Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessCity NewsGujaratHealth Care

સતત ખંજવાળ અને હાઈવ્ઝ સાથે જીવી રહ્યા છો? તો ત્વચારોગ નિષ્ણાતને ક્યારે મળવું જોઈએ તે જાણો

અમદાવાદ, ગુજરાત | ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ | વારંવાર થતા હાઈવ્ઝ (એક જાતનું ચામડીનું દર્દ) અને સતત ખંજવાળને ત્વચાની સમસ્યા તરીકે નકારવાનું આસાન છે. તમે નવી ક્રીમ અજમાવી શકો છો, તમારો આહાર બદલી શકો છો અથવા રાહત માટે દવા લઈ શકો છો, આશા રાખી શકો છો કે લક્ષણો આખરે દૂર થઈ જશે. જોકે તેમાં ઉછાળો આવતાં તમારી દિનચર્યામાં અ’રોધ પેદા થઈ શકે છે, તમારી ઊંઘને ​​અસર કરે છે અથવા તમને ચિંતા થાય છે કે તે ફરીથી ઊથલો મારશે કે કેમ. આવા સંજોગોમાં ઘરેલુ ઉપચારથી આગળ વધવું જોઈએ.

ક્રોનિક અર્ટિકેરિયા એવી સ્થિતિ છે જેમાં હાઈવ્ઝ, સોજો અથવા બંને છ અઠવાડિયાથી વધુ સમય માટે વારંવાર ઊથલો મારે છે. એક પ્રકાર ક્રોનિક સ્પોન્ટેનિયસ અર્ટિકેરિયા (CSU) છે, જેમાં લક્ષણો ઓળખક્ષમ બહારી ઊથલા વિના લક્ષણો ઉદભવી શકે છે. લક્ષણો ત્વચા પર દેખાય છે ત્યારે તેની અસર રોજિંદા જીવનનાં ઘણાં પાસાંઓમાં વિસ્તરી શકે છે. નિષ્ણાત સંભાળ ક્યારે લેવી તે ઓળખવાથી લોકોને સ્વ-વ્યવસ્થાપનના વારંવાર પ્રયાસોથી આગળ વધવામાં અને તેઓ શું અનુભવી રહ્યા છે તે વધુ સારી રીતે સમજવામાં મદદ મળી શકે છે.

અમદાવાદના સોલા સ્થિત GMERS મેડિકલ કોલેજના ત્વચારોગ વિભાગના પ્રોફેસર અને પ્રમુખ ડૉ. ક્રિના ભરત પટેલે જણાવ્યું હતું કે, “ખંજવાળ અને હાઈવ્ઝના વારંવારના હુમલાઓ લોકોને ક્યારેક તેમના રોજિંદા જીવન પર થતી અસરને અવગણીને લક્ષણોનો ઈલાજ કરવા માટે પ્રેરિત કરી શકે છે. લક્ષણો ચાલુ રહે છે અને ઊંઘ, કામ અથવા ભાવનાત્મક સુખાકારીને અસર કરવાનું શરૂ કરે છે ત્યારે તબીબી સલાહ લેવી મહત્ત્વપૂર્ણ છે. ત્વચારોગ નિષ્ણાત લક્ષણોનું મૂલ્યાંકન કરી શકે છે, સંભવિત અંતર્ગત સ્થિતિ નક્કી કરી શકે છે અને યોગ્ય સારવાર નિયોજનની ભલામણ કરી શકે છે.”

તમારે ત્વચારોગ નિષ્ણાતને ક્યારે મળવું જોઈએ?

  1. લક્ષણો ફરીથી ઊથલો મારતાં રહે ત્યારે

હાઈવ્ઝ અમુક વાર તેની જાતે જ દૂર થઈ શકે છે, પરંતુ વારંવાર આવતાં લક્ષણો પર નજીકથી ધ્યાન આપવાની જરૂર છે. જો છ અઠવાડિયાથી વધુ સમય સુધી ખંજવાળવાળા ચાંદા દેખાતા રહે છે તો દરેક કિસ્સાને અલગથી વારંવાર સારવાર આપવાને બદલે આરોગ્ય સંભાળ વ્યાવસાયિકની સલાહ લેવી મહત્ત્વપૂર્ણ છે.

