Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

લેન્ડમાર્ક કાર્સ અને ઓએલએક્સ ઇન્ડિયાની ભાગીદારીથી ભારતનું અગ્રણી ફિજિટલ પ્રી-ઓન્ડ કાર પ્લેટફોર્મ બનાવવાની દિશામાં પહેલ

મુંબઈ | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતમાં પ્રીમિયમ ઓટોમોટિવ રિટેલ ક્ષેત્રની અગ્રણી કંપની લેન્ડમાર્ક કાર્સ લિમિટેડ અને કારટ્રેડ ટેક લિમિટેડનો હિસ્સો ધરાવતી ઓએલએક્સ ઇન્ડિયાએ આજે ભારતીય ગ્રાહકો માટે એકીકૃત “ફિજિટલ” (ફિઝિકલ + ડિજિટલ) પ્રી-ઓન્ડ કાર ખરીદી અને વેચાણનો અનુભવ વિકસાવવા માટે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરી છે.

આ પાર્ટનરશિપ હેઠળ લેન્ડમાર્ક કાર્સનું 12 રાજ્યોમાં ફેલાયેલું 140થી વધુ વ્હીકલ રિટેલ અને સર્વિસ ટચપોઇન્ટ્સનું નેટવર્ક ઓએલએક્સ ઇન્ડિયાના ડિજિટલ ઓટોમોટિવ પ્લેટફોર્મ સાથે જોડાશે. કંપનીએ અત્યાર સુધીમાં 5 લાખથી વધુ ગ્રાહકોને સેવા આપી છે.

ઓએલએક્સ ઇન્ડિયા એક અગ્રણી ઓનલાઈન ઓટોમોટિવ પ્લેટફોર્મ છે, જ્યાં દર વર્ષે 2.3 કરોડ ગ્રાહકો યુઝ્ડ કારની ખરીદી અને વેચાણ માટે જોડાય છે.

આ ભાગીદારીનો ઉદ્દેશ ડિજિટલ કન્વિનિયન્સ અને ફિઝિકલ એશ્યોરન્સ વચ્ચે રહેલા ટ્રસ્ટ ડેફિસિટને દૂર કરવાનો છે. આ હેઠળ ગ્રાહકોને એક જ સીમલેસ જર્ની મળશે, જેમાં ઓનલાઈન ડિસ્કવરી, ઇન-પર્સન ઇન્સ્પેક્શન, ટેસ્ટ ડ્રાઇવ, ફાઇનાન્સિંગ, રજિસ્ટ્રેશન ટ્રાન્સફર તેમજ પોસ્ટ-સેલ સર્વિસિંગ અને વોરંટી સપોર્ટનો સમાવેશ થશે.

આ પહેલનો તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે. શરૂઆતમાં પસંદગીના મુખ્ય શહેરોમાં તેની શરૂઆત થશે અને પરફોર્મન્સ મેટ્રિક્સના આધારે બાદમાં તેને પાન-ઇન્ડિયા લેવલે વિસ્તૃત કરવામાં આવશે.

ઓએલએક્સ ઇન્ડિયા એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન કસ્ટમર એક્સપિરિયન્સ, કસ્ટમર ડિસ્કવરી અને ડિજિટલ એન્ગેજમેન્ટનું નેતૃત્વ કરશે. કંપની પોતાની પ્રોપ્રાયટરી વાયા એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ પ્રાઇસિંગ ઇન્ટેલિજન્સ, બાયર-સેલર મેચમેકિંગ, કાર કન્ડિશન ઇન્ટેલિજન્સ અને માર્કેટ ઇન્સાઇટ્સ માટે કરશે.

લેન્ડમાર્કના આઉટલેટ્સ ફિઝિકલ “એક્સપિરિયન્સ સેન્ટર્સ” તરીકે કાર્ય કરશે, જ્યાં ગ્રાહકો વાહનની ઇન્સ્પેક્શન, ટેસ્ટ ડ્રાઇવ અને હેન્ડઓવર જેવી સેવાઓ મેળવી શકશે.

