને ઉદ્યોગ પર પ્રભાવ

કોલ્ડ સ્ટોરેજ અને વૈજ્ઞાનિક વેરહાઉસિંગ વધુ ને વધુ ‘‘આવક- રક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’’ તરીકે જોવાઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે તેઓ બગાડ ઘટાડીને, મોસમી સપ્લાય પ્રવાહ સહજ બનાવીને, કિંમતની સ્થિરતાને ટેકો આપીને અને નીચા પ્રવાહમાં પ્રક્રિયા ઈકોસિસ્ટમને મજબૂત બનાવીને આર્થિક ચક્રમાં વધુ ઉત્પૈદન રાખવામાં મદદરૂપ થાય છે, જેથી લક્ષણી પછી તુરંત વેચવાનું દબાણ ઓછું થાય છે, ગુણવત્તાનું રક્ષણ થાય છે, બહેતર કિંમત પ્રાપ્ત કરવાની ક્ષમતા સુધરે છે અને સંગઠિત રિટેઈલ તથા પ્રક્રિયા ચેનલોમાં મજબૂત લિંકેજ અભિમુખ બનાવે છે. ઉદ્યોગ માટે આધુનિક મલ્ટી- કોમોડિટી એકમો ઉચ્ચ ઉપયોગિતા અને આખું વર્ષ સુચારુતાને ટેકો આપે છે, સીઝનાલિટી ઓછી કરે છે, ઈન્વેન્ટરી પ્રેરિત કાર્યશીલ મૂડી ચક્રો સુધારે છે અને ગુણવત્તા તથા સાતત્યતાની જરૂરતોને પહોંચી વળવા માટે પ્રક્રિયાકારો અને નિકાસકારોને અભિમુખ બનાવીને ઘરઆંગણે અને નિકાલ સાથે લિંક્ડ વેલ્યુ ચેઈનમાં સ્પર્ધાત્મક મજબૂત બનાવે છે. નિકાસ સાથે લિંક્ડ ચેઈન માટે કોલ્ડ સ્ટોરેજ અને બહેતર ઈન્વેન્ટર ફાઈનાન્સ પતાવટ અને કિંમત જોખમ દબાણ ઓછું કરવા સાથે સ્પર્ધાત્મકતા પણ સુધારશે.

પોલિસીનો આધાર રોકાણ ભૂખને ઈંધણ આપે છે

સરકારી કાર્યક્રમો અખંડ કોલ્ડ ચેઈન અને લણણી પશ્ચાત રોકાણોની સુચારુતા વિસ્તારી રહ્યા છે. પીએમકેએસવાય હેઠળ જૂન 2025ના રોજ 1601 પ્રોજેક્ટો મંજૂર કરાયા છે, જેમાં 1133 સંચાલન થાય છે/ પૂર્ણ થયા છે, જે રાષ્ટ્રીય સ્તરે વાર્ષિક પ્રક્રિયા અને સંવર્ધન ક્ષમતા 255.66 લાખ મે.ટન સુધી નિર્માણ કરે છે. ગુજરાતને પીએમકેએસવાય કોલ્ડ ચેઈન યોજના હેઠળ રૂ. 186.43 કરોડની ગ્રાન્ટ પણ પ્રાપ્ત થઈ છે, જે અખંડ કોલ્ડ ચેઈન વિકાસમાં સક્રિય સહભાગ પ્રદર્શિત કરે છે.

આ સાથે એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઈએફ) દ્વારા જૂન 2025ના રોજ 1.13 લાખ પ્રોજેક્ટ માટે રૂ. 66,310 કરોડ મંજૂર કરાયા છે, જે લણણી પશ્ચાત એસેટ્સને ટેકો આપે છે, જેમાં વેરહાઉસીસ, કોલ્ડ સ્ટેરેજીસ, સોર્ટિંગ/ ગ્રેડિંગ અને પ્રક્રિયા સુવિધાઓનો સમાવેશ થાય છે, જે ઉચ્ચ સ્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ઈકોસિસ્ટમને મજબૂત બનાવે છે. રાજ્ય સરકારનો બાગાયતી કેન્દ્રિત સ્ટોરેજ ટેકો ફળો, શાકભાજીઓ, મસાલા અને ફલોરિકલ્ચર જેવા નવા સેગમેન્ટ્સમાં મજબૂત ગતિ પકડી રહ્યો છે.