હાઈવ્ઝ કેટલી વાર દેખાય છે, સમસ્યા કેટલા સમયથી પુનરાવર્તિત થઈ રહી છે અને શું લક્ષણો તમારી દિનચર્યામાં દખલ કરવાનું શરૂ કરી રહ્યા છે તેની પર ધ્યાન આપો. તપાસ કરાવવા સમયે આ વિગતો જણાવવાથી ત્વચારોગ નિષ્ણાતને લક્ષણોનું મૂલ્યાંકન કરવામાં અને યોગ્ય આગામી પગલાં નક્કી કરવામાં મદદ મળી શકે છે.

  1. ખંજવાળ તમારી ઊંઘ અને કામ પર અસર કરવાનું શરૂ કરે છે ત્યારે

સતત ખંજવાળ ઊંઘવા આવવામાં અથવા રાતભર ઊંઘવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. ઓછી ઊંઘ તમને થાકેલા, ચીડિયા અથવા દિવસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ બનાવી શકે છે. તમે સતત અસ્વસ્થતાનો સામનો કરી રહ્યા હોય ત્યારે રોજિંદાં કાર્યો, કામની પ્રતિબદ્ધતાઓ અને સરળ દિનચર્યાઓ પણ વધુ મુશ્કેલ લાગવા માંડે છે.

જો તમારાં લક્ષણો આરામ કરવાની, ધ્યાન કેન્દ્રિત કરવાની અથવા દૈનિક પ્રવૃત્તિઓ કરવાની તમારી ક્ષમતાને અસર કરી રહ્યાં હોય તો ત્વચારોગ વિજ્ઞાની સાથે તેની અસરની ચર્ચા કરવી યોગ્ય રહેશે. તમારા જીવનની ગુણવત્તા પરની અસર એ સ્થિતિને સમજવાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

  1. ભાવનાત્મક અસરને અવગણવી મુશ્કેલ બને છે ત્યારે

અણધાર્યા હાઈવ્ઝ સાથે જીવવું નિરાશાજનક બની શકે છે. દ્રશ્યમાન હાઈવ્ઝ અથવા સોજાને કારણે તમે સામાજિક વાતાવરણમાં અસ્વસ્થતા અનુભવી શકો છો અથવા કોઈ મહત્ત્વપૂર્ણ ઘટના દરમિયાન લક્ષણો દેખાતાં હોવાની ચિંતા થઈ શકે છો. ફરી ક્યારે ઊથલો મારશે તે જાણવાની અનિશ્ચિતતા પણ તણાવ પેદા કરી શકે છે.

આ અનુભવો ફક્ત કોસ્મેટિક ચિંતાઓ નથી. જો સ્થિતિ તમારા આત્મવિશ્વાસ, સંબંધો અથવા ભાવનાત્મક સુખાકારીને અસર કરી રહી છે તો તમારા આરોગ્ય સંભાળ વ્યાવસાયિક સાથે આ વાત કરો. વ્યાપક અસરને સમજવાથી તમારી સંભાળ વિશે તે તમને મદદ કરી શકે છે.

  1. સ્વ-વ્યવસ્થાપન મદદ કરતું નથી ત્યારે

દરેક ઊથલા માટેનું કારણ ઓળખવાનો પ્રયાસ કરવાથી આહાર, ત્વચા સંભાળ ઉત્પાદનો અથવા દૈનિક આદતોમાં વારંવાર ફેરફાર થઈ શકે છે. કેટલાક લોકો લક્ષણો કેમ પાછાં ફરતાં રહે છે તે સમજ્યા વિના ઓવર-ધ-કાઉન્ટર ઉપાયો પર પણ આધાર રાખી શકે છે.