વાહનો કો-ફંડિંગના આધારે હસ્તગત કરવામાં આવશે અને પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ મોડલ હેઠળ રિટેલ કરવામાં આવશે. વાહનોને કો-બ્રાન્ડેડ પ્રપોઝિશન હેઠળ ક્વોલિટી સર્ટિફિકેશન અને આફ્ટર-સેલ્સ સર્વિસ સાથે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે.

આર્યમાન ઠક્કર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, લેન્ડમાર્ક કાર્સ લિમિટેડે જણાવ્યું હતું કે, “ભારતીય ઓટોમોટિવ રિટેલ ઇકોસિસ્ટમમાં અમારી મજબૂત કસ્ટમર રિલેશનશિપ્સ, ડીલરશિપ નેટવર્ક, બ્રાન્ડ પાર્ટનરશિપ્સ અને આફ્ટર-સેલ્સ કેપેબિલિટીઝ અમને પ્રી-ઓન્ડ કાર માર્કેટમાં લાંબા ગાળે મજબૂત સ્થાન બનાવવામાં મદદ કરશે. અમારો ઉદ્દેશ ડિફરન્શિએટેડ, સ્કેલેબલ અને સસ્ટેનેબલ ઓફરિંગ સાથે આ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પ્લેયર બનવાનો છે, જેમાં ફાઇનાન્શિયલ ડિસિપ્લિન પણ જળવાઈ રહે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજના ગ્રાહકો ડિજિટલ ડિસ્કવરીની સરળતા સાથે ફિઝિકલ ટ્રસ્ટ પણ ઈચ્છે છે. ઓએલએક્સની ડિજિટલ રીચ અને અમારી ઇન્સ્પેક્શન રિગર, ફાઇનાન્સિંગ રિલેશનશિપ્સ અને આફ્ટર-સેલ્સ સપોર્ટને એકસાથે લાવવાથી અમે વધુ મોટા કસ્ટમર બેઝ સુધી પહોંચી શકીશું.”

વરુણ સંઘી, ચેરમેન, ઓએલએક્સ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “ઓએલએક્સ ઇન્ડિયા દેશના અગ્રણી ઓનલાઈન ક્લાસિફાઇડ્સ પ્લેટફોર્મ્સમાંનું એક છે અને દર વર્ષે 2.3 કરોડ યુઝ્ડ કાર બાયર્સ અને સેલર્સને જોડે છે. અમારું વિઝન ટેક્નોલોજી દ્વારા યુઝ્ડ વ્હીકલ ટ્રાન્ઝેક્શનને વધુ સરળ, ટ્રાન્સપરન્ટ અને એફિશિયન્ટ બનાવવાનું છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “લેન્ડમાર્ક કાર્સ સાથેની આ પાર્ટનરશિપ દ્વારા અમારો ઉદ્દેશ ગ્રાહકોને ટ્રસ્ટેડ, સિક્યોર અને સીમલેસ એક્સપિરિયન્સ આપવાનો છે, જેમાં ડિસ્કવરી, પ્રાઇસિંગ, મેચમેકિંગ, હેન્ડઓવર, ક્વોલિટી એશ્યોરન્સ અને આફ્ટર-સેલ્સ સપોર્ટનો સમાવેશ થાય છે. લેન્ડમાર્કની ડીલરશિપ એક્સપર્ટીઝ અને ફિઝિકલ ફૂટપ્રિન્ટ સાથે ઓએલએક્સની ડિજિટલ રીચ, ટેક્નોલોજી, ડેટા અને માર્કેટ ઇન્ટેલિજન્સ એક મજબૂત એશ્યોરન્સ લેયર બનાવશે.”

== સમાપ્ત ==

Related posts

RBI Monetary Policy Reaction Quote – Manu Singh, Business Head – Housing Finance, Kotak Mahindra Bank

Reporter1

Meesho’s Annual “Meesho Mega Blockbuster Sale” Starts on 27th September, Introduces Instant Refunds Processed in Under 5 Minutes

Reporter1

પ્રથમ સંસ્કરણની ભવ્ય સફળતા બાદ હવે અમદાવાદમાં યોજાશે વૈષ્ણવ સમાજનો ઐતિહાસિક બિઝનેસ મહાકુંભ – “VIBES 2.0”

Master Admin

Leave a Comment

Translate »