Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

મોદી-પુતિન બેઠક પહેલાં રશિયાની મોટી સૈન્ય ઓફર

ચીન-પાકિસ્તાન ચોંકી ઉઠ્યા

જી-૫૦૦ને બેલિસ્ટિક મિસાઇલ અને લાંબા અંતરની હવાઈ ધમકીઓ સામેની ક્ષમતાઓ માટે વિકસાવવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ સપ્ટેમ્બર ૨૦૨૬ –– વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની આગામી બેઠક પહેલાં રશિયાએ ભારત સમક્ષ મહત્વનો સૈન્ય પ્રસ્તાવ મૂક્યો હોવાના અહેવાલ છે. ભારત પોતાની વાયુસેના અને એર ડિફેન્સ ક્ષમતાને વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે રશિયાએ અત્યાધુનિક જી-૫૦૦ એર ડિફેન્સ સિસ્ટમ અને જીે-૫૭ પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ માટે ઓફર રજૂ કરી હોવાનું જણાવાય છે.

આ પ્રસ્તાવ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે ચીન અને પાકિસ્તાનની વધતી હવાઈ ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેનાને આધુનિક ફાઇટર જેટ અને મજબૂત એર ડિફેન્સની જરૂરિયાત છે.

ભારત પાસે પહેલેથી જ રશિયાની જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ છે. તેની સફળતા બાદ રશિયા ભારતને વધુ પાંચ જી-૪૦૦ સ્ક્વોડ્રન આપવાની સાથે નવી પેઢીની જી-૫૦૦ સિસ્ટમ પણ ઓફર કરી રહ્યું હોવાનું કહેવાય છે.

જી-૫૦૦ને બેલિસ્ટિક મિસાઇલ અને લાંબા અંતરની હવાઈ ધમકીઓ સામેની ક્ષમતાઓ માટે વિકસાવવામાં આવી છે. જોકે, ભારત માટે અહીં એક મહત્વનો સવાલ એ છે કે સ્વદેશી એર ડિફેન્સ અને બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટ્‌સ પર ચાલી રહેલા રોકાણ વચ્ચે નવી વિદેશી સિસ્ટમ ખરીદવી કેટલી યોગ્ય રહેશે.

રશિયાની બીજી મોટી ઓફર જીે-૫૭ સ્ટીલ્થ ફાઇટર જેટ છે. ભારતીય વાયુસેના લાંબા સમયથી ઘટતા ફાઇટર સ્ક્વોડ્રન અને પાંચમી પેઢીના ફાઇટર જેટની જરૂરિયાતનો સામનો કરી રહી છે.

રશિયા જીે-૫૭ માટે ભારતને ટેકનોલોજી ટ્રાન્સફર અને સ્થાનિક ઉત્પાદનની સંભાવના સાથે પ્રસ્તાવ આપી રહ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જો આ ડીલ આગળ વધે તો ભારતને ફાઇટર જેટની સંખ્યા વધારવાની સાથે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં પણ વધારો કરવાની તક મળી શકે છે.

ચીન પાસે ત્ન-૨૦ જેવા પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ્‌સની મોટી સંખ્યા છે, જ્યારે પાકિસ્તાન પણ ચીન પાસેથી નવી પેઢીના ફાઇટર જેટ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં જીે-૫૭ ભારતની લાંબા ગાળાની હવાઈ શક્તિમાં મહત્વપૂર્ણ ઉમેરો બની શકે છે.

પરંતુ ભારત માટે પડકાર એ પણ છે કે એકસાથે અનેક પ્રકારના વિમાનો જાળવવાથી મેન્ટેનન્સ, સ્પેર પાર્ટ્‌સ અને લોજિસ્ટિક્સનો ખર્ચ વધી શકે છે.

ભારત એક તરફ છસ્ઝ્રછ જેવા સ્વદેશી પાંચમી પેઢીના ફાઇટર પ્રોગ્રામને આગળ વધારી રહ્યું છે, તો બીજી તરફ તાત્કાલિક સૈન્ય જરૂરિયાતો પણ પૂરી કરવી જરૂરી છે. તેથી જીે-૫૭ને છસ્ઝ્રછ આવે ત્યાં સુધીના સ્ટોપગેપ સોલ્યુશન તરીકે જોવાની શક્યતા છે.
રશિયા જી-૫૦૦ અને જીે-૫૭ ઉપરાંત રડાર, ફાઇટર અપગ્રેડ અને સબમરીન સંબંધિત સહયોગના પ્રસ્તાવો પણ આગળ ધપાવી રહ્યું હોવાનું કહેવાય છે. હવે મોદી-પુતિનની ચર્ચામાં ભારતની સુરક્ષા જરૂરિયાતો, ટેકનોલોજી ટ્રાન્સફર અને આત્મનિર્ભરતા વચ્ચેનું સંતુલન મહત્વપૂર્ણ રહેશે.

Related posts

નવી ઊંચાઈ તરફ આગળ વધતું પગલું: Skoda Auto India દ્વારા H1 2026માં રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન

Reporter1

અદભુત New Baleno સાથે ‘Dare to go Glam’: ડાયનેમિક અચિવર્સ માટે ઘડવામાં આવી છે

Master Admin

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ નવા કલર સાથે GIXXER સિરીઝને રિફ્રેશ કરી

Master Admin

Leave a Comment

Translate »