Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

પ્રયાગી કથાની પૂર્ણાહૂતિ; આગામી કથા ૧૮ એપ્રિલથી પાલિતાણાથી યોજાશે

જે શાત છે,અનન્યમતિ છે,મધુર સ્વભાવ છે-એ વિષ્ણુ છે.

શાંતિની કસોટી,કોઈ આપને ખલેલ પહોંચાડી રહ્યાનું ભાન હોય ત્યારે થાય છે.

આ મને અશાંત કરે છે એવું ભાન આપણને શાંત રહેવા નહીં દે.

સાધુ અવગુણ છોડીને બધાનાં ગુણ ગ્રહણ કરે છે.

આપણને શાંતિ નથી કારણ કે આપણે બધામાં અવગુણ જોઈએ છીએ.

દોષ દર્શન કરશો તો શાંતિ કેમ મળશે!

 

બીજ પંક્તિઓ:

બિષ્નુ જો સુર હિત નરતનુ ધારી;

સોઉ સર્બગ્ય જથા ત્રિપુરારી.

ખોજઇ સો કિ અગ્ય ઇવ નારી;

ગ્યાન ધામ શ્રીપતિ અસુરારી.

-બાલકાંડ દોહો-૫૦,ચૌપાઇ-૧ અને ૨

બિષ્નુ ચારિ ભુજ બિધિ મુખ ચારી;

બિકટ બેષ મુખ પંચ પુરારી.

-બાલકાંડ-દોહો-૨૧૯,ચૌપાઇ-૭

દેવભૂમિ ઉત્તરાખંડનાં પંચ પ્રયાગોમાંનાં એક એવા વિષ્ણુ પ્રયાગ ખાતે ગવાઇ રહેલી રામકથાનાં પૂર્ણાહૂતિનાં દિવસે ઉપસંહારક વાત કરતા દિવ્ય દેવભૂમિની સમગ્ર ચેતનાઓને પ્રણામ કરી,મનોરથી કાણકિયા પરિવારને સાધુવાદ અને પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ કહ્યું કે:કથાનો આરંભે શાંત શબ્દથી કરેલો,મધ્યમાં વિનય પત્રિકાનાં પદમાં શાંત શબ્દ અને અંતમાં પણ આજે શાંત શબ્દથી સમાપન કરીશું.એક મંત્ર છે:

શાંતૈહિ અનન્યમિતિભી: મધુર સ્વભાવ:

એકત્વ નિશ્વચતં મનોભાવ: અપૈતમમૌહુ

બધા જ ભગવાન વિષ્ણુનાં લક્ષણ સ્વભાવિક ગુણ છે.ભગવાન વિષ્ણુ શાંત છે.રામ શાંત છે,શાશ્વત છે, શાંતિ પ્રદાન કરનાર છે.અવતાર લીલામાં કૃષ્ણ,રામ આદિ રૂપ છે પણ મુલતઃ આ પરબ્રહ્મ છે.શાંતિની કસોટી,કોઈ આપને ખલેલ પહોંચાડી રહ્યું છે એનું ભાન હોય ત્યારે આપ શાંત રહી શકતા નથી.આ મને અશાંત કરે છે એવું ભાન આપણને શાંત રહેવા નહીં દે.જે સાધુ અવગુણ છોડીને બધાનાં ગુણ ગ્રહણ કરે છે.આપણને શાંતિ નથી કારણ કે આપણે બધામાં અવગુણ જોઈએ છીએ.દોષ દર્શન કરશો તો શાંતિ કેમ મળશે!જે શાંત છે એ વિષ્ણુ છે.જેની બુદ્ધિ અનન્ય છે,જે અનન્યમતિ છે આથી જ એના ચરણોમાંથી ગંગા નીકળી છે.

વિષ્ણુ શાંત છે અનન્યમતિ છે,મધુર સ્વભાવ છે. શિવજી સમસ્ત બ્રહ્માંડનો તમોગુણ છે,બ્રહ્મા રજોગુણ છે અને વિષ્ણુ સત્વપ્રધાન છે.જે સત્વગુણી હોય એનો સ્વભાવ મધુર હોય છે.એક જ જગ્યાએ જેનો મનોભાવ લાગ્યો છે,જેનો સમગ્ર મોહ સમાપ્ત અને નષ્ટ થઈ ચૂક્યો છે-એ વિષ્ણુ છે.વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે વિષ્ણુ સહસ્ત્ર નામમાંથી કોઈ એક નામ પણ લેશે એનાં હૃદયમાં રાગ-દ્વેષનો પ્રવેશ નહીં થાય.

