Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

MSMEએ GST સુધારાઓનું સમર્થન કર્યુ, ઝડપી રિફન્ડ અને વધુ સક્ષમ કાર્યકારી મૂડી સહાયતા માટે અપીલ કરીઃ ડેલોઇટ્ટે ઇન્ડિયા GST@9 સરવે

  • આશરે 99 ટકા MSMEએ GST પ્રત્યે સકારાત્મક અથવા તટસ્થ વલણ દર્શાવ્યું છે, જે કર માળખામાં વધી રહેલા આત્મવિશ્વાસનું પ્રતિબિંબ રજૂ કરે છે.
  • આશરે 89 ટકા MSMEએ વિલંબિત થતાં GST રિફન્ડ ઉપર સ્વયંસંચાલિત વ્યાજ માટે સમર્થન કર્યુ, જે વધુ ઝડપી રોકડ પ્રવાહિતતા સહાયતાની જરૂરિયાત રેખાંકિત કરે છે.
  • આશરે 88 ટકા MSMEએ ઇન્વૉઇસ આધારિત ITC પાત્રતાની તરફેણ કરી, જ્યારે 87 ટકાએ અનુપાલનની સરળતા માટે ત્રીમાસિક કર ચુકવણી વ્યવસ્થાતંત્રનું સમર્થન કર્યુ
  • મુખ્ય રિફંડ સંબંધિત માંગણીઓમાં સંચિત ITC બેલેન્સનું વર્ષના અંતે સેટલમેન્ટ અને ઇનપુટ સર્વિસ અને મૂડી માલ-સામાનને આવરી લેવા માટે ઇન્વર્ટેડ ડ્યુટી રિફંડનું વિસ્તરણ કરવાનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય | ૨૭ જૂન ૨૦૨૬ | એક તરફ ભારતનું MSME ક્ષેત્ર આર્થિક વૃદ્ધી, નિર્યાતો અને રોજગાર સર્જનને ગતિ પ્રદાન કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે ત્યારે GST પ્રત્યે તેમના ખ્યાલો અનુપાલન ફરજોથી લઇને ઔપચારિકરણ અને કામગીરીલક્ષી કાર્યક્ષમતાની સુવિધા પ્રદાન કરનાર તરીકે મજબૂતપણે ઊભરી આવ્યાં છે. રિટર્ન ફાઇલિંગનું સરળીકરણ અને ટોચ મર્યાદામાં રાહત જેવા સુધારાઓએ અનુપાલનની સરળતા પુરી પાડી છે ત્યારે વ્યાવસાયિકો આગામી તબક્કાના GST સુધારાઓમાં રોકડ પ્રવાહિતતામાં વધારાને પ્રાથમિકતા આપવી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નિયમોનું સરળીકરણ કરવું અને કાર્યકારી મૂડી દબાણોમાં ઘટાડો કરવાની અપેક્ષા ધરાવે છે.

ડેલોઇટ્ટે ઇન્ડિયાના GST સંબંધિત સરવે અનુસાર આગામી તબક્કાના GST 2.0 દરમિયાન MSME હવે ઇષ્ટતમ લાભો અપનાવવા ઉપરાંત અનેક અપેક્ષાઓ રાખી રહ્યાં છે. આ તારણો રોકડ પ્રવાહિતતા વધારવા અને અનુપાલનને એક-બીજા સાથે સુગ્રથિત કરવા તરફ લક્ષિત સુધારાઓ માટે મજબૂત સમર્થન દર્શાવે છે. સરવેમાં ભાગ લેનારા 89 ટકા પ્રતિભાવકોએ વિલંબિત GST રિફંડ અને અગ્રીમ ડિપોઝિટ ઉપર વ્યાજની સ્વયંસંચાલિત ચુકવણીની તરફેણ કરી હતી, જ્યારે 88 ટકા પ્રતિભાવકોએ ઇનવૉઇસ આધારિત ITC પાત્રતા અને 87 ટકાએ ત્રીમાસિક કર ચુકવણી વ્યવસ્થાતંત્રનું સમર્થન કર્યુ હતું. ત્રીમાસિક રિટર્ન ફાઇલિંગ MSMEમાં સૌથી વ્યાપક સ્વીકૃત થયેલા GST સુધારા તરીકે ઊભરી આવ્યો છે, આમ આ સ્વીકૃતતા 2023માં 12 ટકા હતી, જે 2026માં વધીને 67 ટકા પર પહોંચીને તેમાં પાંચ ગણો વધારો દર્શાવે છે.