કોટક મહિંદ્રા બેન્કની માગણી વધારવામાં ભૂમિકા

કોલ્ડ- ચેઈન રોકાણો ગુજરાતમાં વધી રહ્યા છે ત્યારે કોટક મહિંદ્રા બેંકે લણણી પશ્ચાત અર્થવ્યવસ્થા માટે એક છત હેઠળનું સમાધાન તરીકે પોતાને સ્થાપિત કરી છે, જે માળખાબદ્ધ ધિરાણ, કાર્યશીલ મૂડી સમાધાન અને યોજના સાથે લિંક્ડ એડવાઈઝરી સપોર્ટને જોડીને કૃષિ ઉદ્યોગોને અસલ ઓન- ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોલિસી પ્રોત્સાહનોમાં ફેરવે છે. બેંક કૃષિ ઉદ્યોજકો, પ્રક્રિયાકારો અને ટ્રેડરો સાથે કામ કરીને બેંકક્ષમ પ્રોડક્ટોને માળખાબદ્ધ બનાવી રહી છે અને કોલ્ડ રૂમ્સ, વેરહાઉસીસ અને પ્રક્રિયા સમાયોજક સુવિધાઓ જેવી લણણી પશ્ચાત એસેટ્સને ફાઈનાન્સ કરે છે, જેમાં વેરહાઉસ લિંક્ડ માળખાં અને મોસમી કાર્યશીલ મૂડી સમાધાનનો સમાવેશ છે, જેને ઝડપી ડિજિટલ પ્રવાસ અને પ્રવાહરેખાની ધિરાણ પ્રક્રિયાનો ટેકો છે.

‘‘કોલ્ડ સ્ટોરેજ ફક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પરંતુ સ્થિતિસ્થાપકતા છે. તે ગુણવત્તાનું રક્ષણ કરે છે, કચરો ઓછો કરે છે અને ખેડૂતો અને કૃષિ ઉદ્યોગોને યોગ્ય સમયે વેચવાની સાનુકૂળતા આપે છે. ગુજરાતની બજાર સાથે મજબૂત કડીઓ અને નીતિના ટેકા સાથે રાજ્ય મલ્ટી કોમોડિટી, કાર્યક્ષમતા પ્રેરિત કોલ્ડ ચેઈનની આગામી લહેરને ઉચ્ચ સ્તરે મૂકવા માટે ઉત્તમ સ્થાનબદ્ધ છે,’’ એમ કોટક મહિંદ્રા બેંકના એગ્રી બિઝનેસ ગ્રુપના બિઝનેસ હેડ પિનાકિન સિમારિયાએ જણાવ્યું હતું.

ભવિષ્ય પર નજર

ઉત્તર ગુજરાતની પરિપક્વ કોલ્ડ- ચેઈન ઈકોસિસ્ટમ બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે, નવી પ્રક્રિયાના ક્લસ્ટર્સ સૌરાષ્ટ્રમાં પ્રગતિ કરી રહ્યા છે અને બાગાયતી લક્ષી સ્ટોરેજ પ્રાપ્ત કરતા નીતિના ટેકા સાથે ગુજરાતની કોલ્ડ- ચેઈન ક્ષિતિજ ઊંડા વિસ્તરણ માટે સુસજ્જ છે. કોટક મહિંદ્રા બેંકનું લક્ષ્ય જિલ્લાઓ અને વેલ્યુ ચેઈન્સમાં આ બિલ્ડ-આઉટ અભિમુખ બનાવવાનું ચાલુ રાખ્યું હોઈ ગુજરાતનું બજારની શક્તિમાંથી વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રેરિત, સ્થિતિસ્થાપક પ્રેરિત કૃષિ અર્થવ્યવસ્થામાં રૂપાંતર કરવા માટે ટેકો આપે છે.

Related posts

ICH NEXT અને Peclers Parisએ 2 અબજ ડોલરથી વધુના વ્હાઇટ સ્પેસને ઉકેલવા માટે ભારત-પ્રથમ ગ્લોબલ × લોકલ ટ્રેન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસની જાહેરાત કરી

Master Admin

Celebrate More This Festive Season: Marriott Bonvoy Unlocks Rewards with HDFC Bank and Flipkart 

Reporter1

ઇન્ડિયા ઇન્ટરનેશનલ મોટર શો 2026 અંતર્ગત ભારતના ગતિશીલતા, ઉત્પાદન અને ઓટોમોટિવ વ્યવસાય માટે આગામી મુખ્ય પ્લેટફોર્મ તરીકે જાહેર કરવામાં આવ્યું

Master Admin

Leave a Comment

Translate »