શેષ કથામાં રામ-લક્ષ્મણ-જાનકી ભરદ્વાજનાં આશ્રમમાં એક દિવસ રોકાયને આગળની યાત્રામાં વાલ્મિકીને રહેવાના સ્થળ પૂછે છે.વાલ્મિકીજી ૧૪ આધ્યાત્મિક સ્થાનનો નિર્દેશ કરે છે.ચિત્રકૂટ જઈ અત્રિ અનસુયાને મળી અને નિવાસ કરે છે. અયોધ્યામાં દશરથનો પ્રાણત્યાગ,એ પછી ભરત સમગ્ર અયોધ્યાને લઇને ચિત્રકૂટમાં જાય છે અને રામ પાસેથી પાદુકા મેળવીને પાછા ફરે છે.સિતા હરણ અને એના વિયોગમાં રામની લૌકિક નરલીલા ચાલે છે.રસ્તામાં કબંધને નિર્વાણ આપી શબરીને ગતિ આપીને કિષ્કિંધા કાંડમાં હનુમાનજીનો પ્રવેશ થાય છે હનુમાનજીનાં માધ્યમથી સુગ્રીવ અને રામની મૈત્રી,એ પછી પ્રવર્ષણ પર્વત ઉપર રામ ચાતુર્માસ વિતાવે છે. હનુમાનજીનું સીતા શોધમાં લંકાગમન,લંકાદહન અને પાછા ફરે છે.સંધિનો પ્રયાસ નિષ્ફળ જાય છે.રામ અને રાવણ વચ્ચે ભીષણ અને ભયાનક યુદ્ધ થાય છે રાવણને ગતિ દઈ સીતાજીને લઈને અયોધ્યામાં રામ પ્રવેશે છે.રામનો રાજ્યભિષેક વશિષ્ઠના હાથે રામનાં ભાલમાં રાજતિલક થાય છે.

અલગ-અલગ ઘાટથી રામકથાઓનો વિરામ થાય છે બાપુ પણ સમગ્ર આયોજન પર પોતાની પ્રસન્નતા અને સાધુવાદ વ્યક્ત કરીને આ રામકથાનું ફળ અહીંની જનતાને આપીને રામકથાની પૂર્ણાહુતિ કરે છે.

આગામી-૯૭૬મી રામકથા શિવ સંકલ્પ નિમિત્તે શ્રી લાલગિરિબાપુ ગુરૂ શ્રી વિજયગિરિ બાપુ,કૈલાસ ટેકરી-સગાપરાની ધાર-પાલિતાણા ખાતે ૧૮ થી ૨૬ એપ્રિલ દરમિયાન યોજાશે.

જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિયત સમયે નિહાળી શકાશે.

Box

ગંગા અગિયાર સ્થળેથી પ્રગટ થાય છે.

જય જય ભગીરથ નન્દિની,મુનિ ચય ચકોર ચન્દિની

નર-નાગ-બિબુધ બન્દિની જય જહુ બાલિકા

ગંગા ૧૧-સ્થાનોમાંથી નીકળી છે.એનાં અલગ અલગ નામ પડ્યા છે.સૌથી પહેલા વિષ્ણુનાં ચરણ કમલનાં નખમાંથી નીકળી છે.એટલે તુલસીદાસજી એને નખનિર્ગતામ કહે છે.એ પછી બ્રહ્માનાં કમંડળમાં આવી છે.ત્યાંથી શિવજીની જટામાં આવી છે.ભગીરથે પ્રાર્થના કરી ત્યારે ભગીરથનંદીની બની છે.ત્યાંથી ગૌમુખ આવી છે.ગંગોત્રી થી એ પ્રવેશ કરે છે.એ પછી હરિદ્વારની ગંગા,પ્રયાગમાં આવતા આવતા નામ બદલે છે.ગંગાસાગરની ગંગા બને છે. પાતાળમાં ગઈ ત્યારે પાતાળ ગંગા બને છે.સ્વર્ગમાં જઇને એ સુરગંગા બને છે.

Related posts

બદરી કેદારનાથ ધામમાં વિશેષ પૂજા માટે ફી વધારવાની તૈયારીઓ

Master Admin

વિશ્વશાંતિ મિશન માટે દિલ્હી ખાતે જૈનાચાર્યજી દ્વારા રામકથાનું થયું આયોજન

Reporter1

ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-ચિકન પાર્ટીની ઘટનાથી ખડભડાટ

Master Admin

Leave a Comment

Translate »