Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessEducationGujaratnational

ભારતના મેન્યુફેક્ચરિંગ અને હાઈ-ટેક્નોલોજી ક્ષેત્ર માટે ભવિષ્યની જરૂરિયાત મુજબ ટેલેન્ટ તૈયાર કરવા NAMTECH અને સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (SPPU)એ કોલોબ્રેશન કર્યુ.

  • બંન્ને યુનિવર્સિટીના આ સહયોગ હેઠળ ભવિષ્યલક્ષી અભ્યાસક્રમો, ઉદ્યોગ સાથે જોડાયેલ કૌશલ્ય વિકાસ તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉદ્યોગમાં પ્રાયોગિક અનુભવ પર ખાસ ભાર મૂકવામાં આવશે.
  • આ ભાગીદારીથી સેમિકન્ડક્ટર, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, ઈન્ડસ્ટ્રીયલ રોબોટિક્સ, સસ્ટેનેબિલિટી સહિત આધુનિક ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રો માટે કુશળ અને તૈયાર વર્કફોર્સ ડેવલોપ કરવામાં મદદ મળશે.

વડોદરા, ગુજરાત | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાની નફાકારકતા વિનાની શૈક્ષણિક પહેલ અને ભારતની મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેક્નોલોજી (MET) ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રથમ સંસ્થા ન્યૂ એજ મેકર્સ’ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NAMTECH) એ તાજેતરમાં ભારતની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક અને 77થી વધુ વર્ષનો શૈક્ષણિક વારસો ધરાવતી સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (SPPU) સાથે MOU સાઈન કર્યા છે.

આ સહયોગ દ્વારા SPPUની શૈક્ષણિક ક્ષમતા અને NAMTECHના ઉદ્યોગ-સંકલિત શિક્ષણ અભિગમને એકસાથે લાવીને ભારતના મેન્યુફેક્ચરિંગ અને હાઈ-ટેક્નોલોજી ક્ષેત્રો માટે કાર્યક્ષમ માનવબળના વિકાસને વેગ આપવામાં આવશે અને ઉદ્યોગ માટે તૈયાર પ્રતિભાઓને મજબૂત બનાવવામાં આવશે.

આ ભાગીદારી હેઠળ ઉદ્યોગની સતત બદલાતી જરૂરિયાતોને અનુરૂપ ભવિષ્યલક્ષી કૌશલ્યો ડેવલપ કરવા માટે સંયુક્ત યોજનાઓ બનાવી એક માળખું તૈયાર કરવામાં આવશે. ઉપરાંત આ ભાગીદારીના માધ્યમથી NAMTECH અને SPPU શૈક્ષણિક અભ્યાસ, ઉદ્યોગની જરૂરિયાતો અને ઉભરતી ટેક્નોલોજીના ઉપયોગ વચ્ચે વધુ મજબૂત જોડાણ સ્થાપિત કરવા માટે સાથે મળીને કાર્ય કરશે.

બંને સંસ્થાઓ નીચેના ચાર મુખ્ય ક્ષેત્રો પર સહયોગ કરશે:

  • વિકસતી ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ ભવિષ્યલક્ષી અને રોજગારલક્ષી અભ્યાસક્રમો તથા કાર્યક્રમો વિકસાવશે.
  • ઉદ્યોગ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે કૌશલ્યવર્ધન અને ક્ષમતાનિર્માણના કાર્યક્રમો યોજશે.
  • વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે એક્સચેન્જ કાર્યક્રમો તથા પ્રાયોગિક શિક્ષણની તકો ઊભી કરશે.
  • વાસ્તવિક ઔદ્યોગિક પડકારોના ઉકેલ માટે ઉદ્યોગલક્ષી એપ્લાઇડ રિસર્ચ પ્રોજેક્ટ્સમાં સહયોગ કરશે.

આ MoU ઝડપથી બદલાતા ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોના વાતાવરણ માટે ભારતના કાર્યબળને તૈયાર કરવા શિક્ષણ જગત અને ઉદ્યોગ વચ્ચે વધુ ગાઢ સહયોગની આવશ્યકતાને પ્રતિબિંબિત કરે છે. ક્ષમતાઓ અને નિપુણતાઓનો લાભ લઈને NAMTECH અને SPPUનો ઉદ્દેશ વિદ્યાર્થીઓના હિત માટે અને ઉદ્યોગલક્ષી શિક્ષણ વ્યવસ્થાના નિર્માણ માટે યોગદાન આપવાનો છે. સાથે જ, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે ભવિષ્યમાં ઊભી થનારી રોજગાર તકોને અનુરૂપ જરૂરી કૌશલ્યો અને ક્ષમતાઓ વિકસાવવા માટે નવા માર્ગો ઊભા કરવાનો પણ આ ભાગીદારીનો ઉદ્દેશ છે.

આ પ્રસંગે NAMTECHના બોર્ડ મેમ્બર શ્રી કેદાર તામ્બેએ જણાવ્યું કે “સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી જેવી સમૃદ્ધ શૈક્ષણિક વારસો ધરાવતી સંસ્થા સાથે જોડાઈને અમને ગર્વ થાય છે. સેમિકન્ડક્ટર અને હાઈ-ટેક્નોલોજી ક્ષેત્રોમાં ભવિષ્ય માટે જરૂરી ટેલેન્ટ ધરાવતા યુવાનો તૈયાર કરવામાં આ ભાગીદારી મહત્વપૂર્ણ યોગદાન આપશે. ભારતના ટેક્નોલોજી અને ઔદ્યોગિક વિકાસના આગામી તબક્કા માટે જરૂરી પ્રતિભા તૈયાર કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેનો સહયોગ ખૂબ જ જરૂરી છે. આગામી વર્ષોમાં બંને સંસ્થાઓ સાથે મળીને મહત્વપૂર્ણ કામગીરી કરશે અને વિદ્યાર્થીઓ તથા યુવાનો માટે નવી અને વધુ સારી તકો ઊભી કરશે. ખાસ કરીને એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓ માટે વધુ તકો ઊભી કરવા માટે પણ અમે ઉત્સાહિત છીએ.”

== સમાપ્ત ==

Related posts

પેપ્સિકો ઇન્ડિયાએRevolutioNari પહેલના પ્રભાવનો વ્યાપ વધાર્યો, મૃદા હાર્ટ ‘એન સોઇલ ફાઉન્ડેશન સાથે શરૂ કરવામાં આવેલી આ પહેલ55,000+ મહિલાઓને આજીવિકા સક્ષમ બનાવી રહી છે

Master Admin

હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે

Master Admin

વિશ્વ રંગભૂમિ દિન પર્વે રંગભૂમિનાં પીઢ તથા યુવા કલાકારોને વિશાલા તથા વિચાર ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં

Master Admin

Leave a Comment

Translate »