ડેલોઇટ્ટે સાઉથ એશિયાના પ્રેસિડન્ટ, ટેક્સ, ગોકુલ ચૌધરીએ ભારતના MSME વ્યવસ્થાતંત્રને મજબૂત બનાવવામાં GSTની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે, “ભારતનું MSME આપણા રાષ્ટ્રનું ત્રીજાભાગનું ઉત્પાદન કરે છે અને નિર્યાતોમાં આશરે અડધો હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રની પુરવઠા શ્રૃંખલાની કામગીરીમાં GST મુખ્ય પ્રેરકબળ છે અને તે પારદર્શક, ઔપચારિક વ્યવસ્થાતંત્રનું સર્જન કરી રહ્યું છે. આગામી પેઢીના સુધારાઓએ રિફન્ડમાં સુધારો કરીને કાર્યક્ષમતા અને પ્રવાહિતતા સક્ષમ બનાવવી જોઇએ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ નિયમો સરળ બનાવવા જોઇએ અને મુશ્કેલી રહિત ક્રેડિટ વપરાશ સક્ષમ બનાવવો જોઇએ. કર સ્પર્ધાત્મકતા વ્યવસાયોને ઝડપી પ્રગતિ કરવા અને વૈશ્વિક વિનિર્માણ અને સેવા કેન્દ્ર તરીકે ભારતની સ્થિતિ મજબૂત બનાવવા માટે સક્ષમ બનાવી શકે છે.”

મહેશ જયસિંગ, પાર્ટનર અને ડેલોઇટ ઇન્ડિયાના ઇન્ડાયરેક્ટ ટેક્સ લીડર, “ભારતના MSMEએ ઇન્વર્ટેડ કર માળખાઓમાંથી ઉદભવી રહેલી કાર્યકારી મૂડી સંબંધિત મુશ્કેલીઓ ઉકેલવાની જરૂરિયાત પણ રેખાંકિત કરી છે. આશરે 69 ટકા જેટલા પ્રતિભાવકોએ ઇનપુટ સર્વિસ અને કેપિટલ ગુડ્સનો સમાવેશ કરવા માટે ઇન્વર્ટેડ ડ્યુટી રિફંડ માળખાનું વિસ્તરણ કરવા માટે સમર્થન આપ્યું છે, જ્યારે 63 ટકા પ્રતિભાવકોએ ઇન્વર્ઝન સંબંધિત બિનકાર્યક્ષમતાઓ ઘટાડવા માટે GSTના દરોને વધુ તર્કસંગત બનાવવાની તરફેણ કરી છે. આ ઉપરાંત, 51 ટકા MSMEએ એકત્રિત થયેલા ICT બેલેન્સના વર્ષના અંતે રિફન્ડની તરફેણ કરી છે અને 49 ટકા અગાઉના સમયગાળા માટે કામચલાઉ રિફન્ડ શરૂ કરવાની વાતને સમર્થન આપે છે.”

વધુમાં વ્યાપક પ્રણાલીગત સુધારાઓ કરવા માટે પણ મજબૂત માંગ ઊભી થઇ છે, જે અંતર્ગત 72 ટકા પ્રતિભાવકો મધ્યસ્થ ઑડિટ વ્યવસ્થાતંત્રનું સમર્થન કરી રહ્યાં છે, 70 ટકા ITC મારફતે રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) જવાબદારીઓની ચુકવણીને સમર્થન કરી રહ્યાં છે અને 64 ટકા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં વધારો કરવા માટે લક્ષિત મુક્તિઓ સાથે વધુ સરળ GST કર માળખાની માંગ કરી રહ્યાં છે.

જ્યારે ભારત 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની મહત્ત્વાકાંક્ષા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે આગામી તબક્કાના GST સુધારાઓ સરળ, વધુ અનુમાનિત અને વૃદ્ધી લક્ષી કર વ્યવસ્થાતંત્રનું સર્જન કરવાની નોંધપાત્ર તક પુરી પાડે છે, જે MSMEને આત્મવિશ્વાસ સાથે રોકાણ, નવીન શોધખોળો અને વ્યાપ વધારવા માટે સશક્ત બનાવે છે.

== સમાપ્ત ==

Related posts

કોકા-કોલા અને ગૂગલ દ્વારા જેમિની અનુભવ સાથે કોક-બ્રેકની પુનઃકલ્પના કરે છે

Master Admin

Maruti Suzuki unveils its first electric SUV – e VITARA Built for EV Excellence

Reporter1

Samsung Brings Irregular Heart Rhythm Notification to Galaxy Watches in India

Reporter1

Leave a Comment

Translate »