Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

અમદાવાદીઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

રૂપિયા એક કરોડની દરખાસ્ત મંજૂર

એસ્ટેટ અને ટેક્સ વિભાગની ૮૦થી ૯૦ વર્ષ જૂની ફાઈલોનું સ્કેનિંગ થશે, નિયત ફી ચૂકવી દસ્તાવેજો મેળવી શકાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૪ ઓક્ટોબર ૨૦૨૬ — અમદાવાદ મ્યુનિ.ના એસ્ટેટ અને ટેક્સ સહિતના ખાતાઓને લગતા કોઈપણ મહત્ત્વના જૂના દસ્તાવેજો લોકોને જોઈતા હોય તો અત્યાર સુધી કચેરીમાં ધક્કા ખાવા પડે છે. પરંતુ હવે લોકો સાથે સીધા જ જોડાયેલા આ બંને ખાતાના મહત્ત્વના દસ્તાવેજોની જૂની ફાઈલો સ્કેન કરીને ઓનલાઈન મૂકવાનું આયોજન કરાયું છે. દસ્તાવેજો સ્કેન કરવા માટે રૂ.૧ કરોડની કામગીરીની દરખાસ્ત ઈ-ગવર્નન્સ, ઈલેક્ટ્રિકલ એન્ડ મટિરિયલ પ્રોક્યોરમેન્ટ કમિટીમાં મંજૂર કરાઈ છે.અમદાવાદ શહેરમાં નવી અને જૂની મળીને કુલ ૨૨થી ૨૪ લાખ જેટલી મિલકતો છે. નવી મિલકતોના દસ્તાવેજો તો લોકોને સરળતાથી મળી જાય છે. પરંતુ જૂની મિલકતોના દસ્તાવેજો શોધવા માટે મ્યુનિ.ની જુદી જુદી કચેરીઓમાં વારંવાર ધક્કા ખાવા પડે છે. ત્યારબાદ પણ ફાઈલોમાંથી શોધીને દસ્તાવેજો મળશે કે કેમ? તે નક્કી હોતું નથી. લોકોને મોટાભાગે મ્યુનિ.ના એસ્ટેટ અને ટેક્સ ખાતાના જૂના દસ્તાવેજોની વધારે જરૂર પડતી હોય છે. ત્યારે આ બંને ખાતાના દસ્તાવેજો પહેલાં સ્કેન કરાશે.એસ્ટેટ વિભાગઃ બાંધકામની મંજૂરી, બીયુ પરમિશન, બિલ્ડિંગના પ્લાન-લેઆઉટ, પ્રોપર્ટી કાર્ડ, કબજા નોટિસ, ગેરકાયદે બાંધકામોની નોટિસ, મિલકત ટ્રાન્સફરની વિગતો, ટેક્સ ક્લિયરન્સ સર્ટિ., ફાઈનલ પ્લોટનો નંબર અને વિગતો, ટીપી સ્કીમનો નકશો, ઝોન અંગેનું પ્રમાણપત્ર.ટેક્સ વિભાગઃ પ્રોપર્ટી ટેક્સ બિલ, ટેક્સ ભર્યાની રસીદ, નો ડ્યુ સર્ટિફિકેટ, ટેનામેન્ટ નંબર, ૭-૧૨, ૮-અ, વેચાણ દસ્તાવેજની નકલ, સોસાયટી સંબંધિત દસ્તાવેજો, કાનૂની દસ્તાવેજો.અમદાવાદ આમ તો ભારતની આઝાદી પહેલાંથી જ મોટા શહેર તરીકે વિકસેલું છે. ત્યારે મ્યુનિ. કચેરીમાં ૮૦-૯૦ વર્ષ સુધીના જૂના દસ્તાવેજો પણ હશે. આવા જૂના દસ્તાવેજો શોધવામાં જ લોકોને મુશ્કેલી પડતી હોય છે. જેનું સ્કેનિંગ કરાયા બાદ સરળતાથી ઓનલાઈન મળી શકશે. મ્યુનિસિપલની ઈગવર્નન્સ, ઈલેક્ટ્રિકલ એન્ડ મટિરિયલ પ્રોક્યોરમેન્ટ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર, અત્યારે જેવી રીતે લોકો ઓફલાઈન ફી ભરીને જૂના દસ્તાવેજો મેળવી શકે છે, તેવી રીતે નિયત ફી ચૂકવી ઓનલાઈન દસ્તાવેજો મેળવી શકશે. સ્કેનિંગથી લાંબા સમય સુધી દસ્તાવેજોની જાળવણી પણ થશે.ત્યારબાદ અન્ય જરૂરી ખાતાના જૂના દસ્તાવેજોને પણ તેમાં સમાવી લેવાશે. દસ્તાવેજો સ્કેન કરવાની રૂ.૧ કરોડની કામગીરી ગુજરાત ઈન્ફોટેક લિ.ને આપવાની દરખાસ્ત આજે મ્યુનિસિપલની કમિટીમાં પાસ કરાઈ છે.

Related posts

ઇન્દ્રિયા, આદિત્ય બિરલા જ્વેલરીએ ઊંચા ચળકાટવાળા ડાયમંડ સાથે ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કર્યા

Reporter1

સુરત BRTSમાં રૂ.૧૫૦૦ કરોડના કૌભાંડનો દાવો

Master Admin

રોટરી સ્કાયલાઇન જ્યુપિટર દ્વારા 1,000થી વધુ રોપાઓનું વાવેતર; આ રોટરી વર્ષ માં 10,000+ રોપાઓ વાવવાનો સંકલ્પ

Master Admin

Leave a Comment

Translate »