CSUમાં ટાળવા માટે કોઈ ઓળખી શકાય તેવું બાહ્ય ટ્રિગર ન હોઈ શકે. જોકે કેટલાંક પરિબળો કેટલાક લોકો માટે લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે, શંકાસ્પદ ટ્રિગર્સને વારંવાર દૂર કરવાથી અંતર્ગત સ્થિતિને સંબોધિત કરી શકાતી નથી. ત્વચારોગ નિષ્ણાત તમારાં લક્ષણો, તબીબી ઇતિહાસ અને તમે જે દવા લઈ રહ્યા છો તેની સમીક્ષા કરી શકે છે, જેથી આગળનાં પગલાં નક્કી કરવામાં મદદ મળે.

  1. 5. જવાબોની શોધ યોગ્ય સંભાળમાં વિલંબ કરી રહી હોય ત્યારે

એવી વ્યક્તિનો વિચાર કરો જે મહિનાઓથી વારંવાર ફોલ્લીઓનો અનુભવ કરી રહી છે. તેઓ તેમના ત્વચા સંભાળ ઉત્પાદનો બદલી નાખે છે, આ માટે અમુક ખોરાક જવાબદાર છે એવું ધારીને તે ખોરાક ખાવાનું બંધ કરી શકે છે અને કામચલાઉ રાહત માટે વિવિધ ઉપાયો અજમાવે છે. બીજી બાજુ લક્ષણો પાછાં આવવાનું ચાલુ રાખે છે,  કારણ કે દરેક વાર ફોલ્લી બેસી જતાં તેઓ નિષ્ણાત સલાહ મેળવવાનું મુલતવી રાખે છે.

આ એક રીત છે કે CSU સાથે વ્યક્તિની સફર લાંબી થઈ શકે છે. તેઓ પુનરાવર્તિત પેટર્નને સમજવાને બદલે વ્યક્તિગત ઊથલા દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે સ્થિતિ અજાણી રહી શકે છે. ત્વચારોગ નિષ્ણાત મૂલ્યાંકન કરી શકે છે કે લક્ષણો CSU અથવા અન્ય સ્થિતિ સાથે સુસંગત છે કે નહીં અને નક્કી કરી શકે છે કે વધુ તપાસની જરૂર છે કે નહીં.

આ પેટર્નને ઓળખવી એ યોગ્ય સહાય મેળવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.

સતત ખંજવાળ અને વારંવાર આવતા હાઈવ્ઝ રોજિંદા જીવનનો સામાન્ય ભાગ ન બનવું જોઈએ. જો લક્ષણો છ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે, સ્વ-વ્યવસ્થાપન છતાં પાછા ફરવાનું ચાલુ રાખે છે અથવા તમારી ઊંઘ, કામ અથવા ભાવનાત્મક સુખાકારીને અસર કરવાનું શરૂ કરે છે ત્યારે ત્વચારોગ નિષ્ણાતની સલાહ લેવાનું વિચારો. નિષ્ણાતની મદદ લેવી એ ફક્ત આગામી ઊથલા માટે રાહત મેળવવા વિશે નથી; તે સ્થિતિને સમજવા અને તેને નિયંત્રિત કરવાની વધુ યોગ્ય રીત શોધવા વિશે છે.

== સમાપ્ત ==

Related posts

દશેરા–દિવાળીના તહેવારો દરમિયાન કેરળ ટૂરિઝમને વધુ પ્રવાસીઓ આવવાની આશા

Master Admin

Amazon.in પર 7 ઓગસ્ટ, 2026થી શરૂ થતા ગ્રેટ ફ્રીડમ સેલમાં એઆઇ સંચાલિત ખરીદીની સાથે ટોચની ડીલ્સ મેળવો

Master Admin

RBI Monetary Policy Reaction Quote – Manu Singh, Business Head – Housing Finance, Kotak Mahindra Bank

Reporter1

Leave a Comment

Translate »